Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Ezekiel Chapters

Ezekiel 20 Verses

Bible Versions

Books

Ezekiel Chapters

Ezekiel 20 Verses

1 સાતમા વર્ષના પાંચમા મહિનાના દશમાં દિવસે ઇસ્રાએલના કેટલાક આગેવાનો પોતાના સવાલો યહોવાને પૂછવા માટે મારી સમક્ષ આવીને બેઠા.
2 તે સમયે મને આ પ્રમાણે યહોવાની વાણી સંભળાઇ:
3 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના આગેવાનોને આ પ્રમાણે કહે: ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે મારા મનની વાત જાણવા આવ્યા છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું કે, હું તમને મારા મનની વાત નહિ કહું. આ યહોવા મારા માલિકના વચન છે.’
4 હે મનુષ્યના પુત્ર! શું તું તેઓનો ન્યાય કરશે? તો તેઓને દોષિત ઠરાવ અને તેઓના પિતૃઓનાં ધિક્કારપાત્ર કૃત્યો વિષે તેઓને જણાવ.
5 હું તને જણાવું છું તે તેઓને કહી સંભળાવ; ‘ઇસ્રાએલની મેં પસંદગી કરી ત્યારે મેં તેઓને વચન આપ્યું હતું તેમને દર્શન દીધાં હતાં, ત્યારે મેં પ્રતિજ્ઞાપૂર્વક તેમને જણાવ્યું હતું કે, “હું તમારો દેવ યહોવા છું.
6 હું તમને મિસરની બહાર લઇ જઇ તમારે માટે પસંદ કરેલા દેશમાં લઇ જઇશ, જે વિશ્વના દેશોમાં સૌથી રળિયામણો છે અને જ્યાં દૂધ અને મધની રેલછેલ છે.
7 “પરંતુ તમે જેના ઉપર મોહી પડ્યા છો તે ત્રાસજનક મૂર્તિઓને તમારામાંના એકેએક જણે ફેંકી દેવી પડશે. મિસરની મૂર્તિઓથી તમારે તમારી જાતને અશુદ્ધ કરવાની નથી, કારણ, હું યહોવા જ તમારો દેવ છું.”
8 પરંતુ તેઓ મારી સામે થયા, મારું કહ્યું સાંભળવાની તેમણે ના પાડી અને તેમનામાંના એકે જણે ન તો ધૃણાજનક મૂર્તિઓ ફેંકી દીધી કે ન તો મિસરની મૂર્તિઓનો ત્યાગ કર્યો. એટલે મિસરમાં જ તેમના પર મારો પૂરો રોષ ઉતારવાનો મેં વિચાર કર્યો હતો.
9 પણ મેં તેમ કર્યું નહિ, કારણ, જો મેં તેમ કર્યું હોત તો તે લોકો જેમની વચ્ચે વસતા હતા તેમની નજરમાં મારું નામ હલકું પડત, કારણ કે તેમના દેખતાં જ મેં જાહેર કર્યું હતું કે, ‘હું એ લોકને મિસરમાંથી બહાર લઇ જનાર છું.’
10 આથી મેં તેમને મિસરમાંથી બહાર કાઢીને રણમાં લાવીને મૂક્યા.
11 મેં તેમને મારા નિયમો આપ્યા અને મારી આજ્ઞાઓ સમજાવી. જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે.
12 તેઓ મારી પોતાની જ પ્રજા છે એની એંધાણીરૂપે મેં તેમને ખાસ આરામના દિવસો આપ્યા, તેથી તેઓ જાણે કે, હું યહોવા એ જ એક છું કે જે તેમને પવિત્ર બનાવે છે.
13 “‘પરંતુ ઇસ્રાએલીઓ રણમાં પણ મારી વિરુદ્ધ થયા. તેઓ મારા નિયમની વિરુદ્ધ ગયાં અને મારી સૂચનાઓનો અસ્વીકાર કર્યો, જેનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. તેમણે ખાસ વિશ્રામવારોનો બહુ ખરાબ રીતે ભંગ કર્યો છે. આથી, તેમના પર મારો રોષ વરસાવીને રણમાં જ તેમનો સંહાર કરવાનો મેં નિર્ણય કર્યો,
14 પણ મેં તેમ કર્યું નહિ, કારણ, જો મેં તેમ કર્યું હોત તો જે પ્રજાઓના દેખતાં હું તેને મિસરમાંથી બહાર લઇ આવ્યો હતો તેમની નજરમાં મારું નામ હલકું પડત.
15 આથી મેં રણમાં પ્રતિજ્ઞા લીધી કે, મેં તેમને જે ભૂમિ આપવાનું નક્કી કર્યું હતું જ્યાં દૂધ અને મધની રેલછેલ છે અને જે સૌથી રળિયામણી છે- ત્યાં હું તેમને નહિ લઇ જાઉં.
16 “‘કારણ, તેમણે મારા કાનૂનોનો તિરસ્કાર કર્યો છે, મારા નિયમોનો ભંગ કર્યો છે અને બહુ ખરાબ રીતે મારા વિશ્રામવારનો ભંગ કર્યો છે, અને તેમના મન મૂર્તિઓ પર મોહી પડ્યાં છે.
17 તેમ છતાં મને તેમના પર દયા આવી. મેં તેમનો સંહાર ન કર્યો, રણમાં જ તેમને બધાને પૂરા ન કર્યા.
18 મેં તેમનાં સંતાનોને કહ્યું, “તમારા પૂર્વજોના નિયમોને અનુસરશો નહિ, તેમના હુકમોને અનુસરશો નહિ કે તેમની મૂર્તિઓની પૂજા કરીને તમારી જાતને અશુદ્ધ કરશો નહિ.
19 હું યહોવા તમારો દેવ છું. તમારે મારી આજ્ઞાઓ પાળવાની છે, મારા નિયમોને અનુસરવાનું છે અને તે પ્રમાણે ચાલવાનું છે.
20 વિશ્રામવારને તમારે પવિત્ર ગણીને પાળવો, જેથી તે આપણી વચ્ચેના કરારની નિશાની બની રહે અને તમને ખબર પડે કે હું યહોવા દેવ છું.”
21 “‘પરંતુ તેઓનાં સંતાનોએ પણ મારી વિરુદ્ધ બંડ કર્યું. તેઓ મારા નિયમો પ્રમાણે ચાલ્યા નહિ અને મારા કાનૂનો અનુસરવાની કાળજી રાખી નહિ. મારા કાયદાઓનું પાલન કરવાથી માણસ જીવન પામે છે. વળી તેઓએ મારા વિશ્રામવારને અપવિત્ર કર્યા. તેથી મેં રણમાં તેમના પર મારો રોષ વરસાવવાનો નિર્ણય કર્યો.
22 પણ હું શાંત રહ્યો. જો મેં એમ ન કર્યું હોત તો જે પ્રજાઓના દેખતા હું તેમને મિસરમાંથી બહાર લાવ્યો હતો તેમની નજરમાં મારું નામ હલકું પડત.
23 આથી મેં રણમાં બીજી પ્રતિજ્ઞા કરી કે, હું તેમને બીજી પ્રજાઓમાં વેરવિખેર કરી નાખીશ અને વિદેશી ભૂમિઓમાં છોડી મૂકીશ.’
24 “‘કારણ, તેમણે મારા કાનૂનોનું ઉલ્લંધન કયુંર્ છે, મારા હુકમોનો ભંગ કર્યો છે, બહુ ખરાબ રીતે મારા વિશ્રામવારનો ભંગ કર્યો છે અને તેમના પૂર્વજોની મૂર્તિઓની પૂજા કરી છે.
25 એટલું જ નહિ, મેં તેમને ખરાબ નિયમો પાળવા દીધા, અને એવી આજ્ઞાઓ ઉઠાવવા દીધી જેનાથી જીવન પ્રાપ્ત ન થાય.
26 મેં તેમને પોતાનાં પહેલાં સંતાનોનો મૂર્તિઓને ભોગ ચઢાવી એ બલિથી જ અશુદ્ધ થવા દીધા. આમાં મારો હેતુ તેમને સજા કરીને ખબર પાડવાનો હતો કે હું યહોવા, છું.’
27 માટે, હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલીઓને કહે; ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમારા પૂર્વજોએ એક બીજી રીતે પણ મારું અપમાન કર્યું છે. તેઓ મારા પ્રત્યે વિશ્વાસઘાતી નીવળ્યાં છે.
28 મેં તેઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં હું તેઓને લાવ્યો. ત્યાં તેઓએ ઊંચા પર્વતો અને ઘટાદાર વૃક્ષો જોયાં. અને તે દરેકની આગળ બલિદાનો, સુવાસિત ધૂપ અને પેયાર્પણો અર્પણ કરી તેઓએ મને ક્રોદિત કર્યો છે.
29 મેં તેઓને કહ્યું;’ તમે જ્યાં જાઓ છો તે ઉચ્ચસ્થાન શું છે? અને ત્યારથી તે ‘ઉચ્ચસ્થાન’ ડુંગર પરના થાનકો કહેવાય છે.”‘
30 “હવે તું ઇસ્રાએલીઓને કહે કે, ‘આ યહોવા મારા માલિકના વચન છે: તમે તમારા વડવાઓની જેમ વતીર્ ને ષ્ટ થાઓ છો, તેમની ધૃણાસ્પદ મૂર્તિઓ પાછળ પડો છો,
31 તેમની આગળ ભેટ ધરાવો છો અને તમારાં બાળકોને અગ્નિમાં હોમો છો, અને છતાં તમે ઇસ્રાએલીઓ મારા મનની વાત જાણવા આવો છો? હું મારા જીવના સમ ખાઇને કહું છું, આ હું યહોવા તમારો માલિક બોલું છું, કે હું તમને મારા મનની વાત જણાવનાર નથી.
32 બીજી પ્રજાઓની જેમ, વિદેશીઓની જેમ આપણે પણ લાકડાંના અને પથ્થરના દેવોની પૂજા કરીશું.’ તમારા મનમાં એવી જે ઇચ્છાઓ તમે ઘરાવો છો તે હું સાચી પડવા દેનાર નથી.”‘
33 યહોવા મારા માલિક કહે છે કે, “હું પ્રતિજ્ઞાપૂર્વક કહું છું કે મારા ક્રોધમાં અને મારા પરાક્રમમાં તથા સમર્થ ભુજ વડે તમારા પર શાસન ચલાવીશ.
34 તમે જે પ્રજાઓમાં વિખેરાઇ ગયા છો ત્યાંથી હું તમને મારા ક્રોધથી અને મારા પરાક્રમથી મારા સમર્થ ભુજ વડે બહાર લાવી એકત્ર કરીશ.
35 હું તમને પ્રજાઓની રણભૂમિમાં દોરી જઇશ અને ત્યાં મોઢામોઢ તમારી સામે વાદ ચલાવીશ.
36 જેમ મેં મિસરના રણમાં તમારા પૂર્વજોની સામે વાદ ચલાવ્યું હતું તેમ અત્યારે તમારી સામે ઉભો રહીને ચલાવીશ.” આ યહોવા મારા માલિકના વચન છે.
37 “હું તને મારા દંડ નીચેથી પસાર કરીશ અને મારા કરારની શરતોને આધિન રાખીશ.
38 મારી વિરુદ્ધ બંડ કરનાર અને પાપમાં જીવનાર સર્વને હું તમારામાંથી દૂર કરીશ જ્યાં તેઓ બંદીવાન છે તે દેશોમાંથી હું તેઓને બહાર લાવીશ, પણ તેઓ ઇસ્રાએલમાં પ્રવેશ કરશે નહિ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”
39 હવે, હે ઇસ્રાએલના કુળ, યહોવા, મારા માલિક તારા માટે કહે છે: “જો તમે મને સાંભળવા માંગતા નથી અને તમે તમારી મલિન મૂર્તિઓની પૂજા કરવા ચાહો છો, તો તમે તેમ કરવાનું ચાલુ રાખો. પણ તમે તમારી મલિન મૂર્તિઓની ભેટ આપીને, મારા પવિત્ર નામને હવે જરા પણ અભડાવશો નહિ.
40 યહોવા મારા માલિક કહે છે કે, “મારા પવિત્ર પર્વત યરૂશાલેમમાં સર્વ ઇસ્રાએલી લોકો મારી ભકિત કરશે. ત્યાં હું તમારો સ્વીકાર કરીશ અને તમારાં ઉપહાર અને તમારા ઉત્તમ અર્પણો મારી પાસે લાવવા હું તમને એકઠા કરીશ.
41 તમે જે દેશોમાં વિખેરાઇ ગયા હતા ત્યાંથી હું તમને એકઠા કરીશ ત્યારે હું તમને સુવાસિત ધૂપની જેમ સ્વીકારીશ અને સર્વ પ્રજાઓના દેખતાં હું તમારી મધ્યે પવિત્ર મનાઇશ.
42 તમારા પિતૃઓને જે દેશ આપવાનું મેં પ્રતિજ્ઞાપૂર્વક વચન આપ્યું હતું તે દેશોમાં હું તમને લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.
43 પછી, તમે યાદ કરશો કે, પહેલાં તમે દુષ્કૃત્યો કરીને કેવા અશુદ્ધ થયા હતા અને તમે આચરેલા પાપોને કારણે તમને તમારા પોતાના પર ધૃણા પેદા થશે.
44 “જ્યારે તમારા દુષ્ટ માગોર્ અને તમારા અધમ આચરણને કારણે મારે તમારી સાથે જે રીતે વર્તવું જોઇએ તેમ ન કરતાં મેં મારા નામને ગૌરવ અપાવે તેની વર્તણૂક તમારી સાથે કરી છે એમ તમે જાણશો ત્યારે તમને ખાતરી થશે કે હું યહોવા છું.” આ યહોવા મારા માલિકના વચન છે.
45 પછી મને યહોવાની વાણી આ પ્રમાણે સંભળાઇ:
46 “હે મનુષ્યના પુત્ર, તું દક્ષિણ તરફ જો અને નેગેબના જંગલો તરફ જોઇને ભવિષ્ય ભાખ.
47 દક્ષિણના જંગલમાં જઇને મારી ચેતવણી ઉચ્ચાર, તેમને કહે કે; ‘યહોવાની વાણી સાંભળ; આ યહોવા મારા માલિકના વચન છે; હું તને આગ લગાડું છું, એ તારા એકેએક લીલાં તેમજ સૂકાં વૃક્ષને સ્વાહા કરી જશે. એને કોઇ હોલવી નહિ શકે. એ દક્ષિણથી ઉત્તર સુધી ફેલાઇ જશે અને એકેએક માણસનો ચહેરો એનાથી દાઝી જશે.
48 અને બધા માણસોને ખાતરી થશે કે એ આગ પેટાવનાર હું યહોવા છું અને એને હોલવી શકાય એમ નથી.”‘
49 પછી મેં કહ્યું, “હે યહોવા મારા માલિક, તેઓએ મને કહ્યું, ‘તું તો અમને ફકત કોયડાઓ જ કહે છે.”‘

Ezekiel 20:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×