Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Deuteronomy Chapters

Deuteronomy 16 Verses

Bible Versions

Books

Deuteronomy Chapters

Deuteronomy 16 Verses

1 “આબીબના મહિનામાં યહોવા તમાંરા દેવના માંનમાં પાસ્ખાપર્વને ઊજવવાનું હંમેશા યાદ રાખશો. કારણ કે, એ મહિનામાં તમાંરા દેવ યહોવા તમને રાતોરાત મિસરમાંથી બહાર લઈ આવ્યા હતા.
2 યહોવાએ પસંદ કરેલા પવિત્રસ્થાને તમાંરે તમાંરા દેવ યહોવાને બલિદાન તરીકે એક નર ગાડરુ, લવારું કે વાછરડું ધરાવવું.
3 તમાંરે એના પ્રસાદ સાથે બેખમીર રોટલી ખાવી. મિસરમાંથી તમે નાસી છૂટયા ત્યારે જે રોટલી ખાધી હતી તેની સ્મૃતિમાં તમે સાત દિવસ સુધી બેખમીર રોટલી ખાઓ. કારણ કે, તમાંરે મિસરમાંથી બહુ ઉતાવળમાં નીકળવું પડયું હતું અને આ રીતે તમે મિસરમાંથી જે રીતે જે દિવસે બહાર આવ્યા તેની સ્મૃતિ જીવનભર તાજી રાખશો.
4 સાત દિવસ પર્યંત તમાંરા ઘરમાં ખમીરનો છાંટો પણ ન હોવો જોઈએ. તેમજ પહેલે દિવસે સાંજે વધેરેલા પશુનું થોડું પણ માંસ સવાર સુધી વાસી રહેવું જોઈએ નહિ.
5 “પાસ્ખાના બલિદાનનું પશુ તમાંરે તમાંરા દેવ યહોવાએ તમને આપેલા કોઈ પણ ગામમાં વધેરવું નહિ.
6 પરંતુ તમાંરે યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલા સ્થાને જ વધેરવું. તમાંરે એ પશુને પાસ્ખાના બલીને સંધ્યાકાળે જે સ્દ્માંમયે તમે મિસરમાંથી બહાર આવ્યા હતા ત્યારે માંરવું.
7 અને યહોવાએ પસંદ કરેલ પવિત્રસ્થાને જ તમાંરે તે રૌંધીને ખાવું અને સવારમાં પાછા પોતપોતાને ઘેર જવા નીકળવું.
8 છ દિવસ સધી તમાંરે બેખમીર રોટલી જ ખાવી. સાતમાં દિવસે પ્રત્યેક નગરમાં લોકો યહોવા તમાંરા દેવ સમક્ષ તેમના માંનમાં ઉત્સવની પૂર્ણાહૂતિ કરે, તે દિવસે કોઈ કામ કરવું નહિ.
9 “ઊભા પાકને લણવાની શરૂઆત કરો ત્યારથી તમાંરે સાત અઠવાડિયાં ગણવાં,
10 ત્યાર બાદ તમાંરા દેવ યહોવાના માંનમાં કાપણીનો ઉત્સવ ઊજવવો, અને યહોવાના તમાંરા પરના આશીર્વાદોના કારણે થયેલી ઊપજના પ્રમૅંણમાં તમાંરે ઐચ્છિકાર્પૈંણ લાવવું.
11 યહોવાએ પોતાની ઉપાસના માંટે પસંદ કરેલા સ્થાને તમાંરે અને તમાંરાં સંતાનોએ, તમાંરાં દાસદાસીઓએ, તમાંરા ગામમાં વસતા લેવીઓએ, અને તમાંરા ભેગા વસતા વિદેશીઓ, અનૅંથો તથા વિધવાઓએ મળીને આ આનંદોત્સવ મૅંણવો.
12 તમે મિસરમાં ગુલામ હતા, તેથી આ આજ્ઞાનું પાલન કરીને કાળજીપૂર્વક નિયમોનું પાલન કરવાનું યાદ રાખજો.
13 “તમે તમાંરાં ખળામાં અનાજ ઉપણવાનું અને દ્રાક્ષા પીલવાનું કામ પૂંરુ કરો તે પદ્ધી કાપણીની ઋતુના અંત ભાગમાં સાત દિવસ સધી માંડવાપર્વ ઊજવવું.
14 તમાંરે, તમાંરાં સંતાનો, દાસદાસીઓ, લેવીઓ તથા તમાંરા ગામમાં વસતા વિદેશીઓ, અનાથો અને વિધવાઓ સાથે એ ઉત્સવનો આનંદ મૅંણવો.
15 તમાંરા દેવ યહોવાના માંનમાં તમાંરે યહોવાએ પસંદ કરેલા સ્થાને સાત દિવસ સધી ઉત્સવ ઊજવવો. તમાંરા દેવ યહોવાના આશીર્વાદથી તમને તમાંરા પાકમાં તેમ જ તમાંરાં બધાં કાર્યોમાં થયેલ લાભ માંટે તમાંરે આનૈંદથી ઉત્સવ ઊજવવો, તેથી આનંદ કરો, ને ખુશ રહો.
16 “તમાંરામાંના બધાં પુરુષોએ યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને વર્ષમાં ત્રણ વાર મળવા આવવું જ. બેખમીર રોટલીના પર્વના પ્રસંગે અઠવાડીયા પર્વના પ્રસંગે અને માંડવાયપર્વના પ્રસંગે કોઈ પણ વ્યકિત યહોવા સમક્ષ ખાલી હાથે આવે નહિ.
17 પ્રત્યેકે યહોવાએ આપેલા આશીર્વાદના પ્રમાણમાં પોતપોતાની શકિત મુજબ અર્પૈંણો લાવવા.
18 “તમાંરા યહોવા દેવ તમને જે બધાં નગરો આપે તેમાં તમાંરે વંશવાર ન્યાયાધીશો તથા બીજા વહીવટી અધિકારીઓની નિમણૂક કરવી, અને તેઓએ સમગ્ર દેશમાં ઉચિત ન્યાય કરવો.
19 તેમણે ન્યાયના કામમાં ઘાલમેલ કરવી નહિ. કોઈની શરમમાં ખેંચાવું નહિ, લાંચ લેવી નહિ, કારણ લાંચ શૅંણા મૅંણસને પણ અંધ બનાવી દે છે. અને ન્યાયી મૅંણસ પાસે પણ ખોટા ચુકાદા અપાવે છે.
20 સારાપણું અને નિષ્પક્ષપણું મહત્વનાં છે, હંમેશા સારા અને નિષ્પક્ષ રહેવા ઇચ્દ્ધો. તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે જેમાં તમે કાયમ માંટે વસવાટ કરવાના છો તેના પર જીવતા રહેવાનો આ એક જ માંર્ગ છે.દેવ યહોવા મૂર્તિઓને ધિક્કારે છે
21 “તમે તમાંરા દેવ યહોવા માંટે વેદી બાંધો તો તેની પાસે કોઈ પણ સંજોગોમાં શરમજનક મૂર્તિઓ કે અશેરાદેવીઓનું કોઈ પણ લાકડાનું પ્રતીક રોપવું નહિ.
22 તેમજ કોઈ પૂજાસ્તંભ ઊભો કરવો નહિ. કારણ કે; તમાંરા દેવ યહોવા તેઓને ધિક્કારે છે.

Deuteronomy 16:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×