1
|
હું હમેશા યહોવાની પ્રશંશા કરીશ, અને હું હંમેશા તેમના મહિમા વિષે વાત કરીશ. |
2
|
મારો આત્મા યહોવાની મોટાઇ કરશે. આથી નમ્ર માણસો મારી સ્તુતિ સાંભળશે અને આનંદિત થશે. |
3
|
આપણે સૌ સાથે મળી યહોવાની સ્તુતિ કરીએ. અને તેના નામનો મહિમા વધારીએ. |
4
|
યહોવાને મેં પ્રાર્થના કરી અને તેમણે મારી પ્રાર્થનાનો ઉત્તર આપ્યો. તેમણે મને જે બધી બાબતોનો ભય હતો તેમાથી છોડાવ્યો. |
5
|
જેઓ યહોવાની કૃપા પામ્યા છે, તેઓના મુખ પ્રકાશિત છે; તેઓના મુખ પર કોઇ નિરાશા નથી. |
6
|
આ લાચાર માણસે યહોવાને પોકાર કર્યો, અને તે સાંભળીને તેમણે તેને સર્વ સંકટમાંથી ઉગાર્યો. |
7
|
યહોવાનો દૂત, યહોવાના ભકતોની આસપાસ પડાવ નાખે છે અને તેમને મુશ્કેલીમાંથી ઉગારે છે, તેમનું રક્ષણ કરે છે. |
8
|
યહોવા કેટલાં ઉમદા છે તેનો અનુભવ કરો અને જુઓ. જેઓ તેમના ઉપર આધાર રાખે છે તેઓ ને ધન્ય છે. |
9
|
યહોવાનાં પવિત્ર અનુયાયીઓ તેનું ભય રાખે છે અને તેમનો આદર કરે છે; કેમકે, તેને કોઇ વસ્તુની ખોટ પડની નથી. |
10
|
અને કદાચ તંગી પડે સિંહના બચ્ચાંને અને ભૂખ વેઠવી પડે છે, પણ દેવની સહાય શોધનારને ઉત્તમ વસ્તુઓની અછત પડતી નથી. |
11
|
મારા બાળકો આવો, મારું સાંભળો; “હું તમને યહોવાનો આદર કરતાં શીખવીશ.” |
12
|
સુખી-લાંબા જીવનની ઈચ્છા કોને છે? અને તમારામાંથી જીવન વહાલું કોને છે? |
13
|
તો હંમેશા તમારી જીભ પર કાબૂ રાખો; ને તમારા હોઠોને જૂઠું બોલવાથી દૂર રાખો. |
14
|
દરેક દુષ્ટાથી દૂર રહો અને ભલું કરો. શાંતિ શોધી તેની પાછળ લાગો. |
15
|
યહોવાની આંખો હંમેશા સત્યનિષ્ઠ લોકો પર નજર રાખે છે. તેમની મદદ માટેની પ્રાર્થના સાંભળવા માટે તેમનો કાન સદા ખુલ્લો હોય છે. |
16
|
દુષ્ટ માણસોની યાદને પૃથ્વી પરથી ભૂંસી નાંખવાનો યહોવાએ સંકલ્પ કર્યો છે. |
17
|
યહોવા ન્યાયીઓના પોકાર સાંભળે છે, અને તેઓને સર્વ સંકટમાંથી છોડાવે છે. |
18
|
યહોવા હંમેશા તેઓની સાથે હોય છે જેમના હૃદય ભાંગી ગયા છે. જેમનો આત્મા કચડાઇ ગયો છે અને જેઓ નમ્ર છે તેમને યહોવા મુકિત આપે છે. |
19
|
ન્યાયી માણસનાં જીવનમાં ઘણા દુ:ખો આવે છે, પણ કૃપાળુ યહોવા તેમને તે સર્વમાંથી ઉગારે છે. |
20
|
યહોવા તેનાં સર્વ હાડકાંનું રક્ષણ કરે છે, તેઓમાંનું એકપણ ભાંગવામાં આવતું નથી. |
21
|
દુષ્ટો પોતાની જ દુષ્ટતાથી નાશ પામશે, અને ન્યાયીઓના દ્વેષીઓ દોષિત ઠરશે. |
22
|
યહોવા પોતાના સેવકોના પ્રાણોનો ઉદ્ધાર કરે છે; યહોવામાં ભરોસો રાખનારાઓમાંથી કોઇ દોષિત ઠરશે નહિ. |
Psalms 34:6 English Language Bible Words basic statistical display
COMING SOON ...