Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

2 Samuel Chapters

2 Samuel 13 Verses

Bible Versions

Books

2 Samuel Chapters

2 Samuel 13 Verses

1 દાઉદના પુત્ર આબ્શાલોમને તામાંર નામે એક સુંદર રૂપાળી બહેન હતી. દાઉદનો પુત્ર આમ્નોન તેના પ્રેમમાં પડયો.
2 આમ્નોનને તે ખૂબ સુંદર લાગી અને તામાંરની એવી મોહિની લાગી હતી કે તે માંદો પડયો, તામાંર કુમાંરિકા હતી અને આમ્નોનને તેને કંઈ અનિષ્ટ કરવાનું વિચાર્યુ નહિ પણ તેને તે જોઇતી જ હતી.
3 પરંતુ યોનાદાબ જે દાઉદના ભાઈ શિમઆહનો પુત્ર હતો, તે તેનો મિત્ર હતો, તે ઘણો પાક્કો હતો.
4 એક દિવસે તેણે આમ્નોનને કહ્યું, “ઓ રાજકુમાંર, તું દિવસે દિવસે આમ સુકાતો કેમ જાય છે? તું રાજાનો પુત્ર છે મને મહેરબાની કરીને કહે તો ખરો?”ત્યારે આમ્નોને કહ્યું, “હું માંરા ભાઈ આબ્શાલોમની બહેન તામાંરના પ્રેમમાં છું.”
5 યોનાદાબે કહ્યું, “હવે, શું કરવું તે હું તને કહીશ, તારા પલંગ પર સૂઈ જા, અને બિમાંર હોવાનો ઢોંગ કર. તારા પિતા તારી ખબર જોવા આવશે, અને જ્યારે તને જોવા આવે ત્યારે તેમને કહેજે કે, માંરી બહેન તામાંરને માંરા માંટે રોટલી પકવવાનું કહો, જ્યારે હું જોઉં અને તે મને પોતે જ પીરશે.”‘
6 આથી આમ્નોન માંદો હોવાનો ઢોંગ કરીને સૂઈ ગયો. રાજા દાઉદ તેને મળવા ગયો એટલે આમ્નોને તેને કહ્યું, “માંરી બહેન તામાંરને અહીં આવીને માંરા દેખતાં એક ભાખરી બનાવી, પોતાને હાથે મને ખવડાવવા દો.”
7 દાઉદ સહમત થયો અને તામાંરને સંદેશો મોકલ્યો કે, “તારા ભાઈ આમ્નોનને ઘેર જઈ તેના માંટે રસોઈ તૈયાર કર.”
8 તામાંર પોતાના ભાઈ આમ્નોનને ઘેર તેના શયનખંડમાં ગઈ, જેથી ભાખરી માંટે લોટ બાંધતા તે તેને જોઈ શકે. તેણે થોડો લોટ લીધો, ગૂંદ્યો અને તેના દેખતાં ભાખરી બનાવીને શેકી.
9 પછી તેણે આમ્નોન આગળ થાળીમાં ભાખરી પીરસી, પણ તેણે ખાવાનો ઇન્કાર કર્યો, અને કહ્યું, “બધાને બહાર મોકલી દો.” એટલે બધા બહાર ચાલ્યા ગયા.
10 પછી તેણે તામાંરને કહ્યું, “હવે અહીં માંરા શયનખંડમાં ખાવાનું લઈ આવ, જેથી હું તારે હાથે ખાઈ શકું.” આથી તામાંરે પોતે બનાવેલી ભાખરી અંદરના ઓરડામાં તેના ભાઈ આમ્નોન પાસે લઈ ગઈ.
11 તામાંર તેને ખાવાનું આપવા ગઈ ત્યારે આમ્નોને તેને પકડી લીધી અને કહ્યું, “આવ, મને પ્રેમ કર, માંરી સાથે સૂઈ જા.”
12 પણ તેણે કહ્યું, “ના, ભાઈ, મને નીચું જોવડાવશો નહિ આવું શરમજનક કરશો નહિ. ઇસ્રાએલમાં આ જાતની ભયંકર બાબત કદી થઇ નથી.
13 શરમની માંરી હું માંરું મોઢું કયાંય બતાવી શકીશ નહિ. અને તમે પણ ઇસ્રાએલમાં એક સામાંન્ય ગુનેગારમાં ખપશો. તમે રાજાને કહોને; મને તમાંરી સાથે પરણવા દે.”
14 પણ તેણે તેની વાત સાંભળી નહિ, તેણે તેના ઉપર બળાત્કાર કરી તેની લાજ લીધી.
15 પછી અચાનક આમ્નોનને તામાંર ઉપર તિરસ્કાર છૂટયો. પહેલાં એને માંટે જેટલો તેને પ્રેમ હતો હવે તેના કરતાં પણ વધારે તેના પ્રત્યે તિરસ્કાર થયો. તે બોલ્યો, “બેઠી થઈ જા અને અહીંથી તુરંત ચાલી જા.”
16 “ના, ભાઈ” તે બોલી, આ રીતે મને કાઢી મૂકવી એ તમે અત્યારે કર્યુ એના કરતાં પણ વધુ ખરાબ છે.”પણ તેણે એની વાત સાંભળી નહિ,
17 તેણે પોતાના અંગત નોકરને બોલાવીને હુકમ કર્યો, “આ સ્ત્રીને માંરા મોઢા આગળથી દૂર કર, એને બહાર કાઢ અને બારણું બંધ કરી દે.”
18 નોકરે તેને બહાર કાઢીને બારણું બંધ કરી દીધું. તે દિવસોના રિવાજ મુજબ રાજાની કુંવરીઓ વિવિધ રંગનાલાંબા ઝભ્ભા પહેરતી હતી, તામાંરે પણ પહેર્યો હતો.
19 તામાંરે પોતાનાં વસ્ત્રો ફાડયાં, પોતાના માંથામાં રાખ નાખી અને બંને હાથ પોતાના માંથા ઉપર મૂકી જોરથી પોક મૂકી રડતી રડતી તે ચાલી ગઈ.
20 તેના ભાઈ આબ્શાલોમે તેને પૂછયું, “તારા ભાઈ આમ્નોને તને ઇજા પહોંચાડી છે? કોઈને કહેતી નહિ, માંરી બહેન. ગમે તેમ તો તે તારો ભાઈ છે. તે માંટે રડીશ નહિ.” આથી તામાંર કાંઇ કહી ન શકી અને પોતાના ભાઈ આબ્શાલોમના ઘરમાં રહી.
21 જયારે દાઉદે આખી વાત જાણી ત્યારે તેને ઘણો ક્રોધ ચડયો.
22 આબ્શાલોમે આ વિષે આમ્નોનને કશું કહ્યું નહિ, પરંતુ આમ્નોને પોતાની બહેન તામાંરનો બળાત્કાર કર્યો હતો તેને લીધે તેને આમ્નોન ઉપર ભારે તિરસ્કાર હતો.
23 પૂરાં બે વર્ષ પછી આબ્શાલોમે પોતાના ઘેટાંનું ઊન ઉતરાવતી વખતે રાજાના બધા પુત્રોને એફ્રાઈમ નજીક બઆલ-હાસોર મુકામે આમંત્રણ આપ્યું.
24 આબ્શાલોમે રાજા પાસે જઈને કહ્યું, “અત્યારે તો અમે ઘેટાંની ઊન કાતરી રહ્યાં છીએ, તેથી આપ આપના સેવકો સાથે પધારવાની કૃપા કરશો?”
25 રાજાએ તેને કહ્યું, “ના, માંરા દીકરા, જો અમે સર્વ તારે ઘેર આવીશું તો તને ઘણો જ ભાર પડશે.”આબ્શાલોમે ફરી ફરી વિનંતી કરી; પરંતુ રાજાને જવું ન હતું, અને તેણે આશીર્વાદ આપ્યા નહિ.
26 પણ આબ્શાલોમે કહ્યું, “તો પછી માંરા ભાઈ આમ્નોનને તો મોકલશોને?”રાજાએ પૂછયું, “આમ્નોન જ શા માંટે?”
27 પણ આબ્શાલોમે ફરી આગ્રહ કર્યો, તેથી રાજાએ આમ્નોનને અને પોતાના બધા પુત્રોને જવા દીધા.
28 આબ્શાલોમે પોતાના માંણસોને કહ્યું, “બરાબર ધ્યાન રાખજો, આમ્નોન દાક્ષારસની મસ્તીમાં આવી જાય અને હું એમ કહું કે, આમ્નોનને પૂરો કરો, ત્યારે તેને માંરી નાખવો. ડરશો નહિ, હુકમ કરનાર હું છું. હિંમત રાખજો અને બહાદુરીથી કામ લેજો.”
29 તેથી આબ્શાલોમના યુવાન સૈનિકોએ તેના કહ્યા પ્રમાંણે કર્યું. અને તેઓએ આમ્નોનને માંરી નાખ્યો. પછી રાજાના બીજા પુત્રો ઝડપથી ઊભા થયા અને તેઓના ઘોડાઓ પર સવાર થઈને ભાગી ગયંા.
30 હજી તેઓ યરૂશાલેમના રસ્તામાં હતા, ત્યાં દાઉદને કાને એવી અફવા આવી કે, “આબ્શાલોમે રાજાના બધા પુત્રોને માંરી નાખ્યા છે, એક પણ જીવતો રહેવા પામ્યો નથી.”
31 એટલે રાજાએ ઊભા થઈને પોતાનાં વસ્ત્રો ફાડયાં અને તે ભૂમિ પર પડયો. તેના નોકરોએ પણ ભય અને દુ:ખને કારણે પોતાનાં વસ્ત્રો ફાડયાં.
32 પણ દાઉદના ભાઈ શિમઆહના પુત્ર યોનાદાબે કહ્યું, “હે માંરા ધણી, માંરા રાજા, એમ ન માંનશો કે આપના બધા જ પુત્રો મરી ગયા છે. ફકત આમ્નોનને માંરી નાખ્યો છે. આમ્નોને આબ્શાલોમની બહેન તામાંરનું અપમાંન કર્યુ ત્યારથી આબ્શાલોમે તેનો બદલો લેવાનો નિશ્ચય કર્યો છે.
33 તારા સર્વ પુત્રોનો સંહાર થયો નથી! ફકત આમ્નોન જ માંરી નંખાયો છે.”
34 તે સમય દરમ્યાન આબ્શાલોમ ભાગી ગયો. નગરના પહેરેદારોએ લોકોનું એક મોટું ટોળું ટેકરીની બીજી બાજુથી આવતું જોયું. તેણે રાજાને સમાંચાર આપ્યા કે, કેટલાક માંણસો હોરાનાઈમની દિશામાંથી ટેકરો ઊતરતા જણાય છે.
35 યોનાદાબે રાજાને કહ્યું, “જુઓ, મેં કહ્યું હતું તે પ્રમાંણે તારા પુત્રો આવી રહ્યા છે.”
36 તે બોલી રહ્યો તે જ ક્ષણે, રાજકુમાંરો આવી પહોંચ્યા. અને મોટેથી રડવા લાગ્યા. રાજા અને તેના બધા અમલદારો પણ ખૂબ રડવા લાગ્યા.
37 આબ્શાલોમ નાસી જઈને આમ્મીહૂરના પુત્ર ગશૂરના રાજા તાલ્માંયની પાસે જતો રહ્યો, રાજા દરરોજ તેના પુત્ર માંટે શોક કરતો હતો.
38 આબ્શાલોમ ગશૂરના રાજા પાસે ત્રણ વર્ષ સુધી રહ્યો.
39 આમ્નોનના મૃત્યુનો શોક હળવો થતાં દાઉદ આબ્શાલોમને માંટે ઝૂરવા લાગ્યો.

2-Samuel 13:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×