એક દિવસે શાઉલના પુત્ર યોનાથાને પોતાના શસ્ત્ર ઉપાડનાર માંણસને કહ્યું, “ચાલ, આપણે પેલી બાજુ પર આવેલી પલિસ્તીઓની ચોકીએ જઈએ.” પરંતુ તેણે એ વિષે પોતાના પિતાને કશું કહ્યું નહિ.
તે સમયે શીલોહમાં અહિયા યાજક હતો. તે અહીટુબના ભાઇ ઇખાબોદનો પુત્ર હતો. ઇખાબોદ ફીનહાસનો પુત્ર હતો, ફીનહાસ યાજક એલીનો પુત્ર હતો. હવે અહિયાએ એફોદ પહેરેલો હતો.યોનાથાન ગયેલો છે તે લોકો જાણતા નહોતા.
યોનાથાને પોતાના શસ્ત્રસજ્જ યુવાન માંણસને કહ્યું, “ચાલ, આપણે આ વિદેશીઓની છાવણીમાં જઈએ. કદાચ યહોવા આપણને તેઓને હરાવવા મદદ કરે. કઈં પણ યહોવાને રોકી શકે નહિ- ભલે આપણી પાસે વધારે સૈનિકો કે થોડા સૈનિકો હોય.”
પરંતુ જ્યારે શાઉલ યાજક અહિયા સાથે બોલતો હતો તે દરમ્યાન પલિસ્તીઓની છાવણીમાં કોલાહલ વધતો જ ગયો. શાઉલે યાજકને કહ્યું, “બસ! તારો હાથ નીચે કર અને પ્રાર્થના કરવાનું બંધ કર!”
તેમજ જે ઇસ્રાએલી સૈનિકો એફાઈમના પહાડી પ્રદેશમાં છુપાઈ ગયા હતાં તે બધા પણ, પલિસ્તીઓ નાસે છે એવું સાંભળીને, તેઓ પણ યુદ્ધમાં જોડાયા અને પલિસ્તીઓની પાછળ પડયા.
આ રીતે યહોવાએ ઇસ્રાએલને વિજય અપાવ્યો, અને લડાઈ બેથ-આવેન સુધી પ્રસરી ગઈ. બધી સેના શાઉલ સાથે હતી. તેની પાસે લગભગ10,000 પુરુષો હતા, એફાઇમના પર્વતીય પ્રદેશના દરેક શહેરમાં યુદ્ધનું વાતાવરણ હતું.
તે દિવસે ઇસ્રાએલીઓ થાકીને લોથ થઈ ગયા હતા, કારણ, શાઉલે લોકોને સમ દઈને કહ્યું હતું કે, “હું માંરા શત્રુઓ ઉપર વેર વાળું તે પહેલાં સાંજ સુધી કાંઈ ખાશો નહિ, જે ખાશે તેને માંથે શાપ ઊતરશે.” આથી કોઈએ કશું ય ખાધું નહોતું.
ત્યારે લોકોમાંથી કોઈએ તેને કહ્યું, “તારા પિતાએ લોકોને સમ દીધા છે કે, ‘આજે જે કોઈ કાંઈ ખાશે તેના ઉપર શાપ ઊતરશે.’ તેથી જ આ બધા લોકો ભૂખથી અર્ધા થઈ ગયા છે.”
પરંતુ ઇસ્રાએલીઓ ભૂખથી અર્ધા થઈ ગયા હોવાથી લૂંટ ઉપર તૂટી પડયા, અને ઘેટાં, બળદ અને વાછરડાં લઈને તેમને જમીન ઉપર વાઢી નાખ્યા, અને લોહી સાથે જ માંસ ખાવા લાગ્યા,
પછી તેણે તેમને કહ્યું, “જાવ, અને પુરુષોને કહો કે દરેક પોતાનું ઘેટું ને બળદ અહીં લઈ આવે, અને તેને કાપીને ખાય. તેઆએ લોહીવાળું માંસ ખાવાનું નથી કારણ કે તે યહોવા વિરુદ્ધ પાપ છે.”ત્યાર પછી તે રાત્રે તેઓ બધાં તેમના પશુઆને લાવ્યા અને ત્યાં કાપ્યા.
પછી શાઉલે પ્રાર્થના કરી, “ઈસ્રાએલના દેવ યહોવા, તમે તમાંરા સેવકને આજે જવાબ કેમ નથી આપ્યો. જો મે કે માંરા પુત્રે પાપ કર્યું હોય તો ઉરીમ આપ. જો ઈસ્રાએલીઓએ પાપ કર્યું હોય તો થુમ્મીમ આપ. શાઉલ અને યોનાથાન પસંદગી પામ્યા પણ લોકો બચી ગયા.”યોનાથાન અને શાઉલનો દોષ નીકળ્યો અને લોકો નિદોર્ષ ઠર્યા.
શાઉલે યોનાથાનને પૂછયું, “તે શું કર્યુું છે તે મને કહે.”યોનાથાને કહ્યું, “મેં માંરી લાકડીને છેડે લાગેલું સહેજ મધ ખાધું હતું. હું અહીં ઊભો છું અને હું મરવાને તૈયાર છું.”
પણ લોકોએ શાઉલને કહ્યું, “ઇસ્રાએલને માંટે આવો મોટો વિજય મેળવનાર યોનાથાનને મરવું પડશે? એ તો કદી ય બને જ નહિ. અમે દેવના સમ ખાઈને કહીએ છીએ કે, એનો એક વાળ પણ વાંકો નહિ થાય, કારણ, આજે એણે જે કંઈ કર્યું છે તે દેવની મદદથી કર્યું છે.” આમ, લોકોએ યોનાથાનને મરતો ઉગારી લીધો.
ઇસ્રાએલમાં રાજપદ ધારણ કર્યા પછી શાઉલે ચારે બાજુના દુશ્મનો સામે યુદ્ધ ખેડયાં, તેણે મોઆબીઓ, આમ્મોનિઓ, અદોમીઓ, સોબાહના રાજા, અને પલિસ્તીઓ સાથે યુદ્ધ કર્યા, તે જે દિશામાં વળ્યો ત્યાં તેને વિજય મળ્યો.
શાઉલને જીવનપર્યંત ઇસ્રાએલીઓ માંટે પલિસ્તીઓની સાથે ખૂનખાર યુદ્ધો લડવાં પડયાં. તેથી શાઉલ કોઈ પરાક્રમી વ્યકિતને કે કોઈ શૂરવીર માંણસને જોતો, તો તેને પોતાના લશ્કરમાં ભરતી કરી દેતો.