જો કોઈ વ્યક્તિ યહોવા સમક્ષ શાંત્યર્પણ લાવવા ઈચ્છતો હોય, તે પશુ ગાય પણ હોઈ શકે, તે અર્પણ પશુ હોય તો નર હોય કે માંદા હોય, પણ તે ખોડખાંપણ વગરનું હોવું જોઈએ.
જે વ્યક્તિ તે પશુ લાવે તે તેના માંથા પર પોતાનો હાથ મૂકે અને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરે, ત્યાર પછી હારુનના પુત્રો-યાજકો તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટે.
તેણે યહોવા સમક્ષ ઘરાવી તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો - યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.
તેણે યહોવા સમક્ષ ઘરાવીને તેના માંથા પર હાથ મૂકી મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ તેને વધેરવું. ત્યારબાદ હારુનના પુત્રો-યાજકોએ તેનું લોહી વેદીની ચારે બાજુએ છાંટવું.