તેથી લોકોએ દેવનો કરારકોશ લાવવા માંટે માણસોને શીલોહ મોકલ્યા. કોશની ઉપર કરૂબ દેવદૂતો હતા, જે દેવના સિંહાસન જેવા હતા. એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ કોશની સાથે આવ્યા.
ઇસ્રાએલીઓનો હર્ષનાદ સાંભળીને પલિસ્તીઓ પૂછવા લાગ્યા, “હિબ્રૂઓની છાવણીમાં આ બધો અવાજ અને આનંદ શેના છે?”પદ્ધી તેઓને સમજ પડી કે યહોવાનો કરારકોશ ઇસ્રાએલીઓની છાવણીમાં આવ્યો છે.
જયારે તે આવી પહોંચ્યો ત્યારે એલી શહેરના દરવાજા પાસે બેઠો હતો અને યહોવાના કરારકોશની રાહ જોતો હતો. પવિત્ર કોશની સુરક્ષાની તેને ચિંતા હતી. યદ્ધભૂમિ પરથી આવેલા સંદેશવાહકે તેઓને દુ:ખદ સમાંચાર આપ્યા એટલે બધા લોકો જોરથી રડવા લાગ્યા.
પેલા મૅંણસે કહ્યું, “હું યદ્ધભૂમિ પરથી હમણા જ ચાલ્યો આવું છું. હું આજે જ યદ્ધમાંથી ભાગીને આવ્યો છું.”એલીએ તેને પૂછયું, “માંરા દીકરા, ત્યાં શું થયું છે?”
ભાગી આવેલા કાસદે કહ્યું, “ઇસ્રાએલીઓની હાર થઈ છે. હજારો ઇસ્રાએલી સૈનિકો માંર્યા ગયા છે, હોફની અને ફીનહાસ પણ મરી ગયા છે; અને દેવનો પવિત્રકોશ શત્રુઓએ કબજે લધો છે.”
સંદેશવાહકોએ દેવના પવિત્ર કોશનો ઉલ્લેખ કરતાની સૅંથે જ તે દરવાજની બાજુ પાસેના આસન પરથી પડી ગયો; અને તેની ડોક તુટી ગઇ અને તે મરણ પામ્યો કેમકે તે વદ્ધ હતો અને તેનું શરીર બહુ ભારે હતું. એલીએ 40વર્ષ ઇસ્રાએલનો ન્યાય કર્યો હતો.
એલીની પુત્રવધૂ ફીનહાસની વહુ સગર્ભા હતી, અને તેની પ્રસૂતિનો સમય પાસે આવ્યો હતો, જયારે તેણે દેવનો પવિત્રકોશ બીજાઓએ કબજે કર્યાનું અને પોતાના સસરાનું અને પતિનું અવસાન થયાનું સાંભળ્યું ત્યારે તેને એકદમ વેણ ઊપડી આવી, તે નમી પડી અને તેને પ્રસૂતિ થઈ ગઈ.
તે જ્યારે પડામાં હતી અને મૃત્યુની નધ્ક હતી ત્યારે તેને મદદ કરતી સ્રીઓમાંથી એક સ્રીએ કહ્યું: “ચિંતા કરીશ નહિ; તેઁ પુત્રને જન્મ આપ્યો છે.”પણ તેણે કોઈ જવાબ આપ્યો નહિ, અને તેના પર ધ્યાન ન આપ્યું.
તેણે તે છોકરાનું નામ ઈખાબોદ પૅંડયું એમ કહેતા, “ઇસ્રાએલીઓનું ગૌરવ જતું રહ્યું છે.” તેણે આ કહ્યું કારણ કે દેવનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા છે, અને તેના ધણીનું તથા સસરાનું અવસાન થયું છે.