આજે હું જે બધી યોજનાઓ તને કહું છું તે નક્કી કરેલા સમય માટે છે. આ સંદર્શન અંત માટે કહે છે, તે ખોટું પડશે નહિ. જો તે વધારે સમય લે છે એમ લાગે તો રાહ જોજે, કારણ કે આ બાબતો અચૂક બનશે જ. મોડું નહિ થાય.
“મદ્યપાન છેતરામણું છે; તેવી જ રીતે તેમના અભિમાનને કારણે બાબીલીઓ ઘરે રહેતા નથી. તેઓના લોભમાં ઘણા દેશો અને લોકોને જીત્યાં છે. પરંતુ મૃત્યુ અને નર્કની માફક તેઓ કદી તૃપ્ત થતાં નથી.
એવો સમય આવી રહ્યો છે, જ્યારે તેઓનાં સર્વ બંદીવાનો તેની મશ્કરી કરશે; ‘તેઓ તેની મજાક કરશે અને તેના પર હસશે! ધિક્કાર છે તેને જેણે જે પોતાની વસ્તુ નથી તે લૂંટી છે. ભારે દેવું ભેગું કરવાથી તમે કેટલો વખત ધનવાન રહી શકશો?’
“શું એકાએક એવા માણસો ઊભા નહિ થાય કે જેઓ તમને કરડી ખાશે, શું એવા નહિ જાગે કે જેઓ તને હેરાન કરશે, ને તું લાચાર ધ્રુજતો ઊભો રહીશ અને તમારા લેણદારો અચાનક તમારું સર્વસ્વ લૂંટી લેશે.
તમે ઘણા દેશોના લોકોને લૂંટયા છે, તેથી તે બાકી રહેલા લોકો તને લૂંટશે; માણસોના રકતપાતને, અને દેશમાં હિંસાને લીધે, નગર તથા તેના સર્વ રહેવાસીઓને લૂંટી લેવાશે.
“કારણ કે લબાનોન પર કરેલા ગુનાઓ તને ઢાંકી દેશે. અને ત્યાંના પ્રાણીઓ પર લાદેલો ત્રાસ તેને ભયભીત બનાવી દેશે, કારણ કે તેણે લોકોને મારી નાખ્યા છે અને દેશમાં હિંસા લાવી છે, તેણે નગર અને તેમાં રહેનારાઓ સાથે ખરાબ વર્તાવ કર્યો છે.”
માણસે બનાવેલી મૂર્તિઓનો શો ઉપયોગ છે? એ તો માત્ર ધાતુમાંથી બનાવેલી પુતળીઓ છે, જે કેવળ જૂઠુ ભાખે છે. માણસ જે એક મૂર્તિ બનાવે છે તેમાં શા માટે વિશ્વાસ રાખે છે? તે એવા દેવ બનાવે છે જે બોલી પણ શકતાં નથી.
જે મનુષ્ય લાકડાની મૂર્તિને ઊઠાડવાનો પ્રયત્ન કરે છે. જે માણસ પથ્થરને ખસેડવાની કોશિષ કરે છે તે જોખમમાં છે! શું મૂર્તિ કાંઇ શીખવી શકે છે? તેઓ સોનાથી અને ચાંદીમાં જડાયેલી છે, પણ તેની અંદર શ્વાસ બિલકુલ નથી.