અને યરોબઆમે પોતાની પત્નીને કહ્યું, “આમ જો, તું માંરી પત્ની છે એની લોકોને ખબર ન પડે, કોઇ તને ઓળખી ન શકે તે રીતે વેશપલટો કરીને તું શીલોહ જા. અહિયા પ્રબોધક ત્યાં રહે છે, જેણે કહ્યું હતું કે, હું આ લોકોનો રાજા થવાનો છું.
યરોબઆમની પત્નીએ તે પ્રમાંણે કર્યુ. તે તરત જ નીકળી અને શીલોહ ગઈ, અહિયાને ઘેેર પહોંચી, હવે વાત એમ હતી કે અહિયાને દેખાતું નહોતું. ઘડપણને લીધે તેની આંખને ઝાંખ આવી હતી,
પરંતુ યહોવાએ તેને કહ્યું હતું કે, “યરોબઆમની પત્ની પોતાના માંદા બાળક વિષે તને સવાલ કરવા આવી રહી છે; તેણી આવશે ત્યારે કોઈક બીજુંજ હોવાનો ઢોંગ કરશે. તેણીને આ કહેજે.”
મેં દાઉદના હાથમાંથી રાજય છીનવી લઈને તને આપ્યું. પણ તું માંરા સેવક દાઉદ જેવો ન નીકળ્યો. તે તો માંરી આજ્ઞાઓ પાળતો હતો. અને પૂરા મનથી માંરા માંગેર્ ચાલતો હતો તથા માંરી નજરમાં જે સાચું હોય તે જ કરતો હતો.
તેઁ તારા બધા પૂર્વજો કરતાં વધારે ખરાબ કામો કર્યા છે, તેં બીજા દેવોની મૂર્તિઓ બનાવી છે, અને સોનાના વાછરડા બનાવીને માંરો રોષ વહોરી લીધો છે; તેં તો માંરી અવગણના કરી છે.
તેથી હું તારા વંશ પર આફત ઉતારીશ. તારા કુટુંબમાં દરેક પુરુષને માંરી નાખીશ, ઇસ્રાએલમાં તારા વંશનો કોઇ પણ નર જીવતો બચશે નહિ જેમ છાણ રાખ થાય ત્યાં સુધી બળ્યા કરે છે. તેવી જ રીતે તારું સમગ્ર કુટુંબ નાશ પામશે.
સર્વ ઇસ્રાએલી લોકો તેને માંટે આક્રંદ કરશે અને તેને દફનાવશે, તારા કુટુંબમાંથી સારો ભૂમિદાહ પામનાર તારો પુત્ર આ એક જ હશે. કેમકે ઇસ્રાએલના યહોવા દેવને યરોબઆમના સમગ્ર પરિવારમાંથી માંત્ર આ છોકરાને જ સારી વ્યકિત તરીકે જોયો છે.
જેવી રીતે છોડની કુંમળી દાંડી નદીમાં ઝોલાં ખાય છે તેવી જ રીતે યહોવા ઇસ્રાએલ પર પ્રહાર કરશે. યહોવા ઇસ્રાએલીઓને તેણે તેના પિતૃઓને આપેલા દેશમાંથી જડમૂળથી ઉખેડી નાખશે. અને નદીને પેલે પાર તેઓને વિખેરી નાખશે, કારણ કે અશેરીમનો સ્તંભ બનાવી તેઓએ યહોવાને કોપાયમાંન કર્યા છે.
યહૂદાનાં રાજા સુલેમાંનનો પુત્ર રહાબઆમ જ્યારે તે 41 વર્ષની ઊંમરનો હતો ત્યારે યહૂદાનો રાજા બન્યો. રહાબઆમે યરૂશાલેમમાં 17 વર્ષ રાજ્ય કર્યુ. ઇસ્રાએલની બધી જાતિઓમાંથી યરૂશાલેમ નગર હતું જેને યહોવાએ પોતાના માંટે પસંદ કર્યુ હતું. રહાબઆમની માંતાનું નામ નાઅમાંહ હતું, તે આમ્મોની હતી.
એટલું જ નહિ, આખા પ્રદેશમાં દેવદાસો અને દેવદાસીઓ બીજા દેવોની સેવા કરતી હતી, આ તો ભૂમિના રાષ્ટોએ કરેલું અધમ પાપ જેવું હતું, આને કારણે યહોવાએ તેમની પાસેથી ભૂમિ લઇને ઇસ્રાએલીઓને આપી દીધી હતી.
અંતે રહાબઆમ પિતૃલોકને પામ્યો, ત્યારે તેને દાઉદ નગરમાં દફનાવવામાં આવ્યો તેની માંતાનું નામ નાઅમાંહ હતું, તે એક આમ્મોની હતી. રહાબઆમના મૃત્યુ પછી તેનો પુત્ર અબીયામ રાજા બન્યો.