Indian Language Bible Word Collections
Job 35:7
Job Chapters
Job 35 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Job Chapters
Job 35 Verses
1
વળી અલીહૂએ અનુસંધાનમાં કહ્યું;
2
“અયૂબ, તું દેવને પૂછ, ‘જો કોઇ દેવને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરે તો તેને શું ફાયદો થાય? જો મે પાપ ન કર્યા હોત તો મને વધારે ફાયદો થાત?’
3
તું એમ માને છે કે, આમ કહેવું તે યોગ્ય છે? તું કહે છે; ‘દેવ કરતા હું વધારે સાચો સત્ય છું?”
4
હું તને તથા તારા બધા મિત્રોને એક સાથે જવાબ આપીશ.
5
ઊંચે આકાશમાં જો! જો વાદળાં તારા કરતાં કેટલાં ઊંચા છે!
6
અયૂબ, જો તમે પાપ કરો, તો તેમાં દેવને કોઇ રીતે હાનિ થવાની નથી. જો તમારી પાસે ખૂબ પાપ ભર્યા હોય તો તેમાં દેવનું કાંઇ નુકસાન નથી.
7
અને અયૂબ, જો તું સારો હોય તો તે કોઇ રીતે દેવને સહાયરૂપ નથી. તારી પાસેથી દેવને કાંઇ મળવાનું નથી.
8
અયૂબ, તુ જે કાંઇ સારું કે ખરાબ કાર્ય કરે છે તે તારી જેમ ફકત બીજાઓને અસર થાય છે. તેઓ દેવને મદદ કે હાનિ કરતા નથી.
9
જો દુષ્ટ લોકોને હાનિ થાય તો તેઓ મદદ માટે પોકાર કરશે. તેઓ શકિતશાળી લોકો પાસે જાય છે અને મદદ માંગે છે.
10
પરંતુ તે દુષ્ટ લોકો, તેઓને મદદ કરવાનું દેવને કહેતા નથી. તેઓ કહેશે નહિ મારા સર્જનહાર દેવ ક્યાં છે? દેવ જેઓ ઉત્સાહ ભંગ છે, તેઓને મદદ કરે છે. તો તે ક્યાં છે?
11
જે દેવે આપણને પશુઓ અને પંખીઓ કરતાં વધારે સમજુ બનાવ્યા છે તો તે ક્યાં છે!
12
તેઓ બૂમો પાડે છે, પણ કોઇ એમને સાંભળતું નથી, કારણકે એમનામાં અનિષ્ટનું અભિમાન હોય છે.
13
એ સાચું છે, દેવ તેઓની નિરર્થક માંગણીઓ પર ધ્યાન આપશે નહિ. સર્વસમર્થ દેવ તેઓ તરફ જરા પણ ધ્યાન આપશે નહિ.
14
તેથી અયૂબ, તું કહે છે કે, તું તેને જોતો નથી, ત્યારે દેવ તેને સાંભળશે નહિ. તુું કહે છે કે તું દેવને મળવાની તકની રાહ જુએ છે અને તારી નિદોર્ષતા સાબિત કરે છે.
15
અયૂબ, વિચારે છે કે દેવ દુષ્ટ લોકોને સજા કરતા નથી. તે વિચારે છે કે દેવ પાપ જોતા નથી.
16
તેથી અયૂબ, તેની અર્થ વગરની વાતો કરે છે. અયૂબ જાણે તે મહત્વશીલ હોય તેમ વતેર્ છે. એ સહેલાઇથી જાણી જવાય છે કે અયૂબને તે શેના વિશે બોલે છે તેની તેને ખબર નથી.”