તમાંરે ત્યાં પુષ્કળ પાક ઊતરશે, વાવણીનો સમય આવે ત્યાં સુધી દ્રાક્ષ પાકયા કરશે, અને લણવાનું કામ વાવણીના સમય સુધી ચાલશે, તમે ધરાતાં સુધી જમશો અને દેશમાં સુરક્ષિત રહેશો.
તો હું તમને આ પ્રમાંણે સજા કરીશ: હું તમાંરા પર અત્યંત ત્રાસ વર્તાવીશ. હું તમાંરા પર એવા રોગો અને જવર મોકલીશ કે જે તમને અંધ બનાવી દેશે, અને તમાંરા જીવનનો નિકાસ કરી નાખશે. તમે વાવશો દાણા છતાં તમાંરો પાક જમી શકશો નહિ, કારણ કે તે તમાંરો શત્રુ જમશે.
હું તમાંરી વિરુદ્ધ થઈ જઈશ અને તમાંરો પરાજય તમાંરા દુશ્મનોને હાથે હું કરાવીશ તમાંરા શત્રુઓ તમાંરા પર રાજ કરશે, અને કોઈ તમાંરી પાછળ નહિ પડયું હોય છતાં તમે ભાગતા ફરશો.
જે લોકો તમાંરામાંથી બચી જઈને દુશ્મનોના દેશમાં દેશવટો ભોગવી રહ્યા હશે તેમને હું એવા ભયભીત કરીશ કે એક પાંદડુ પડવાનો અવાજ થતાં તેઓ જાણે મોત પાછળ પડયું હોય તેમ ભાગવા માંડશે, ને કોઈ પાછળ પડયું ના હોવા છતાં તેઓ ભોંય પર ઢળી પડશે.
વળી કોઈ પાછળ પડયું ના હોવા છતાં યુદ્ધમાંથી મૂઠીવાળીને ભાગતા હોય તેમ તેઓ ભાગતાં એકબીજા સાથે ભટકાઈને, ઠોકરો ખાઈને પડશે અને શત્રુઓનો સામનો કરવાની શક્તિ પણ તેઓનામાં રહેશે નહિ.
તેઓના પાપોએ મને તે લોકોની વિરુદ્ધ કર્યો, તેથી મેં તેઓને વિદેશી પ્રજાઓમાં દેશનિકાલ કર્યા. છેલ્લે તમાંરા વંશજો નમ્ર થશે અને માંરી વિરુદ્ધ આચરેલા પાપ અને બંડને કારણે થયેલી શિક્ષા ભોગવશે.
“કારણ કે ભૂમિ જયાં સુધી ઉજજડ પડી રહેશે તેટલો સમય તે પોતાના સાબ્બાથો વિશ્રામના વર્ષો માંણશે, પરંતુ માંરી આજ્ઞાઓના ઉલ્લંઘન કર્યા બદલ અને માંરા નિયમોને ધિક્કારવાના કારણે જ તેઓ ઉપર આ ભારી શિક્ષા આવી પડી છે તેનું તેઓને ભાન થશે, અને તેઓ પૂરેપૂરી સજા ભોગવશે.
છતાં, તેઓ તેમના દુશ્મનોના દેશમાં હશે ત્યારે પણ હું તેમનો સંપૂર્ણ નાશ નહિ કરું. તેમનો પૂરેપૂરો ત્યાગ પણ નહિ કરું અને માંરો જે કરાર તેઓની સાથે છે તેનો ભંગ કરીશ નહિ, કારણ કે હું યહોવા તેમનો દેવ છું.
તેઓના પિતૃઓને તેમનો દેવ થવા માંટે હું બીજા દેશોના જોતા જ મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો અને તેમની સાથે જે કરાર કર્યો હતો તે સંભારીને તેમનું કલ્યાણ કરીશ. હું યહોવા છું.”