યોનાથાને કહ્યું, “આ ખ્યાલ ખોટો છે. તારો જીવ લેવાનો કોઈ ઇરાદો નથી. માંરા પિતા મને જણાવ્યા વિના કોઈ મહત્વનું કે બિનમહત્વનું કામ કરતા જ નથી. તેથી તે આ વાત માંરાથી છુપાવે શા માંટે? ના, એ સાચું નથી.”
દાઉદે જવાબ આપ્યો, “તારા પિતા બરાબર જાણે છે; કે તું માંરો સાચો મિત્ર છે. તેથી તેણે એમ વિચાર્યુ હશે કે, ‘તને આની ખબર પડવી જોઈએ નહિ. નહિ તો તને દુ:ખ થશે અને એ વિષે તું મને કહીશ.’ પણ હું તને યહોવાના સમ ખાઈને કહું છું, તારા સમ ખાઈને કહું છું કે, માંરી અને મોતની વચ્ચે એક પગલાનું જ અંતર છે.”
દાઉદે કહ્યું, “આવતી કાલે અમાંસનો પર્વ છે. આ ઉજવણી ના દિવસે માંરે રાજા સાથે જમવાનું હોય છે, પણ હવે ખેતરમાં છુપાવા દો અને બીજે દિવસ પણ ત્યાં રહીશ. પહેલાં હું આ ઉત્સવમાં હંમેશા તારા પિતા પાસે રહેતો હતો, પણ આવતી-કાલે હું સીમમાં સંતાઈ રહીશ અને ત્રીજા દિવસની સાંજ સુધી હું ત્યાં જ રહીશ.
જો માંરી ગેરહાજરી તારા પિતાના ધ્યાનમાં આવે તો તું કહેજે કે, ‘દાઉદ માંરી રજા લઈને એકાએક તેને ઘેર બેથલેહેમ ગયો છે. કારણ, આખા કુટુંબનો વાષિર્ક યજ્ઞોત્સવ છે.’
યહોવાના નામે આપણે ભાઈઓ તરીકે કરાર કરેલો છે, તેથી તું માંરે માંટે આટલું કર, અથવા તારા પિતાની વિરુદ્ધ મેં પાપ કર્યુ હોય તો તું જાતે જ મને માંરી નાખ, પણ મને તારા પિતાને સ્વાધીન કરતો નહિ!”
ત્યાં યોનાથાને દાઉદને કહ્યું, “ઇસ્રાએલના દેવ યહોવાની સાક્ષીએ હું તને વચન આપંુ છું કે, ત્રણ દિવસ સુધીમાં હું માંરા પિતાને તારા વિષે વાત કરીશ અને તારા માંટે તે શું ધારે છે તેની તને તરત જ જાણ કરીશ.
જો માંરા પિતા તને હાનિ કરવાના હોય, તો હું તને સંદેશો મોકલીશ અને સુરક્ષિત જવા દઇશ. જો હું આમ ન કરું તો ભલે યહોવા મને સજા કરે. યહોવા જેમ માંરા પિતાની મદદમાં રહેતા હતા તેમ તારી મદદમાં રહો.
અને જો હું મૃત્યુ પામુંં તો માંરા કુટુંબ ઉપર દયા દેખાડવાનું બંધ ન કરતા. જ્યારે યહોવા આ જગતમાંથી તારા બધા દુશ્મનોનો નાશ કરે ત્યારે પણ માંરા સંતાનો પર દયા રાખજે.
પછી હું માંરા નોકરને મોકલીશ અને કહીશ કે, તીર શોધી લાવ. જો હું નોકરને એમ કહું કે, ‘તીર તારી આ બાજુએ છે, ઉપાડી લે,’ તો તારે સમજવું કે તું સુરક્ષિત છે, અને બહાર આવવું, હું તને યહોવાના સમ ખાઈને કહું છું કે તારા માંથે જરાપણ ભય નહિ હોય.
તેણે કહ્યું હતું કે, ‘કૃપા કરીને મને જવા દો, કારણ, અમાંરું કુટુંબ ગામમાં યજ્ઞ ઊજવે છે, અને માંરા ભાઈએ મને હાજર રહેવા જણાવ્યું છે; એટલે જો તને માંરે માંટે લાગણી હોય, તો મને માંરા ભાઈઓને મળવા જવા દે.’ તેથી તે રાજાના ભોજનમાં ગેરહાજર છે.”
શાઉલ યોનાથાન ઉપર ગુસ્સે થઈ ગયો, અને કહ્યું, “તું એક ગુલામ સ્રીનો દીકરો છે જે આજ્ઞા પાળવાની મનાઇ કરે છે? તને ખબર નથી કે યશાઇનાં દીકરાનો પક્ષ લેવાથી તું તારા કુટુંબને અપમાંનિત કરીશ અને તારી માંતાની બદનામી કરીશ.
જયાં સુધી યશાઇનો પુત્ર આ ધરતી ઉપર જીવે છે ત્યાં સુધી ન કે તું કે તારું રાજય સ્થાપિત થશે. તેથી કોઇને મોકલ તો તેને માંરી પાસે લાવવા, કેમ કે તેને મરવાનું છે જ.”
તેથી યોનાથાન ગુસ્સે થઈને ખાણા પરથી ઊઠી ગયો. અને બીજને દિવસે તેણે કશું ય ખાધું નહિ, કારણ કે તેના પિતાએ દાઉદનું અપમાંન કર્યુ એથી તેને ઘણું દુ:ખ થયું હતું.
છોકરાના ગયા પછી તરત જ દાઉદ દક્ષિણ બાજુએથી ઊઠીને આવ્યો, અને યોનાથાનને ત્રણ વાર સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા; અને તેઓએ એકબીજાને ચુંબન કર્યું. અને એકબીજાને ભેટીને રડ્યા. દાઉદ યોનાથાન કરતાં વધારે રડતો હતો.
યોનાથાને દાઉદને કહ્યું, “શાંતિથી જા, કારણ તારી અને માંરી વચ્ચે અને તારા કુટુંબ અને માંરાં કુટુંબ વચ્ચે એક સંધિ છે અને યહોવા તેના સાક્ષી છે. આપણે પ્રતિજ્ઞા લીધી છે અને કહ્યું છે કે યહોવા આપણી વચ્ચે સદા માંટે સાક્ષી રહેશે.”