એફ્રાઈમ કુળના આગેવાન લોકોએ ગિદિયોન પર રોષે ભરાઈને કહ્યું, “તમે અમાંરી સાથે આવો વર્તાવ શા માંટે કર્યો? તમે મિદ્યાનીઓ સાથે લડવા માંટે ગયા ત્યારે તમે અમને શા માંટે ના બોલાવ્યા? આમ એમને તે લોકોએ સખત ઠપકો આપ્યો.”
પણ ગિદિયોને કહ્યું, “તમાંરી તુલનામાં મેં જે કંઈ કર્યું છે એ તો કંઈ વિસાતમાં નથી. તમે એફ્રાઈમના લોકોએ જે કર્યું છે તે માંરા સમગ્ર કુળ કુટુંબે જે કર્યુ છે તેના કરતાં કયાંય ચડિયાતું છે.
પછી ગિદિયોને સુક્કોથના લોકોને કહ્યું, “માંરા સૈનિકોને ખાવા માંટે થોડી રોટલી આપશો? એ લોકો ખૂબ થાકી ગયા છે, અને અમે હજી મિદ્યાની રાજાઓ ઝેબાહ અને સાલ્મુન્નાનો પીછો કરી રહ્યાં છીએ.”
તે સમયે ઝેબાહ અને સાલ્મુન્ના એમના 15,000 ના સૈન્ય સાથે કાર્કોરમાં હતાં. પૂર્વની પ્રજાઓમાંથી ફકત એટલા જ બચી ગયા હતાં. એમનાં 1,20,000 માંણસો તો યુદ્ધમાં માંર્યા ગયા હતાં.
ઝેબાહ અને સાલ્મુન્ના બંને રાજાઓ ભાગી ગયા, પરંતુ ગિદિયોને તેમનો પીછો પકડીને તેઓને જીવતા કેદ કર્યા, અને પછી તેણે સમગ્ર લશ્કરને ભયભીત કરી નાખ્યું તેમના સમગ્ર સૈન્યને વેરવિખેર કરી નાખ્યું.
ત્યારબાદ ગિદિયોન સુક્કોથના લોકો સમક્ષ આવ્યો અને તેઓને કહ્યું, “આ રહ્યાં ઝેબાહ અને સાલ્મુન્ના, જેમને વિષે તમે મને ટોણો માંર્યો હતો અને કહ્યું હતું કે ‘તારા હાથમાં ઝેબાહ અને સાલ્મુન્ના થોડાજ આવી ગયા છે કે અમે તારા થાકેલા તથા ભૂખ્યા માંણસોને ખાવાનું આપીએ?”
પછી તેણે ઝેબાહ અને સાલ્મુન્નાને પૂછયું, “તમે તાબોરમાં જે લોકોને માંરી નાખ્યા તે કોના જેવા હતાં?”તેઓએ કહ્યું, “તેઓ તમાંરા જેવા જ હતા. તેઓએ તમાંરા જેવા જ વસ્ત્રો પરિધાન કર્યા હતા, અને તેઓ રાજકુંવરો જેવા દેખાતા હતાં.”
ગિદિયોને કહ્યું, “તો પછી તેઓ માંરા ભાઈઓ જ હોવા જોઈએ. માંરી સગી માંના પુત્રો, હું યહોવાના સમ ખાઈને કહું છું કે તમે જો તેમને જીવતા જવા દીધા હોત તો મેં તમાંરા પ્રાણ લીધા ના હોત. અને મે તમને જીવતા છોડી મૂક્યા હોત.”
પછી ગિદિયોને પોતાના સૌથી મોટા પુત્ર યેથેરને કહ્યું, “ઊઠ, અને આ લોકોને માંરી નાખ.” પરંતુ તેના પુત્રએ તરવાર ખેંચી નહિ, તે હજુ નાદાન હતો એટલે તેની હિંમત ચાલી નહિ.
પરંતુ ઝેબાહ અને સાલ્મુન્નાએ કહ્યું, “તમે, જાતે જ અમાંરો સંહાર કરો, કારણ, જો માંણસ ખરેખર મજબૂત હશે તો તે પોતે જ તે કરશે.” પછી ગિદિયોને તે બંનને માંરી નાખ્યા અને તેમનાં ઊટોના શરીર પરથી અલંકારો ઉતારી લીધાં.
પછી તેણે કહ્યું, “માંરે તમને એક વિનંતી કરવાની છે, તમાંરામાંથી પ્રત્યેક વ્યક્તિ મને તમે મેળવેલ લૂંટની સામગ્રીમાંથી એક એક બુટ્ટી આપી દો.” મિદ્યાનીઓનું લશ્કર ઈશ્માંએલીઓનું બનેલું હતું અને તેઓ કાનમાં સોનાની બુટ્ટી પહેરતા હતા.
ગિદિયોને માંગી લીધેલા સોનાની બુટ્ટીનું વજન આશરે એક હજાર સાતસો શેકેલ થયું, તેમાં ઝવેરાત, ગળાનો હાર અને મિદ્યાની રાજાઓએ પહેરેલાં કિંમતી વસ્ત્રોનો સમાંવેશ થતો નહોતો તેમજ તેમાં ઊંટના ગળામાંથી લઈ લેવાયેલા ઘરેણાંઓનો સમાંવેશ થતો નહોતો.
ગિદિયોને તેમાંથી એક એફોદ બનાવડાવ્યો અને તેની સ્થાપના પોતાના નગર ઓફ્રાહમાં કરી. બધા ઈસ્રાએલીઓ યહોવાને છોડીને તેની પૂજા કરવા લાગ્યા અને તે એફોદ ગિદિયોન અને તેના પરિવારના પતનનું કારણ થઈ પડ્યું.