(3-4) જો કોઈ ઇસ્રાએલી પહેલા મુલાકાતમંડપનાં પ્રવેશદ્વાર એટલે કે યહોવાના પવિત્ર મંડપ આગળ બળદ, હલવાન અથવા બકરાનો યહોવાને ધરાવ્યા વિના છાવણીમાં કે છાવણી બહાર વધ કરશે, તો તે રક્તપાતનો ગુનેગાર ગણાશે; તેને સમાંજમાંથી જુદો કરવો.
આ નિમય આપવામાં આવ્યો જેથી ઇસ્રાએલીઓ ખુલ્લા મેદાનોમાં વધેરેલા પશુઓ યહોવાને ભેટ અર્પણ કરવા લાવશે. તેઓએ તેને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ યાજક સમક્ષ લાવીને યહોવાને ભોગ તરીકે ધરાવવાં,
તેઓ ખુલ્લા મેદાનોમાં તેમના ‘વન દેવતાઓને’ અર્પણ ચઢાવે છે તે બંધ થવું જોઈએ. ઇસ્રાએલીઓ ખોટા દેવોની પાછળ પડ્યા છે. આ રીતે તેઓએ વારાંગના જેવો વર્તાવ કર્યો છે. ઇસ્રાએલીઓ અને તેમના વંશજો માંટે આ કાયમી નિયમ છે.
“અને જો કોઈ ઇસ્રાએલી અથવા ઇસ્રાએલીઓ વચ્ચે વસતો વિદેશી લોહીવાળું માંસ જમશે, તો હું (દેવ) તેની વિમુખ થઈશ અને હું તેને તેના લોકોથી જુદો કરીશ. કારણ લોહી એ જ પ્રાણીનો પ્રાણ છે.
કારણ કે શરીરનો જીવ લોહીમાં છે અને મેં તમને તે લોહીને વેદી પર રેડવાના કાયદા આપ્યા છે. આ તમાંરે પોતાની શુદ્ધિ માંટે કરવાનું છે. તમાંરે તે લોહી મને જીવની કિંમત તરીકે આપવાનું છે.
કારણ કે લોહીમાં તેનો જીવ છે, તેથી જ મેં ઇસ્રાએલની પ્રજાને કહ્યું છે કે કદાપિ રકત ખાવું નહિ, કેમકે દરેક પ્રાણી અને પક્ષીનો જીવ તેના લોહીમાં છે, તેથી જો કોઈ ખાય તો તેનો સામાંજિક બહિષ્કાર કરવો જોઈએ.
“જે કોઈ ઇસ્રાએલી કે વિદેશી કુદરતી રીતે મૃત્યુ પામેલું અથવા જંગલી પ્રાણીઓ માંરી નાખેલું પ્રાણી ખાય તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં. પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય તેથી કશાને અડવું નહિ.