Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Genesis Chapters

Genesis 14 Verses

Bible Versions

Books

Genesis Chapters

Genesis 14 Verses

1 આમ્રાફેલ શિનઆરનો રાજા હતો. આર્યોખ એલ્લાસારનો રાજા હતો. કદોરલાઓમેર એલામનો રાજા હતો. અને તિદાલ ગોઈમનો રાજા હતો.
2 આ બધાં ચાર રાજાઓ સદોમના રાજા બેરા, ગમોરાહના રાજા બિર્શા, આદમાંહના રાજા શિનાબ, સબોઈમના રાજા શેમેબેર અને બેલાના, રાજા (બેલાને સોઆર પણ કહે છે).
3 એટલે કે, સોઆરના રાજા સાથે યુદ્વે ચડયા.3આ પાંચ રાજાઓએ સિદ્દીમની ખીણમાં. (અર્થાત ખારા સમુદ્રમાં) સેનાઓ ભેગી કરી.
4 એમણે બાર વર્ષ સુધી કદોરલાઓમેરની સેવા કરી હતી. પરંતુ તેરમાં વષેર્ તે બધા તેની વિરુધ્ધ થઈ ગયા.
5 તેથી ચૌદમાં વષેર્ કદોરલાઓમેર બીજા રાજાઓ સાથે તેમની વિરુધ્ધ લડવા માંટે આવ્યો. તેમણે રફીઓને લોકો આશ્તરોથ-કારનાઇમ, ઝુઝી લોકોને હામમાં, એમી લોકોને શાવેહ કિર્યાથાઈમમાં,
6 અને સેઇરનાં પર્વતીય પ્રદેશમાં રહેતા હોરી લોકોને એલપારાનમાં (જે રણની નજીક છે) હાંકી કાઢયાં.
7 ત્યારપછી રાજા કદોલવિમેર પાછો ફર્યો અને એન-મિશ્પાટ એટલે કે, કાદેશ આવીને તેમણે અમાંલેકીઓના સમગ્ર પ્રદેશને તથા હાસસોનતામાંરમાં રહેતા અમોરીઓને પણ તાબે કર્યાં.
8 તે સમય પછી સદોમનો રાજા, ગમોરાહનો રાજા, આદમાંહનો રાજા, સબોઈમનો રાજા અને બેલાનો એટલે કે, સોઆરનો રાજા, તેઓ બધા ભેગા મળીને પોતાના શત્રુઓ સામે લડવા માંટે ગયા.
9 તેઓ સિદીમની ખીણમાં એલામના રાજા કદોરલાઓમેર તથા ગોઈમના રાજા તિદાલ. શિનઆરના રાજા આમ્રાફેલ અને એલ્લાસારના રાજા આર્યોખ સામે યુદ્વે ચઢવા તૈયાર થયા. ચાર રાજાઓ સામે પાંચ રાજાઓ લડી રહ્યા હતા.
10 સિદ્દીમની ખીણમાં ડામરથી ભરેલા અનેક ખાડાઓ હતા. અને સદોમ અને ગમોરાહના રાજાઓ ભાગતા હતા ત્યારે એ ખાડાઓમાં પડી ગયા. અને બાકીના ડુંગરાઓમાં નાસી ગયા.
11 સદોમ અને ગમોરાહની પાસે જે કંઈ હતું તેને તેના શત્રુઓએ લઈ લીધું. તેઓએ તેમનો આખો અન્નભંડાર અને માંલમિલકત લઈ લીધાં અને ચાલ્યા ગયા.
12 ઇબ્રામના ભાઈનો પુત્ર લોત સદોમમાં રહેતો હતો, તેને શત્રુઓએ પકડી લીધો. તેની પાસે જે કાંઈ હતું તેને પણ દુશ્મનો લઈને ચાલ્યા ગયા.
13 પછી એક ન પકડાયેલા માંણસે ઇબ્રામ જે હિબ્રૂ હતો તેને આ બધાનો અહેવાલ આપ્યો. ત્યારે ઇબ્રામ અમોરી માંમરેનાં વિશાળ વૃક્ષો પાસે રહેતો હતો. માંમરે એશ્કોલ અને આનેરનો ભાઈ થતો હતો. તેઓએ ઇબ્રામને મદદ કરવા એક સંધિ કરી.
14 જ્યારે ઇબ્રામને ખબર પડી કે, પોતાના ભાઈને પકડી ગયા છે, ત્યારે તેણે પોતાના પરિવારના નીવડેલા 318 માંણસોને લઇને દાન સુધી તે લોકોનો પીછો પકડયો.
15 તે અને તેના લોકો ટોળીઓમાં વહેંચાઈ ગયા, દુશ્મન પર રાત્રે હુમલો કર્યો, તેમને હરાવ્યા અને દમસ્કની ઉત્તરે આવેલ હોબાહ સુધી તેમનો પીછો કર્યો.
16 અને ઇબ્રામ દુશ્મનો દ્વારા ચોરાયેલી બધી વસ્તુઓ પાછી લાવ્યા. અને પોતાના કુટુંબી લોતને તથા તેની માંલમત્તા અને સ્ત્રીઓ તેમજ બાકીના લોકોને પણ તે પાછા લઈ આવ્યા.
17 કદોરલાઓમેરને અને તેની સાથેના રાજાઓને હરાવીને ઇબ્રામ પાછો આવ્યો ત્યારે સદોમનો રાજા તેને મળવા માંટે શાવેહની ખીણમાં, એટલે કે, રાજાની ખીણમાં સામો ગયો.
18 શાલેમનો રાજા મલ્ખીસદેક પણ ઇબ્રામને મળવા ગયો. મલ્ખીસદેક પરાત્પર દેવનો યાજક હતો. મલ્ખીસદેક રોટલી અને દ્રાક્ષારસ લઈને આવ્યો હતો.
19 અને તેણે ઇબ્રામને આશીર્વાદ આપતાં કહ્યું:“પૃથ્વી અને આકાશના સર્જનહાર પરાત્પર દેવના આશીર્વાદ ઇબ્રામ પર ઊતરો.
20 તમને તમાંરા દુશ્મનોને હરાવીને પઢડવા માંટે મદદ કરનાર પરાત્પર દેવની આપણે સ્તુતિ કરીએ.”અને ઇબ્રામે યુદ્વ દરમ્યાન લધેલી બધી વસ્તુઓમાંથી તેને દશમો ભાગ આપ્યો.
21 પદ્ધી સદોમના રાજાએ કહ્યું, “તમે આ બધી વસ્તુઓ પોતાની પાસે રાખી શકો છો. ફકત માંરા જે મૅંણસોને દુશ્મનો પઢડીને લઈ ગયા હતા તે મને સુપ્રત કરો.”
22 પરંતુ ઇબ્રામે સદોમના રાજાને કહ્યું, “મેં પૃથ્વી અને આકાશના સર્જનહાર યહોવા, પરાત્પર દેવ સમક્ષ સમ લધા છે કે,
23 જે તમાંરી વસ્તુઓ છે તેમાંથી કંઈ પણ લઈશ નહિ. તારો એક તાંતણો કે, જોડાની વૅંધરી સુદ્વાં નહિ લઉ. હું એ નથી ઈચ્દ્ધતો કે, તું એમ કહે કે, ‘મેં ઇબ્રામને ધનવાન બનાવ્યો છે.’
24 હું તો ફકત એ જ ભોજનનો સ્વીકાર કરીશ જે માંરા જુવાનોએ ખાધું છે. પરંતુ તમે બીજા લોકોને તેનો ભાગ આપો. આપણી લડાઈમાં જીતેલી વસ્તુઓ તમે લઈ લો અને તેમાંથી થોડીક આનેર એશ્કોલ અને માંમરેને આપો. આ લોકોએ લડાઈમાં મને મદદ કરી હતી.”

Genesis 14:19 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×