1
|
આમ્રાફેલ શિનઆરનો રાજા હતો. આર્યોખ એલ્લાસારનો રાજા હતો. કદોરલાઓમેર એલામનો રાજા હતો. અને તિદાલ ગોઈમનો રાજા હતો. |
2
|
આ બધાં ચાર રાજાઓ સદોમના રાજા બેરા, ગમોરાહના રાજા બિર્શા, આદમાંહના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલાના, રાજા (બેલાને સોઆર પણ કહે છે). |
3
|
એટલે કે, સોઆરના રાજા સાથે યુદ્વે ચડયા.3આ પાંચ રાજાઓએ સિદ્દીમની ખીણમાં. (અર્થાત ખારા સમુદ્રમાં) સેનાઓ ભેગી કરી. |
4
|
એમણે બાર વર્ષ સુધી કદોરલાઓમેરની સેવા કરી હતી. પરંતુ તેરમાં વષેર્ તે બધા તેની વિરુધ્ધ થઈ ગયા. |
5
|
તેથી ચૌદમાં વષેર્ કદોરલાઓમેર બીજા રાજાઓ સાથે તેમની વિરુધ્ધ લડવા માંટે આવ્યો. તેમણે રફીઓને લોકો આશ્તરોથ-કારનાઇમ, ઝુઝી લોકોને હામમાં, એમી લોકોને શાવેહ કિર્યાથાઈમમાં, |
6
|
અને સેઇરનાં પર્વતીય પ્રદેશમાં રહેતા હોરી લોકોને એલપારાનમાં (જે રણની નજીક છે) હાંકી કાઢયાં. |
7
|
ત્યારપછી રાજા કદોલવિમેર પાછો ફર્યો અને એન-મિશ્પાટ એટલે કે, કાદેશ આવીને તેમણે અમાંલેકીઓના સમગ્ર પ્રદેશને તથા હાસસોનતામાંરમાં રહેતા અમોરીઓને પણ તાબે કર્યાં. |
8
|
તે સમય પછી સદોમનો રાજા, ગમોરાહનો રાજા, આદમાંહનો રાજા, સબોઈમનો રાજા અને બેલાનો એટલે કે, સોઆરનો રાજા, તેઓ બધા ભેગા મળીને પોતાના શત્રુઓ સામે લડવા માંટે ગયા. |
9
|
તેઓ સિદીમની ખીણમાં એલામના રાજા કદોરલાઓમેર તથા ગોઈમના રાજા તિદાલ. શિનઆરના રાજા આમ્રાફેલ અને એલ્લાસારના રાજા આર્યોખ સામે યુદ્વે ચઢવા તૈયાર થયા. ચાર રાજાઓ સામે પાંચ રાજાઓ લડી રહ્યા હતા. |
10
|
સિદ્દીમની ખીણમાં ડામરથી ભરેલા અનેક ખાડાઓ હતા. અને સદોમ અને ગમોરાહના રાજાઓ ભાગતા હતા ત્યારે એ ખાડાઓમાં પડી ગયા. અને બાકીના ડુંગરાઓમાં નાસી ગયા. |
11
|
સદોમ અને ગમોરાહની પાસે જે કંઈ હતું તેને તેના શત્રુઓએ લઈ લીધું. તેઓએ તેમનો આખો અન્નભંડાર અને માંલમિલકત લઈ લીધાં અને ચાલ્યા ગયા. |
12
|
ઇબ્રામના ભાઈનો પુત્ર લોત સદોમમાં રહેતો હતો, તેને શત્રુઓએ પકડી લીધો. તેની પાસે જે કાંઈ હતું તેને પણ દુશ્મનો લઈને ચાલ્યા ગયા. |
13
|
પછી એક ન પકડાયેલા માંણસે ઇબ્રામ જે હિબ્રૂ હતો તેને આ બધાનો અહેવાલ આપ્યો. ત્યારે ઇબ્રામ અમોરી માંમરેનાં વિશાળ વૃક્ષો પાસે રહેતો હતો. માંમરે એશ્કોલ અને આનેરનો ભાઈ થતો હતો. તેઓએ ઇબ્રામને મદદ કરવા એક સંધિ કરી. |
14
|
જ્યારે ઇબ્રામને ખબર પડી કે, પોતાના ભાઈને પકડી ગયા છે, ત્યારે તેણે પોતાના પરિવારના નીવડેલા 318 માંણસોને લઇને દાન સુધી તે લોકોનો પીછો પકડયો. |
15
|
તે અને તેના લોકો ટોળીઓમાં વહેંચાઈ ગયા, દુશ્મન પર રાત્રે હુમલો કર્યો, તેમને હરાવ્યા અને દમસ્કની ઉત્તરે આવેલ હોબાહ સુધી તેમનો પીછો કર્યો. |
16
|
અને ઇબ્રામ દુશ્મનો દ્વારા ચોરાયેલી બધી વસ્તુઓ પાછી લાવ્યા. અને પોતાના કુટુંબી લોતને તથા તેની માંલમત્તા અને સ્ત્રીઓ તેમજ બાકીના લોકોને પણ તે પાછા લઈ આવ્યા. |
17
|
કદોરલાઓમેરને અને તેની સાથેના રાજાઓને હરાવીને ઇબ્રામ પાછો આવ્યો ત્યારે સદોમનો રાજા તેને મળવા માંટે શાવેહની ખીણમાં, એટલે કે, રાજાની ખીણમાં સામો ગયો. |
18
|
શાલેમનો રાજા મલ્ખીસદેક પણ ઇબ્રામને મળવા ગયો. મલ્ખીસદેક પરાત્પર દેવનો યાજક હતો. મલ્ખીસદેક રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો હતો. |
19
|
અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપતાં કહ્યું:“પૃથ્વી અને આકાશના સર્જનહાર પરાત્પર દેવના આશીર્વાદ ઇબ્રામ પર ઊતરો. |
20
|
તમને તમાંરા દુશ્મનોને હરાવીને પઢડવા માંટે મદદ કરનાર પરાત્પર દેવની આપણે સ્તુતિ કરીએ.”અને ઇબ્રામે યુદ્વ દરમ્યાન લધેલી બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો. |
21
|
પદ્ધી સદોમના રાજાએ કહ્યું, “તમે આ બધી વસ્તુઓ પોતાની પાસે રાખી શકો છો. ફકત માંરા જે મૅંણસોને દુશ્મનો પઢડીને લઈ ગયા હતા તે મને સુપ્રત કરો.” |
22
|
પરંતુ ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “મેં પૃથ્વી અને આકાશના સર્જનહાર યહોવા, પરાત્પર દેવ સમક્ષ સમ લધા છે કે, |
23
|
જે તમાંરી વસ્તુઓ છે તેમાંથી કંઈ પણ લઈશ નહિ. તારો એક તાંતણો કે, જોડાની વૅંધરી સુદ્વાં નહિ લઉ. હું એ નથી ઈચ્દ્ધતો કે, તું એમ કહે કે, ‘મેં ઇબ્રામને ધનવાન બનાવ્યો છે.’ |
24
|
હું તો ફકત એ જ ભોજનનો સ્વીકાર કરીશ જે માંરા જુવાનોએ ખાધું છે. પરંતુ તમે બીજા લોકોને તેનો ભાગ આપો. આપણી લડાઈમાં જીતેલી વસ્તુઓ તમે લઈ લો અને તેમાંથી થોડીક આનેર એશ્કોલ અને માંમરેને આપો. આ લોકોએ લડાઈમાં મને મદદ કરી હતી.” |
Genesis 14:2 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...