Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Genesis Chapters

Genesis 39 Verses

Bible Versions

Books

Genesis Chapters

Genesis 39 Verses

1 પછી ઇશ્માંએલીઓ યૂસફને મિસર લઈ આવ્યા અને ત્યાંથી ફારુનના એક મિસરી અમલદાર, અંગરક્ષકોના સરદાર પોટીફારે તેને તેમની પાસેથી વેચાતો લીધો.
2 પરંતુ યહોવાએ યૂસફને મદદ કરી. તેથી તે બધી બાબતોમાં સફળ થયો. તે તેના મિસરી શેઠના ઘરમાં રહેતો હતો.
3 પોટીફારે જોયું કે, યહોવા યૂસફની સાથે છે. તેથી યૂસફ જે કઈ કરે છે તેમાં યહોવા એને સફળતા બક્ષે છે.
4 એટલે પોટીફાર યૂસફને પ્રાપ્ત કરીને પ્રસન્ન થયો. યૂસફ પર તેની કૃપાદૃષ્ટિ હતી. તેથી તેણે તેને પોતાની અંગત સેવામાં રાખ્યો.
5 તેણે તેને ઘરનો કારભારી બનાવ્યો અને પોતાની મિલકત તેને સોંપી. જ્યારથી યૂસફને એણે પોતાના ઘરનો અને પોતાની બધી મિલકતનો કારભાર સોંપ્યો ત્યારથી યહોવાએ મિસરીના ઘર પર અને પોટીફારના ઘરમાં અને ખેતરમાં જે કાંઈ હતું તે બધા પર આશીર્વાદ વરસાવ્યા.
6 તેથી પોટીફારે ઘરની તમાંમ વસ્તુઓની જવાબદારી યૂસફને સોંપી દીધી. અને પોટીફારે બધી જ ચિંતા છોડી દીધી, તે જે અન્ન ખાતો તે સિવાય બીજી કોઈ ચિંતા કરતો નહિ.યૂસફ સુંદર અને રૂપાળો હતો.
7 થોડા સમય પછી યૂસફના શેઠના પત્નીએ યૂસફ તરફ તીવ્ર લાલસાથી જોયુ; અને કહ્યું, “માંરી સાથે સૂઈ જા અને માંરી સાથે સૂ.”
8 પરંતુ યૂસફે તેની સ્પષ્ટ ના પાડી અને પોતાના શેઠની પત્નીને કહ્યું, “જુઓ, હું છું તેથી માંરા શેઠને ઘરમાં કોઈ વસ્તુની ચિંતા નથી, તેમણે તેમનું જે કાંઈ છે તે બધું એક તમાંરા અપવાદ સિવાય મને સોંપી દીધું છે.
9 આ ઘરમાં માંરા કરતાં કોઈનું વધારે ચલણ નથી. તેમ શેઠે કોઈ વસ્તુથી મને બાકાત રાખ્યો નથી, એક તમાંરા વિના, કારણ કે તમે તેમનાં પત્ની છો. માંટે આવું મોટું કુકર્મ કરીને, હું દેવનો ગુનેગાર શી રીતે થઈ શકું?”
10 તેણી દરરોજ યૂસફને ઉશ્કેરવા પ્રયત્ન કરી તેણીની સાથે સૂવા માંટે કહેતી, છતાં યૂસફ તેણી સાથે સુવા થતો નહોતો.
11 એક દિવસ યૂસફ કોઈ કારણસર ઘરમાં ગયો; ત્યારે ઘરમાં ઘરનું કોઈ માંણસ ન હતું.
12 એટલે તે સ્ત્રીએ એનો ઝભ્ભો પકડીને કહ્યું, “માંરી સાથે સૂઈ જા.” પણ યૂસફ તો તેનો ઝભ્ભો તેના હાથમાં રહેવા દઈને ઘરની બહાર નાસી ગયો.
13 જયારે પેલી સ્ત્રીએ જોયું કે, યૂસફ તેનો ઝભ્ભો એના હાથમાં રહેવા દઈને બહાર નાસી ગયો છે.
14 તેણીએ પોતાના ઘરમાંના પુરુષોને બોલાવ્યા અને કહ્યું, “જુઓ, આપણને શરમાંવવા એક હિબ્રૂ માંણસ મોકલાવાયો છે; તે માંરી સાથે સૂવા અંદર આવ્યો હતો,
15 એટલે મેં મોટા સાદે બૂમ પાડી, એટલે તે બૂમ સાંભળીને તેનુ વસ્ર માંરા હાથમાં મૂકીને ભાગી ગયો.”
16 પછી તેણીએ તેના પતિના આવતા સુધી ઝભ્ભો પોતાની પાસે રાખી મૂકયો,
17 અને પોતાના પતિને પણ તેણીએ એ પ્રમાંણે કહ્યું કે, “તમે જે હિબ્રૂ ગુલામ લાવ્યા છો, તે માંરી લાજ લૂંટવા માંટે માંરી પાસે આવ્યો હતો;
18 પણ મેં જેવી મોટા સાદે બૂમ પાડી કે, તરત જ તે ઝભ્ભો માંરી પાસે રહેવા દઈને નાસી ગયો.”
19 પછી શેઠે જયારે પોતાની પત્નીની વાત સાંભળી કે, “તમાંરા નોકરે માંરી સાથે આવું વર્તન કર્યુ છે,” ત્યારે તે ગુસ્સામાં રાતોપીળો થઈ ગયો.
20 પછી તેણે યૂસફને પકડીને જેલમાં પૂરી દીધો. જે ઠેકાણે રાજાના બંદીવાન કેદ કરાતા હતા. આમ તે ત્યાં કેદખાનામાં રહ્યો.
21 પણ યૂસફને યહોવાનો સાથ હતો. તેણે તેના પર દયા કરી અને કેદખાનાના સંત્રીની તેના પર દયા થાય તેમ કર્યુ.
22 કેદખાનાના સંત્રીએ જેલમાંના બધાં જ કેદીઓને યૂસફના હાથમાં સોંપી દીધા. અને પછી તો તેના હુકમ પ્રમાંણે જ બધું થવા લાગ્યું.
23 અને યૂસફના હાથમાં જે બાબતો હતી તેના પર સંત્રીએ દેખરેખ રાખવાનું રહ્યું નહિ, કારણ કે યૂસફને યહોવાનો સાથ હતો; તેથી યૂસફ જે કંઇ કરતો તેમાં યહોવા તેનું ભલું કરતો હતો.

Genesis 39:12 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×