Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

1 Samuel Chapters

1 Samuel 31 Verses

Bible Versions

Books

1 Samuel Chapters

1 Samuel 31 Verses

1 પલિસ્તીઓ ઇસ્રાએલી સામે લડ્યા; જેઓ નાસી ગયા અને ગિલ્બોઆ પર્વત ઉપર માંર્યા ગયા. ઘણા ઇસ્રાએલીઓ ત્યાં મરી ગયા અને તેમાંનાં ઘણાં ભાગી ગયા.
2 પલિસ્તીઓએ શાઉલના ત્રણ પુત્રોને માંરી નાખ્યાં યોનાથાનને, અબીનાદાબને અને માંલ્કીશૂઆને તેઓએ એમનો પીછો પકડયો અને માંરી નાખ્યા.
3 અને શાઉલની વિરુદ્ધ ખૂનખાર યુદ્ધ થયું હતું. કેટલાક ધનુર્ધારીઓએ તેની પાસે પહોંચી જઈ તેને સખત ઘાયલ કર્યો.
4 ત્યારે તેણે પોતાના બખ્તર ઉપાડનારને કહ્યું, “તારી તરવાર લે અને મને માંરી નાખ, નહિતર આ વિદેશીઓ આવશે અને મને ઇજા કરશે અને માંરી હાંસી ઉડાવશે.”પણ તે બખ્તર ઉપાડનાર ડરતો હતો અને તેને તેણે માંરી નાખવાની ના પાડી આથી શાઉલે પોતાની તરવાર લીધી અને પોતાને પોતાની તરવારથી માંરી નાખ્યો.
5 શાઉલને મૃત્યુ પામેલો જોઈને બખ્તરવાહક પણ પોતાની તરવાર ઉપર પડતું મુકી તેની સાથે મોતને ભેટયો.
6 આમ તે દિવસે શાઉલ, તેના ત્રણ પુત્રો, તેનો બખ્તરવાહક અને તેના માંણસો બધાજ તે જ દિવસે સાથે મૃત્યુ પામ્યા.
7 ખીણની પેલી પાર રહેતા ઇસ્રાએલીઓએ જોયું કે ઇસ્રાએલી સેના ભાગી ગઇ હતી અને શાઉલ અને તેના ત્રણ પુત્રો મરી ગયા હતા. તેથી તેઓએ તેમના નગરો છોડ્યા અને ભાગી ગયા. ત્યાર બાદ પલિસ્તીઓ આવ્યા અને ત્યાં રહ્યાં.
8 બીજે દિવસે પલિસ્તીઓ, મૃતદેહો પરથી વસ્રાદિ અલંકારો લૂંટી લેવા આવ્યા, ત્યારે તેમણે શાઉલને અને તેના ત્રણ પુત્રોને ગિલ્બોઆના ડુંગર પર મરેલા પડેલા જોયા.
9 તે લોકોએ તેનું માંથું કાપી નાખ્યું અને તેના શસ્ત્રો ઉતારી લીધાં અને દેશભરમાં મંદિરોને અને લોકોને આ શુભ સમાંચાર પહોંચાડવા માંણસો મોકલ્યા.
10 ત્યાર પછી તે લોકોએ શાઉલનાં બખ્તરને આશ્તારોથના મંદિરમાં મૂકયું. તેઓએ તેના શબને બેથશાનની દિવાલ ઉપર લટકાવી દીધું.
11 પલિસ્તીઓએ શાઉલના શરીરને અને બખ્તર ઉપાડનારને શું કર્યું તે યાબેશ ગિલયાદના લોકોએ સાંભળ્યુ.
12 પછી યાબેશના બધા સૈનિકોએ આખી રાત કૂચ કરી; તેઓએ શાઉલ અને તેના ત્રણે દીકરાઓના શરીર બેથશાનની દિવાલોથી ઉતાર્યા અને યાબેશ ગિલયાદ લઇ ગયા અને અગ્નિમાં બાળી નાખ્યા.
13 પછી તેમણે તેમનાં હાડકાંઓ લીધા અને તેમને યાબેશમાં મોટા વૃક્ષ નીચે દાટી દીધા, અને સાત દિવસના ઉપવાસ કર્યા. 

1-Samuel 31:1 Gujarati Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×