“જયારે તમે યુદ્ધમાં જાઓ અને તમાંરા દુશ્મનો સામે યુદ્ધે ચઢો અને તમાંરા કરતાં મોટી સંખ્યામાં રથો, ઘોડાઓ અને સેના જુઓ તો ગભરાઇ જશો નહિ, કારણ કે, તમને મિસરમાંથી બહાર લાવનાર તમાંરા દેવ યહોવા તમાંરી સાથે રહેશે.
“ત્યારબાદ સેનાના અધિકારીઓએ પણ સેનાને આ પ્રમાંણે સંબોધન કરવું; ‘શું અહીં તમાંરામાં કોઈ એવો છે કે જેણે નવું ઘર બંધાવ્યું હોય અને અર્પણવિધિ કરી ના હોય? જો તેવો કોઇ હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો યુદ્ધમાં તે કદાચ માંર્યો જાય અને તેના ઘરનું અર્પણ બીજા કોઈએ કરવું પડે.
શું અહીં કોઈ એવી વ્યકિત છે જેણે દ્રાક્ષની વાડી રોપી હોય અને હજી તેનાં ફળ ન ચાખ્યાં હોય? જો હોય તો તે ઘેર પાછો જાય! કારણ કે, જો તમે લડાઈમાં કદાચ માંર્યા જાઓ તો તેનાં ફળ બીજા કોઈ ખાશે!
શું અહીં કોઈ એવી વ્યકિત છે જેણે કોઈ સ્ત્રી સાથે સગાઇ કરી હોય પણ તેની સાથે હજી લગ્ન ન કર્યા હોય? અને જો હોય તો તે પાછો ઘેર જાય, નહિ તો કદાચ તે યુદ્ધમાં માંર્યો જાય અને બીજો કોઈ પુરુષ તેની સ્ત્રી સાથે લગ્ન કરે.’
“વળી અધિકારીઓએ વધુમાં કહેવું કે, ‘હવે, શું અહીં કોઈ એવો પુરૂષ છે જે ગભરાઈ ગયો હોય કે હિંમત હારી ગયો હોય? અને જો હોય તો તે પાછો જાય; નહિ તો તે કદાચ અન્ય સાથીદારોને પણ નાહિંમત બનાવી દેશે.’
“કોઈ નગરને જીતી લેવા માંટે લાંબા સમય સુધી ઘેરો ઘાલવો પડે તો, તમાંરે આજુબાજુનાં વૃક્ષોના નાશ ન કરવા, ફળાઉવૃક્ષોનાં ફળ ખાવાં, પરંતુ તે વૃક્ષોનો નાશ ન કરો. વૃક્ષો તમાંરાં દુશ્મનો નથી કે તેમને કાપી નાખવા પડે.
ફળો ના આપે તેવાં વૃક્ષોને તમે કાપી શકો. કિલ્લામાં અંદર અથવા બહાર જવાના રસ્તાને રોકવામાં તેને વાપરો અને યુદ્ધમાં વપરાતા ઓજારો માંટે વાપરો, તમે શહેરને કબજે કરવા સમર્થ થાવ ત્યાં સુધી.