1
|
જ્યારે તેઓએ મને કહ્યું કે, "ચાલો આપણે યહોવાહના ઘરમાં જઈએ," ત્યારે હું આનંદ પામ્યો. |
2
|
હે યરુશાલેમ, તારા દ્વારોમાં અમે ઊભા રહ્યા હતા. |
3
|
યરુશાલેમ તો હારબંધ ઇમારતોવાળા નગરના જેવું બાંધેલું છે. |
4
|
ત્યાં કુળો ચઢે છે, યહોવાહનાં કુળો, ઇઝરાયલને સાક્ષીરૂપ થવાને અર્થે, યહોવાહના નામનો આભાર માનવાને માટે કુળો ચઢે છે. |
5
|
કેમ કે ત્યાં ઇનસાફનાં રાજ્યાસનો દાઉદના કુટુંબના રાજ્યાસનો સ્થાપવામાં આવેલાં છે. |
6
|
યરુશાલેમની શાંતિને માટે પ્રાર્થના કરો! જેઓ તને ચાહે છે તેને શાંતિ મળો. |
7
|
તારા કોટની અંદર શાંતિ અને તારા મહેલોની અંદર કુશળતા થાઓ. |
8
|
મારા ભાઈઓ તથા મારા મિત્રોની ખાતર હવે હું બોલીશ, "તારામાં શાંતિ થાઓ." |
9
|
આપણા ઈશ્વર યહોવાહના ઘરને અર્થે હું તેની ઉત્તમતાને લીધે પ્રાર્થના કરીશ. |
Psalms 122:1 English Language Bible Words basic statistical display
COMING SOON ...