કેટલાએક લોકો પથારીવશ પક્ષઘાતી માણસને ઈસુ પાસે લાવ્યા. ઈસુએ જોયું કે તેઓને વિશ્વાસ છે તેથી ઈસુએ તે પક્ષઘાતી માણસને કહ્યું, “હે યુવાન માણસ, હિમ્મત રાખ. સુખી થા. તારાં બધાંજ પાપ માફ કરવામાં આવે છે.”
(5-6) માણસના દીકરાને પૃથ્વી પર પાપ માફ કરવાનો અધિકાર છે. પણ આ તમારી આગળ કેવી રીતે સાબિત કરી શકું? તમે એમ ધારતા હશો કે, ‘તારાં પાપ માફ થયાં છે.’ એમ કહેવું સહેલું છે, પણ ખરેખર એમ થયું તે કોઈ જોઈ શક્તું નથી. પણ જો હું એ માણસને એમ કહું, ‘ઊઠ, તારી પથારી લઈને ચાલતો થા,’ તો શું? તો તમે જોઈ શકશો કે ખરેખર મને અધિકાર છે.” તેથી ઈસુએ પક્ષઘાતી માણસને કહ્યું, “ઊભો થા, તારી પથારી ઉપાડ અને તારે ઘેર જા.”
ઈસુ તે રસ્તે થઈને જતો હતો ત્યારે, તેણે કર ઉઘરાવવાની ઓફિસમાં માથ્થી નામના માણસને જોયો. ઈસુએ તેને કહ્યું, “મારી પાછળ ચાલ.” અને માથ્થી ઊભો થયો અને ઈસુને અનુસર્યો.
ઈસુએ કહ્યું, “તમે શાસ્ત્રનો અર્થ સમજો; ‘હું પશુઓના બલિદાન નથી ઈચ્છતો, હું દયા ઈચ્છું છું,’ હું સારા લોકોને આમંત્રણ આપવા નથી આવ્યો પણ પાપીઓને તેડવા આવ્યો છું.”
ઈસુએ ઉત્તર આપ્યો, “જ્યાં સુધી તેમની સાથે વરરાજા હોય ત્યાં સુધી વરરાજાના મિત્રો પાસે ઉદાસીનતાની અપેક્ષા રાખી શકાય? અલબત્ત નહિ જ, પરંતુ જ્યારે તેઓની પાસેથી વરરાજા લઈ લેવાશે ત્યારે સમય આવશે પછી તેઓ ઉપવાસ કરશે.
લોકો તાજો દ્રાક્ષારસ ભરવા માટે જૂની મશકોનો ઉપયોગ નથી કરતાં તેમ કરવાથી જૂની મશકો ફાટી જશે, ત્યાર પછી દ્રાક્ષારસ વહીજશે અને બંને દ્રાક્ષારસ અને દ્રાક્ષારસની મશકો નાશ પામશે. તેથી લોકો હંમેશા નવો દ્રાક્ષારસ ભરવા માટે નવી જ મશકોનો ઉપયોગ કરે છે. આમ કરવાથી દ્રાક્ષારસ અને મશકો બંને સારી રીતે સાચવી શકાય છે.”
ઈસુ જ્યારે આ વાતો કહતો હતો, ત્યારે સભાસ્થાનનો એક અધિકારી આવ્યો અને તેને પગે પડ્યો અને કહ્યું કે, “મારી દીકરી હમણાં જ મરણ પામી છે. તું આવીને માત્ર તારા હાથથી તેને સ્પર્શ કર તો તે સજીવન થશે.”
ઈસુ અંદર ઘરમાં ગયો, ત્યાં તેઓ પણ તેની પાછળ ગયા. ઈસુએ તેમને પૂછયું, “હું તમને ફરીથી દેખતા કરી શકું એવો વિશ્વાસ છે?” આંધળા માણસોએ ઉત્તર આપ્યો કે, “હા પ્રભુ, અમે વિશ્વાસ કરીએ છીએ.”
ઈસુએ અશુદ્ધ આત્માને હાંકી કાઢ્યો કે તરત જ તે મૂંગો માણસ બોલતો થયો, લોકો આશ્ચર્યચકિત થઈ ગયા અને બોલ્યા: “અગાઉ ઈસ્રાએલમાં આવું કદાપિ જોવામાં આવ્યું નથી.”
ઈસુએ તે વિસ્તારના તમામ શહેરો અને ગામડાઓમાં જઈને યહૂદિ સભાસ્થાનોમાં દેવના રાજ્ય વિષેની સુવાર્તા આપી. અને જે લોકો બધાજ પ્રકારના રોગો અને માંદગીથી પીડાતા હતા તેમને સાજા કર્યા.