Indian Language Bible Word Collections
Psalms 4:2
Psalms Chapters
Psalms 4 Verses
Books
Old Testament
New Testament
Bible Versions
English
Tamil
Hebrew
Greek
Malayalam
Hindi
Telugu
Kannada
Gujarati
Punjabi
Urdu
Bengali
Oriya
Marathi
Books
Old Testament
New Testament
Psalms Chapters
Psalms 4 Verses
1
|
મારા ઉમદા દેવ, હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે, મને ઉત્તર આપજો, મારી પ્રાર્થના સાંભળીને તમારી કૃપા વરસાવજો, મને મારી મુશ્કેલીઓમાં રાહત આપજો. |
2
|
હે મનુષ્યો, કયાં સુધી મારા માટે ખરાબ બોલશો? ક્યાં સુધી મને કહેવા માટે નવા જૂઠાણાં શોધશો? તમે તો તે જૂઠાણાં કહેવાનું ચાહો છો. |
3
|
તમારે જાણવું જોઇએ કે યહોવા તેમના વિશ્વાસુ અનુગામીને સાંભળે છે. તેથી હું હાંક મારીશ ત્યારે યહોવા જરૂર મને સાંભળશે. |
4
|
તમે ગુસ્સે થયા હશો પણ પાપતો કરશોજ નહિ, જ્યારે તમે પથારીમાં સૂવા જાવ ત્યારે તમારાં હૃદયમાં ઉંડે સુધી વિચાર કરો અને શાંત થઇ જાવ. |
5
|
યહોવાને ઉમદા અને યોગ્ય અર્પણો ચઢાવો , અને યહોવા પર ભરોસો રાખો. |
6
|
એવું પુછનાર તો ધણા છે, “અમને દેવની સુંદરતા કોણ બતાવશે? હે યહોવા, તમારા ચમકતા ચહેરાનો પ્રકાશ અમને બતાવો!” |
7
|
હે યહોવા, ઋતુંનો પાક જોઈ લોકો પ્રસન્નતા પામે છે. પરંતુ તે કરતાં અધિક પ્રસન્નતા તમે મારા હૃદયમાં મૂકી છે. |
8
|
હું સૂઇ જઇશ ને શાંતિથી ઉંઘી પણ જઇશ, કારણ; હે યહોવા, તમે જ એક મને સુરક્ષાથી સુવા દો છો. |