ત્યારબાદ દાઉદ ગયો અને યોનાથાન પોતાના ગામે પાછો આવ્યો.દાઉદ નોબ નગરમાં અહીમેલેખ યાજકને મળવા ગયો, અહીમેલેખે તેને જોયો એટલે તે કાંપવા લાગ્યો, તેણે પૂછયું, “તું કેમ એકલો છે? કેમ તારી સાથે કોઇ નથી?”
એટલે દાઉદે અહીમેલેખ યાજકને કહ્યું કે, “રાજાએ મને એમ કહીને આદેશ કર્યો છે કે, હું તને ખાનગી કામ પર મોકલી રહ્યો છું. તેના વિષે કોઇને ખબર પડવી જોઇએ નહિ. મેં માંરા માંણસોને મને એક જગા પર મળવાનું કહ્યું.
પછી યાજકે દાઉદને કહ્યું, આપણી પાસે સાદી રોટલી બિલકુલ નથી, આપણી પાસે માંત્ર પવિત્ર રોટલી છે, જો તે અને તારા માંણસોએ કોઇ સ્ત્રીઓથી દૂર રહેલા હોય તો તમે તે ખાઈ શકો છો.”
દાઉદે કહ્યું, “હું તમને ખાતરી આપું છું કે અમે કોઇ સ્ત્રી સાથે જાતિય સંબધ નથી કર્યો, માંરા માંણસો સામાંન્ય ફરજો પર લડવા જાય છે ત્યારે પણ પોતાની જાતને શુદ્ધ રાખે છે. આજે પણ આ વિષેશ કર્તવ્ય માંટે તેઓએ પોતાની જાતને શુદ્ધ રાખી છે.”
દાઉદે અહીમેલેખને કહ્યું, “તમાંરી પાસે કોઇ શસ્ર છે જેવંુ કે ભાલો અથવા તરવાર? હું માંરી તરવાર કે ભાલો માંરી સાથે લાવ્યો નથી, કારણ, રાજાનું કામ તાકીદનું હતું.”
યાજકે ઉત્તર આપ્યો, “માંરી પાસે ગોલ્યાથ પલિસ્તીની તરવાર છે, જેને તમે એલાહની ખીણમાં માંરી નાખ્યો હતો, તે કપડાંમાં વીંટાંળીને એફોદની પાછળ મૂકેલી છે. જો તારી ઈચ્છા હોય તો તે લે; માંરી પાસે બીજી કોઇ નથી.”તેથી દાઉદે કહ્યું, “એના જેવી એકે નથી; તેથી એ મને આપ.”