1
|
મોઆબના મેદાનમાં યરીખો નજીક યર્દનને કાંઠે યહોવાએ મૂસાને કહ્યું, |
2
|
“તું ઇસ્રાએલીઓને આજ્ઞા કર કે, તેઓ લેવીઓને તેઓના વારસા તરીકે કેટલાંક નગરો અને આસપાસની ગૌચર જમીન આપે. |
3
|
તે નગરોમાં તેઓ વસવાટ કરશે અને ગૌચરની જમીનમાં તેઓ પોતાનાં ઢોરો, ઘેટાંબકરાં અને અન્ય પશુઓ રાખશે. |
4
|
તમે લેવીઓને જે નગરો આપો તેની ગૌચરની જમીન ગામાંના કોટની ચારે બાજુએ 1000 હાથ હોય. |
5
|
નગરથી 2000 હાથ પૂર્વ સુધીનો, 2000 હાથ દક્ષિણ સુધીનો, 2000 હાથ પશ્ચિમ સુધીનો અને 2000 હાથ ઉત્તર સુધીની બધી ભૂમિ લેવીઓની થશે. નગર તે સમગ્ર ભૂમિની મધ્યમાં આવેલું હશે. |
6
|
તમાંરે લેવીઓને એકંદરે 48 ગામો ગૌચર જમીન સાથે સોંપવાના છે, તેમાંથી 6 આશ્રયનગરો તરીકે આપવાના છે. અજાણતા જેનાથી માંનવહત્યા થઈ ગઈ હોય તેમાંના એક આશ્રયનગરમાં નાસી જઈને ત્યા આશ્રય મેળવી શકે. |
7
|
આમ, કુલ ઉડતાળીસ નગરો અને તેની આસપાસની ગૌચરની જમીન લેવીઓને સોંપવામાં આવે. |
8
|
આ નગરો દેશના વિવિધ ભાગોમાં આવેલા હોય, મોટાં કુળસમૂહો પાસે વધુ નગરો છે, તેથી તેઓ વધુ નગરો આપે અને નાનાં કુળસમૂહો પાસે ઓછાં નગરો છે તેથી તેઓ લેવીઓને થોડાં નગરો આપે.” |
10
|
“તું ઇસ્રાએલી લોકોને આ પ્રમાંણે કહે: જયારે તમે યર્દન નદી ઓળંગીને કનાનના પ્રદેશમાં પ્રવેશ કરો. |
11
|
ત્યારે તમાંરે અમુક નગરોને આશ્રયનાં નગરો તરીકે પસંદ કરવાં જેમાં જે માંણસે અકસ્માંતે હત્યા કરી હોય તે આશ્રય લઈ શકે. |
12
|
એ નગરમાં તે મરનારનું વેર લેવા ઈચ્છતા સગાથી તે સુરક્ષિત રહી શકે. સમાંજ સમક્ષ ન્યાય ચલાવ્યા વિના તેને માંરી શકાય નહિ. |
13
|
તેથી તમાંરે આશ્રયનાં નગરો તરીકે છ શહેરો પસંદ કરવાં, |
14
|
ત્રણ યર્દન નદીની પૂર્વ બાજુએ અને ત્રણ કનાનમાં. |
15
|
એ છ શહેરો આશ્રયનગરો ગણાશે અને તેમાં જેણે અકસ્માંતે ખૂન કર્યુ હોય તેવો ઇસ્રાએલી કે વિદેશી કે તમાંરી સાથે વસતો હોય તેવો કોઈ પણ વ્યક્તિ આશ્રય લઈ શકશે. |
16
|
“જો કોઈએ લોખંડના સાધનથી કોઈને માંરી નાખ્યો હોય, તો તે ખૂન ગણાશે, તે ખૂનીને દેહાતદંડની સજા આપવામાં આવે. |
17
|
અથવા મોટો પથ્થર માંરીને કોઈની હત્યા કરી હોય, તો પણ તે ખૂન ગણાશે. તે ખૂનીને દેહાતદંડની સજા થશે. |
18
|
એ જ પ્રમાંણે લાકડાથી ઈજા પહોંચાડી કોઈને માંરી નાખ્યો હોય, તો તે પણ ખૂન ગણાશે અને તે ખૂનીને દેહાતદંડની સજા થશે. |
19
|
મોતનો બદલો લેનાર, ખૂનીને મળે ત્યારે તે પોતે જ તેને માંરી નાખે. |
20
|
“તેથી જો કોઈ દ્વેશને કારણે બીજી વ્યક્તિ પર કોઈ વસ્તુનો ઘા કરીને માંરી નાખે અથવા છુપાઈને લાગ જોઈને માંરી નાખે. |
21
|
અથવા ગુસ્સે થઈને મુક્કા માંરી બીજી વ્યક્તિને માંરી નાખે તો તે ખૂની છે. મોતનો બદલો લેનાર વ્યક્તિ જ્યારે તે ખૂનીને મળે ત્યારે તેને માંરી નાખે. |
22
|
“પણ જો કોઈ વ્યક્તિ દુશ્મનાવટ વગર કોઈને અકસ્માંતે ગબડાવી મૂકે અથવા તેને માંરી નાખવામના ઈરાદા વગત તેના ઉપર કોઈ હથિયાર ફેંકે, |
23
|
અથવા જોયા વગર પથ્થર ફેંકે અને તે કોઈને વાગે અને તે મરી જાય, અને જો મરનાર માંણસ માંરનારનો દુશ્મન ના હોય અને તેને ઈજા કરવાના ઈરાદાથી માંર્યો ના હોય, |
24
|
તો સમાંજે એ માંરનાર અને મરનારના સૌથી નજીકના સગા વચ્ચેનો ન્યાય આ નિયમો પ્રમાંણે કરવો; |
25
|
સમાંજે એ માંરનારનું મરનારના બદલો લેવા ઈચ્છતા સોથી નજીકના સગાના હાથથી રક્ષણ કરવું અને તેને એણે જે શહેરમાં આશ્રય લીધો હોય ત્યાં પાછો લાવવો, પ્રમુખ યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી તેણે એ નગરમાં રહેવું. |
26
|
“જો મોત નીપજાવનાર આશ્રયનગર છોડીને બહાર જાય, અને મોતનો બદલો લેનાર તેને મળે અને તેને માંરી નાખે તો તે ખૂન ગણાય નહિ. |
28
|
કારણ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી મોત નીપજાવનારે આશ્રયનગરમાં જ રહેવું જોઈતું હતું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના પ્રદેશમાં અને પોતાને ઘરે પાછો ફરી શકે છે. |
29
|
તમને અને તમાંરા વંશજોને આ નિયમો સર્વત્ર અને સર્વદા બંધનકર્તા છે. |
30
|
“મનુષ્યવધ કરનારને એકથી વધુ સાક્ષીઓના પુરાવાને આધારે જ ખૂની ઠરાવીને દેહાતદંડની સજા કરી શકાય. ફકત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માંટે પૂરતો ગણાય નહિ. |
31
|
“દેહાતદંડની સજા થઈ હોય તેવા ખૂનીને પૈસા લઈને છોડી શકાય નહિ. તેનો વધ થવો જ જોઈએ. તેના માંટે કોઈ પણ ખંડાણીનો સ્વીકાર કરવામાં આવે નહિ. |
32
|
“મુખ્ય યાજકનું મરણ થાય તે પહેલાં આશ્રયનગરમાં રક્ષણ લેનાર હત્યારા પાસેથી કોઈ પણ પ્રકારની રકમ સ્વીકારીને તેને ઘરે પાછા ફરવા માંટેની રજા આપી શકાય નહિ. |
33
|
“તમે જે ભૂમિમાં વસો છો તેને ભ્રષ્ટ ન કરશો. ખૂનથી ભૂમિ ભ્રષ્ટ થાય છે. જે ભૂમિ પર ખૂન થયું છે તેનું પ્રાયશ્ચિત બીજી કોઈ રીતે થઈ શકે નહિ, ખૂનીને દેહાતદડંની સજા થવી જ જોઈએ. પ્રાયશ્ચિત કરવા માંટે ખૂનીના લોહી સિવાય બીજો કોઈ રસ્તો નથી. |
34
|
તમે જે દેશમાં વસવા માંટે જાઓ છો, તેને તમે અપવિત્ર ન કરો, કારણ કે હું યહોવા તમાંરી મધ્યે નિવાસ કરનાર છું. તમે જે ભૂમિમાં વસો છો, જેમાં હું વસુ છું તેને તમાંરે ભ્રષ્ટ ન કરવી, કારણ હું યહોવા ઇસ્રાએલીઓ વચ્ચે વસુ છું.” |
Numbers 35:1 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...