“મૂસાએ કહ્યું, યહોવા આપણી પાસે સિનાઈ પર્વત પરથી આવ્યા. તે સેઈર પર્વત પરથી પોતાના લોકો સામે સૂર્યની જેમ પ્રગ્રટ થયા. પારાન પર્વત પરથી તે પ્રકાશ્યા. તેમની સાથે 10,000 દૂતો હતા. અને તેમને જમણે હાથે ઝળહળતી જવાળા હતી.
યહૂદા માંટે મૂસાએ કહ્યું, “હે યહોવા, યહૂદાનો પોકાર સાંભળજે, અને તેને તેના લોકો પાસે લાવ, તેને બળ આપજો અને એમના દુશ્મનોનો સામનો કરવામાં એમને સહાય કરજો.”
ત્યારબાદ મૂસાએ લેવી વંશ વિષે કહ્યું, “હે યહોવા, લેવી વંશજો તમાંરા સાચા સેવકો છે, તેઓ ઉરીમ અને તુમ્મીમ રાખે છે. માંસ્સાહ મુકામે તેં લેવીની પરખ કરી હતી, અને મરીબાહના ઝરણાં આગળ તેં એમની કસોટી કરી હતી.
અને તેઓએ તમાંરી આજ્ઞા માંથે ચઢાવી હતી. તેઓ તમાંરી સાથેના કરારને વળગી રહ્યા હતા. પોતાના માંતાપિતાને તેમણે કહ્યું હતું; અમે તમને જરા પણ ઓળખતા નથી. અને તેઓએ પોતાના ભાઈઓ અને સંતાનોને પણ ઓળખવાનો ઇન્કાર કર્યો હતો.
પૃથ્વીની સમગ્ર સમૃદ્વિ એને મળો. બળતાં ઝાંખરામાં પ્રગટ થયેલ યહોવાની તેના આશીર્વાદોથી તેને આશીર્વાદિત કરે એમના ઉપર કૃપાવૃષ્ટિ થાઓ, કારણ કે, બધા ભાઈઓથી તેને જુદો કરવામાં આવ્યો હતો, તેમના પર સર્વ આશીર્વાદ ઊતરો.
એ મહાન પ્રતાપી બળદના જેવો છે, એનાં શિંગડાં રાની સાંઢના જેવાં છે, જે ભોંકી ભોંકીને તે પ્રજાઓને પૃથ્વીને છેડે હાંકી કાઢશે. એફાઈમના અસંખ્ય યોદ્વાઓ અને મનાશ્શાના હજારો યોદ્વાઓ એના શિંગડાં છે.”
ગાદના આશીર્વાદો: “ગાદના પ્રદેશને વિસ્તારનાર આશીર્વાદીત હો! ગાદ સિંહ જેવો છે, તેના શિકારને ઝડપવા તૈયાર છે, અને પછી તે તેઓના હાથોને કાઢી અને તેમની ખોપરીઓ ભાંગી નાખે છે.
તેણે પોતાના માંટે ઉત્તમમાં ઉત્તમ પ્રદેશ કર્યો હતો. કારણ કે, તેને આગેવાન તરીકેનો ભાગ ફાળવવામાં આવ્યો હતો. તેણે લોકોને નેતૃત્વ પૂરૂં પાડયું, કારણ કે, ઇસ્રાએલ માંટેની યહોવાની આજ્ઞાઓ અને ન્યાયચુકાદાનો તેણે અમલ કર્યો.”
ત્યારબાદ નફતાલી વિષે તેણે કહ્યું, “નફતાલી પર તો યહોવાની કૃપા અપરંપાર છે, તેના પર યહોવાના અસીમ આશીર્વાદ છે. તેનો પ્રદેશ ગાલીલના સરોવરથી છેક દક્ષિણ સુધી વિસ્તરે છે.”
આગળ જતાં તેણે આશેર વિષે કહ્યું, “બધા પુત્રોમાં આશેર સૌથી વધારે વહાલો હોવાથી વધુ માંનીતો હતો તેથી વધુ લાભ પામ્યો છે. તે પોતાના પગ જૈતતેલમાં બોળે છે, તેના પ્રદેશમાં મબલખ તેલ પેદા થાય છે.
હે ઇસ્રાએલ, તું આશીર્વાદિત છે! તમાંરા આશીર્વાદો કેવા મહાન છે! યહોવાના હાથે ઉદ્વાર થનાર તારા જેવી બીજી કોઈ પ્રજા નથી. યહોવા ઢાલની જેમ તારૂં રક્ષણ કરે છે. તે તને વિજય અપાવનાર તરવાર જેવા છે. તમાંરા દુશ્મનો તમાંરા પગમાં પડશે, તમે તમાંરા પગ વડે તેઓને છૂંદી નાખશો અને તેઓની પવિત્ર જગ્યાઓને કચરી નાખશો.”