“જે પ્રજાઓની ભૂમિ તમાંરા દેવ યહોવા તમને આપે, અને તમાંરા દ્વારા ત્યાં રહેતી પ્રજાઓને હાંકી કાઢી તેમનો નાશ કરે, ત્યારબાદ તમે તેનો કબજો મેળવી તેઓનાં નગરોમાં અને ઘરોમાં વસવાટ કરો.
તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપે છે તેને ત્રણ વિભાગોમાં વહેંચી નાખજો અને તે દરેકમાં એક નગર પસંદ કરો. કોઈ વ્યકિત જેણે અજાણતાં બીજી વ્યકિતનું ખૂન કર્યુ હોય તો તે સુરક્ષા માંટે તે શહેરમાં દોડ્યો જાય. અને આ નગરમાં લઈ જતા બધા રસ્તાઓ સારી સ્થિતિમાં રાખવા.
કોઈ વ્યકિત પોતાના પડોશી સાથે જંગલમાં લાકડાં કાપવા જાય, અને ત્યાં લાકડાં કાપતાં કાપતાં કુહાડો હાથમાંથી છટકીને અન્ય વ્યકિતને વાગે અને એનું મૃત્યુ થાય, અને એવો ખૂની આ ત્રણ શહેરમાંથી કોઈમાં આશ્રય લે, તો તેનો જીવ બચી રહે.
એમ બને કે બદલો લેવા માંટે મરનારનો નજીકનો સગો ગુસ્સાથી તેની પાછળ દોડે, તે આ ખાસ શહેર પહોચે તે પહેલા પકડી લે અને માંરી નાખે કારણ કે તે ઘણુ દુર છે. આમ નિર્દોષ વ્યકિતનું લોહી વહેવડાવાય કારણ કે એ ખૂની દેહાંતદંડને પાત્ર ન હતો. તેણે જે માંણસને માંરી નાખ્યો તે તેને ઘૃણા કરતો ન હતો.
યારે તમાંરે આ ત્રણ શહેરમાં બીજા ત્રણ શહેરોનો ઉમેરો કરવો. (જો તમે આજે હું તમને લોકોને જે આજ્ઞાઓ કરું છું તે બધાનું તમે પાલન કરશો અને તમાંરા દેવ યહોવા પર પ્રેમભાવ રાખીને હંમેશા તેને માંગેર્ ચાલશો તો તે તમને એ દેશ આપશે.)
“પરંતુ જો કોઈ વ્યકિત પોતાના પડોશીની ઇર્ષ્યા કરે કે દ્વેષ રાખે અને લાગ તાકીને છુપાઈ રહે અને તેને તક મળતાં તેના પડોશીની હત્યા કરી નાખે અને પછી આ ત્રણ નગરોમાંથી કોઈ એકમાં આશ્રય લે,