ઈસ્રાએલીઓએ નવા દેવ પસંદ કર્યા, પછી તેઓને નગર દરવાજે લડવું પડતું હતું. ભલે તેઓ સંખ્યાની દૃષ્ટિએ 40,000 યોદ્ધાઓ હતાં, પરંતુ તેમની પાસે તરવાર કે બખ્તર નહોતાં!
ઓ જળાશયો આગળ એકત્ર થઈને આનંદના પોકારો કરતાં લોકો યહોવાનાં વિજયગીત ગાય છે. યહોવાએ ઈસ્રાએલના ખેડૂતોના સૈન્ય વડે મહા ઉદ્ધાર કર્યો છે. યહોવાના લોકોએ દરવાજાઓમાં થઈને કૂચ કરી.
એફ્રાઈમના લોકો જેઓ અમાંલેકી વચ્ચે રહેતા હતાં, તે બિન્યામીન, તારા લોકો સાથે નીચે આવ્યા.” માંખીરથી સેનાપતિઓ કૂચ કરીને ધસી આવ્યા, ઝબુલોનના કુળસમૂહના અધિકારીઓ પણ આવી પહોંચ્યા.
ઈસ્સાખારના આગેવાનો દબોરાહ સાથે હતાં: ઈસ્સાખારના લોકો બારાકની સાથે રહ્યાં, તેના હુકમથી તેઓ લડાઈના મેદાનમાં ગયા. પણ રૂબેનના કુળનાં સૈનિકો લાંબા સમય સુધી ચર્ચા કરતા રહ્યાં તેથી તેઓ લડવા માંટે ન ગયા.
યર્દન નદીની બીજી બાજુએ ગિલયાદના લોકો ઘરમાં જ રહ્યાં, દાનના લોકો વહાણો પાસે શા માંટે રહ્યાં? આશેરના લોકો સમુદ્રકાંઠે રોકાઈ રહ્યાં, અને તેઓ ખાડી પાસે રાહ જોતા રહ્યાં.
રાજાઓ આવ્યા અને તાઅનાખમાં આવેલી મગિદોના નદીની નજીક યુદ્ધ શરું થયું. કનાનના રાજાઓ યુદ્ધ ચડયા, પણ તેઓને લૂંટ તરીકે ચાંદી ન મળી, જેના માંટે તેઓ લડયા હતાં.
“તેઓ પુષ્કળ વસ્તુઓ લૂંટતા હશે અને ભાગ વહેંચતા હશે. પ્રત્યેક યોદ્ધાને માંટે એક સ્ત્રી, સીસરા માંટે બે રંગીને વસ્ત્રો, લૂંટારાની ગરદન માંટે ખૂબ મોંધી એક શાલ!”