તેણે ઇસ્રાએલ પ્રજાના સર્વ લોકોને બોલાવ્યા અને કહ્યું, “તમાંરી નજર આગળ મિસર દેશમાં ફારુનને તથા તેના અધિકારીઓને તથા સમગ્ર દેશને યહોવાએ જે કર્યુ તે બધું તમે નિહાળ્યું છે;
તેથી ખાતરી કરો કે તમાંરામાંથી કોઈ પણ વ્યકિત-પુરુષ, સ્ત્રી, કુટુંબ કે ઇસ્રાએલનું કોઈ કુળ-તમાંરા યહોવા દેવ તરફથી ભટકી જઈને બીજી પ્રજાઓના આ દેવોની પૂજા કરવા ન ઇચ્છે. ખાતરી કરો કે તમાંરામાં કોઇ કડવું અને ઝેરી છોડ જેવું તો નથી ને.
“તમાંરામાં એવી કોઈ વ્યકિત ના હોવી જોઈએ, જે આજ્ઞાભંગની સજાનાં વચનો સાંભળ્યા છતાં તેને ગંભીરતાથી ન સ્વીકારે અને એવું વિચારે કે મન ફાવે તે રીતે ચાલીશ છતાં માંરું કશું અહિત નહિ થાય! કારણ, સૂકા ભેગું લીલું પણ બળી જશે.
તો યહોવા તેને માંફ નહિ કરે, તેની સામે યહોવાનો ઉગ્ર રોષ ભભૂકી ઊઠશે અને આ ગ્રંથમાં લખેલી એકેએક સજા તેના પર ઊતરશે, અને યહોવા પૃથ્વી પરથી તેનું નામનિશાન ભૂસી દેશે.
સમગ્ર પ્રદેશમાં સર્વત્ર ગંધક અને મીઠાથી બધી ધરતી બળી ગઈ હશે, કશુંય વાવી શકાય કે ઊગાડી શકાય એવું રહ્યું નહિ હોય, યહોવાએ જયારે રોષે ભરાઈને સદોમ અને ગમોરાહને, આદમાંહને અને સબોઈમને ખેદાન-મેદાન કરી નાખ્યાં હતાં તેના જેવા હાલ તમાંરા થશે.
“તમાંરા યહોવા દેવે તેમના તમાંમ રહસ્યો આપણી સમક્ષ પ્રગટ કર્યા નથી. પરંતુ તેણે આ નિયમ હંમેશાને માંટે આપણી અને આપણા વંશજોની સમક્ષ પ્રગટ કરી છે, જેથી આપણે નિયમના એકેએક વચનોનું પાલન કરીએ.