“જો કોઈ બે માંણસો વચ્ચે ઝઘડો હોય કે તકરાર હોય તો તેઓએ ન્યાય માંટે અદાલતમાં જવું જોઇએ. અને ન્યાયાધીશો કોણ નિદોર્ષ છે અને કોણ ગુનેગાર છે તેનો ફેસલો કરશે.
ગુના અનુસાર જો ગુનેગાર ફટકા માંરવા યોગ્ય હોય તો એ નક્કી કરાશે કે તેને કેટલા ફટકા માંરવા. ગુનેગારે પોતાનું મોઢું નીચે તરફ રાખી સુવુ અને તેને ઉચીત માંત્રામાં ફટકા માંરવા.
ચાબુકના ચાળીસ ફટકાથી વધારે ફટકાની સજા કરી શકાય નહિ; જો ચાળીસથી વધારે ફટકા માંરવામાં આવે તો તે બતાવે છે કે તમે તેના જીવનનું મહત્વ જેટલું અંાકવું જોઇએ તેટલું આંકતા નથી.
“બે ભાઈઓ સાથે રહેતા હોય અને તેમાંનો એક નિ:સંતાન મૃત્યુ પામે, તો મરનારની પત્નીએ કુટુંબની બહાર કોઈ પારકા પુરુષને પરણવું નહિ. તેના પતિના ભાઈએ તેની સાથે લગ્ન કરીને દિયર તરીકેની ફરજ બજાવવી.
પરંતુ જો તે પોતાના મૃત ભાઈની પત્ની સાથે લગ્ન કરવા ઇચ્છતો ના હોય તો તે સ્ત્રીએ ચોરામાં નગરના આગેવાનો સમક્ષ જઈને કહેવું કે, ‘માંરો દિયર તેના ભાઈના કુળનું નામ ઇસ્રાએલમાં જીવંત રાખવા માંગતો નથી, વળી તે માંરા પ્રત્યેની પતિ તરીકેની જવાબદારી લેવા ઇચ્છતો નથી.’
તો પછી તે વિધવા વડીલોની હાજરીમાં તેની પાસે જાય, તેના પગમાંથી તેનાં ચંપલ કાઢી નાખે અને તેના મુખ પર થૂંકે, પછી કહે, ‘જે માંણસ પોતાના ભાઈનો વંશ ચાલુ રાખવા ઇચ્છતો નથી તેના આવા જ હાલ થાય છે.’
તે લોકો તમાંરી વિરુદ્ધ લડ્યાં અને તમાંરા લોકો જે થાકી ગયા હતા અને નબળા હતા અને જેઓ બધાની પાછળ ધીમે ચાલી રહ્યાં હતાં તેમના પર આક્રમણ કર્યુ, અમાંલેકીઓને દેવનો ડર ન હતો.
તેથી તમાંરા દેવ યહોવા તમને જે દેશ આપી રહ્યા છે તેમાં તે તમાંરી આસપાસના શત્રુઓથી તમને રાહત આપે ત્યારે તમાંરે અમાંલેકીઓનું નામનિશાન ધરતીના પટ ઉપરથી ભૂંસી નાખવાનું છે, તે બાબત કદી ભૂલશો નહિ.