1
|
યહોવાની સ્તુતિ કરો! તેમના મંદિરમાં તેમની સ્તુતિ કરો! તેમના શકિતશાળી આકાશમાં તેમની સ્તુતિ કરો! |
2
|
તેનાં પરાક્રમી કાર્યો માટે તેમની સ્તુતિ કરો; તેમની અજોડ મહાનતા માટે તેમની સ્તુતિ કરો. |
3
|
રણશિંગડા વગાડીને તેમની સ્તુતિ કરો; સિતાર તથા વીણાથી તેમની સ્તુતિ કરો. |
4
|
ખંજરી તથાનૃત્યસહિત તેમની સ્તુતિ કરો; સારંગી તથા શરણાઇ સાથે તેમની સ્તુતિ કરો. |
5
|
તીવ્ર સૂરવાળી ઝાંઝોના મોટા અવાજ સાથે તેમની સ્તુતિ ગાઓ, ઝાંઝોના હર્ષનાદ સાથે તેમની સ્તુતિ કરો! |
6
|
શ્વાસોચ્છ્વાસ લેનારાં સર્વ યહોવાની સ્તુતિ કરો, તમે સૌ યહોવાની સ્તુતિ કરો! |
Psalms 150:3 English Language Bible Words basic statistical display
COMING SOON ...