Indian Language Bible Word Collections
Leviticus 15:30
Leviticus Chapters
Leviticus 15 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Assamese
Books
Old Testament
New Testament
Leviticus Chapters
Leviticus 15 Verses
1
યહોવાએ મૂસા તથા હારુનને કહ્યું,
2
“ઇસ્રાએલના લોકોને આ કહો; જયારે કોઈ માંણસને તેના શરીરમાંથી સ્રાવથતો હોય ત્યારે તે માંણસ અશુદ્ધ ગણાય.
3
સ્રાવ ચાલુ હોય ત્યારે અને તેમાંથી સાજા થાય પછી પણ થોડા સમય માંટે તે અશુદ્ધ ગણાય.
4
“સ્રાવવાળો માંણસ જે પથારીમાં સૂએ કે બેસે તે પણ અશુદ્ધ ગણાય.
5
તેથી જે કોઈ વ્યક્તિ તે માંણસની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે.
6
વળી અશુદ્ધ વ્યક્તિ જે જગ્યા પર બેઠી હતી તે જગ્યા પર કોઈ બેસે, તો તે પણ સાંજ સુધી અશુદ્ધ ગણાય. તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં અને સ્નાન કરવું.
7
સ્રાવવાળા પુરુષને જે કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે.
8
જો સ્રાવવાળો માંણસ કોઈના પર થૂંકે તો તે માંણસે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ રહેશે,
9
સ્રાવવાળો માંણસ જે જીન પર બેસીને સવારી કરે તે પણ અશુદ્ધ ગણાય.
10
સ્રાવવાળો માંણસ જયાં બેઠો હોય તે વસ્તુને જો કોઈ સ્પર્શ કરે તો સાંજ સુધી તે અશુદ્ધ ગણાય, અને જે કોઈ તે વસ્તુને ઉપાડે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
11
સ્રાવવાળો માંણસ પોતાના હાથ ધોયા વિના જો કોઈ વ્યક્તિને અડે તો તેણે પોતાના વસ્ત્રો ધોઈ નાખવા, પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
12
“અશુદ્ધ વ્યક્તિ માંટીના વાસણને સ્પર્શ કરે તો તે વાસણને ફોડી નાખવું, અને લાકડાનું વાસણ હોય તો પાણીથી વીછળી નાખવું જોઈએ.
13
“જ્યારે તે વ્યક્તિનો સ્રાવ થોભી જાય ત્યારે તેણે શુદ્ધિકરણની વિધિ માંટે સાત દિવસની હાર જોવી. અને પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, અને ઝરણાનાં પાણીમાં સ્નાન કરવું, ત્યાર પછી તે શુદ્ધ ગણાશે.
14
તે વ્યક્તિએ આઠમે દિવસે તેણે બે હોલા અથવા કબૂતરનાં બે બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર યહોવા સમક્ષ આવીને યાજકને આપવા.
15
યાજકોમાંના એકને પાપાર્થાર્પણ તરીકે અને બીજાને દહનાર્પણ તરીકે યહોવાને ધરાવીને સ્રાવવાળા માંણસની શુદ્ધિ માંટે યહોવા સમક્ષ પ્રાયશ્ચિત કરે.
16
“જો કોઈ પુરુષને વીર્યસ્રાવ થાય, તે તેણે આખા શરીર પર પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
17
જે કોઈ વસ્ત્રો કે ચામડા પર વીર્ય પડયું હોય તે ધોઈ નાખવું. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
18
જે કોઈ સ્ત્રી પુરુષે જાતીય સંબંધ કર્યો હોય અને પુરુષને વીર્ય સ્રાવ થયો હોય, તો તેમણે બંનેએ પાણીથી સ્નાન કરવું અને સાંજ સુધી તેઓ અશુદ્ધ ગણાય.
19
“સ્ત્રી માંસિક ઋતુમાં હોય તો તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય અને તે દિવસો દરમ્યાન જે કોઈ તેને સ્પર્શ કરે તે સાંજ સુધી અશુદ્ધ ગણાય.
20
તે અશુદ્ધ હોય ત્યારે એ જેના પર સૂતી હોય કે બેઠી હોય તે અશુદ્ધ ગણાય.
21
જે કોઈ વ્યકિત તેની પથારીને સ્પર્શ કરે તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં.
22
એ સ્ત્રી જેના પર બેઠી હોય એવી કોઈ પણ વસ્તુને જો કોઈ સ્પર્શ કરે તો તેણે પોતાનાં વસ્ત્રો ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું, સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
23
તે સ્ત્રી જેના પર બેઠી હોય તે પથારી અથવા આસન પરની કોઈ વસ્તુને જો કોઈ સ્પર્શે તો પોતાનાં વસ્ત્રો ધોઈ નાખે અને સ્નાન કરે. સાંજ સુધી તે અશુદ્ધ ગણાય.
24
“આ સમય દરમ્યાન જો કોઈ પુરુષ તેની સાથે જાતીય સંબંધ કરે, તો તેના ઋતુકાળની અશુદ્ધિ તેને પણ લાગે અને તે સાત દિવસ સુધી અશુદ્ધ ગણાય, તે જે પથારીમાં સૂએ તે પણ અશુદ્ધ ગણાય.
25
“જો કોઈ સ્ત્રીને ઋતુકાળ સિવાય ઘણા દિવસો સુધી રક્તસ્રાવ થાય અથવા તેના ઋતુકાળ ઉપરાંત લાંબા સમય સુધી તેનો અટકાવ ચાલુ રહે, તો જયાં સુધી અટકાવ આવે ત્યાં સુધી તે ઋતુકાળની જેમ અશુદ્ધ ગણાય.
26
એ સમય દરમ્યાન પણ તે જે પથારીમાં સૂએ તે તેના ઋતુકાળના સામાંન્ય દિવસોની જેમ અશુદ્ધ ગણાય. અને તે જયાં બેસે તે જગ્યા પણ અશુદ્ધ ગણાય.
27
જે કોઈ તે પથારી કે આસનને અડે તે અશુદ્ધ ગણાય. તેણે પોતાનાં કપડાં ધોઈ નાખવાં, પાણીથી સ્નાન કરવું અને સાજ સુધી અશુદ્ધ ગણાય.
28
સ્રાવ બંધ થયા પછી સાત દિવસ પછી તે શુદ્ધ ગણાય.
29
આઠમે દિવસે તેણે બે હોલાં અથવા કબૂતરનાં બચ્ચાં લાવીને મુલાકાતમંડપના પ્રવેશદ્વાર પાસે યાજકને આપવાં.
30
યાજકે તેમાંના એકને પાપાર્થાર્પણ માંટે અને બીજાને દહનાર્પણ તરીકે યહોવાને ધરાવવા અને તેણીના લોહીના સ્રાવની શુદ્ધિ માંટે પ્રાયશ્ચિત કરે.
31
“આ રીતે ઇસ્રાએલના લોકોને અશુદ્ધિની બાબતમાં ચેતવવા. તમે તેઓને ચેતવશો નહિ, તો તેઓ માંરો પવિત્રમંડપ અશુદ્ધ કરશે, અને તેઓને મરવું પડશે.”
32
જે કોઈ પુરુષને સ્રાવ હોય તો તે અશુદ્ધ છે. સ્રાવ અથવા વીર્યપાત તે પુરુષને અશુદ્ધ કરે છે.
33
ઋતુસ્રાવમાં સ્ત્રી અશુદ્ધ હોય છે તેથી ઋતુમતી સ્ત્રી સાથે જાતીય સંબંધ કરનાર પુરુષ પણ અશુદ્ધ છે. શરીરના સ્રાવથી પીડાતા લોકો માંટેના નિયમો ઉપર પ્રમાંણે છે.”