“હે ઇસ્રાએલી પ્રજાજનો સાંભળો! આજે તમે યર્દન નદી ઓળંગીને તમાંરા કરતાં મહાન અને શકિતશાળી પ્રજાઓનો દેશ કબજે કરવાના છો. તેમનાં શહેરો મોટાં છે અને તેમને ગગનચુંબી કોટ છે.
તેથી તમે સમજી લેજો કે આજે તમાંરા દેવ યહોવા સ્વયં સર્વભક્ષી અગ્નિરૂપે તમાંરા સૌની આગળ રહીને જશે. અને તે એ લોકોનો વિનાશ કરશે. અને યહોવાના વચન અનુસાર તમે તેઓને હાંકી કાઢવા તેમજ તરત હરાવવા સમર્થ બનશો.
“તમાંરા દેવ યહોવા તેમને તમાંરી આગળથી હાંકી કાંઢે ત્યારે તમે એમ ન માંની લેશો કે, ‘અમે સારા છીએ તેથી યહોવાએ અમને આ પ્રદેશનો કબજો અપાવ્યો છે.’ એ લોકો દુષ્ટ છે તેથી યહોવા તેઓને હાંકી કાઢે છે.”
તમે નિષ્પક્ષ અને પ્રામાંણિક છો એટલા માંટે યહોવા તમને આ પ્રદેશ નથી આપતા. એ લોકો દુષ્ટ છે એટલા માંટે યહોવા તેમને હાંકી કાઢે છે. અને તેણે તમાંરા પિતૃઓ ઇબ્રાહિમ, ઇસહાક અને યાકૂબને આપેલું વચન પાળુ છું એ સારૂ.
“યાદ રાખજો, એ વાત કદી ભૂલશો નહિ કે તમે તમાંરા દેવ યહોવાના રોષ રણમાં વહોરી લીધો હતો. તમે મિસરમાંથી બહાર નીકળ્યા તે દિવસથી તે અહીં આવ્યા ત્યાં સુધી યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરતા આવ્યા છો.
અને યહોવાએ મને કહ્યું, ‘ઝડપથી પર્વત ઉતરી જા, કારણ તારા લોકો જેને તું મિસરમાંથી બહાર લાવ્યો હતો, માંરી આજ્ઞાઓથી બહુ ઝડપથી ફરી ગયા છે અને ઢાળેલી મૂર્તિઓ બનાવી ભ્રષ્ટતાથી ર્વત્યા છે.’
મેં જોયું તો તમે તમાંરા દેવ યહોવાની વિરુદ્ધ ભયંકર પાપ કર્યુ હતું. તમે એક વાછરડાંની મૂર્તિ બનાવી હતી અને યહોવાએ તમને જે માંગેર્ ચાલવાનું કહ્યું હતું તે માંર્ગથી તમે એટલી જ વારમાં ચલિત થઈ ગયા હતા.
પછી પાછો બીજા ચાળીસ દિવસ અને ચાળીસ રાત હું યહોવાની હાજરીમાં જમીન ઉપર ચહેરો નમાંવી કંઇ ખાધા-પીધા વીના રહ્યો. કારણ તમે પાપ કર્યું હતું જે યહોવાની દ્રષ્ટિએ દુષ્ટ હતું અને તેને ખૂબ ગુસ્સે કર્યા હતા.
તમાંરું શું થશે તેની મને ખૂબ બીક હતી, તે તમાંરા પર એટલા બધા રોષે ભરાયા હતા કે તમાંરો નાશ કરવા તૈયાર થયા હતા, તેથી ફરી એક વાર યહોવાએ માંરી પ્રાર્થના સાંભળી.
પછી તમે જે પાપમય વસ્તુ બનાવી હતી, પેલું વાછરડું પોઠીયો-તે લઈને મેં બાળી નાખ્યું, તેના ટુકડે ટુકડા કરી નાખ્યા, અને તેનો દળીને ઝીણો ભૂકો બનાવ્યો અને તે ભૂકાને પર્વત પરથી વહેતાં ઝરણામાં ફેંકી દીધો.
અને પછી યહોવાએ તમને કાદેશ-બાનેર્આથી જયારે એમ કહીને મોકલ્યા કે, ‘જાઓ, મેં તમને જે પ્રદેશ આપ્યો છે તેનો કબજો લો.’ ત્યારે પણ તમાંરા દેવ યહોવાની સામે બંડ કર્યું. અને તે તમને મદદ કરશે એવો તમે વિશ્વાસ રાખ્યો નહિ. અને તેમની આજ્ઞાનું પાલન કર્યુ નહિ.
એટલે મેં તેમને પ્રાર્થના કરી, “હે યહોવા માંરા પ્રભુ, કૃપા કરીને તમાંરા લોકોનો, જેમને તમે અપનાવેલા છે, જેમને તમે તમાંરી મહાન શકિતથી છોડાવ્યા છે, જેમને તમે તમાંરા પ્રચંડ બાહુબળથી મિસરમાંથી બહાર લઈ આવ્યા છો, તેમનો નાશ ન કરશો.
નહિંતર તું અમને જે દેશમાંથી લઈ આવ્યો છે ત્યાંના લોકો કહેશે કે, ‘યહોવાએ એ લોકોને જે દેશમાં લઈ જવાનું વચન આપ્યું હતું તેમાં તે લઈ જઈ શકયા નહિ, તે તેમને ધિક્કારતા હતા માંટે તેમને અહીથી બહાર રણમાં માંરવા માંટે લઈ ગયા.’