1
|
હે મારા દેવ, મારા રાજા, હું તમારા નામનું ગૌરવ વધારીશ! હું તમારા નામની સ્તુતિ સદાય અને હંમેશા કરીશ! |
2
|
હું પ્રતિદિન તમારી પ્રશંશા કરીશ, અને સદા હું તમારા નામની સ્તુતિ ગાઇશ. |
3
|
યહોવા મહાન છે તે બહુ જ સ્તુતિપાત્ર છે; તેમની મહાનતાનો તાગ પામી શકાય તેમ નથી. |
4
|
પેઢી દરપેઢી તમારાં કામની પ્રશંસા થશે; અને તમારા પરાક્રમનાં કાર્યો પ્રગટ કરાવાશે. |
5
|
હું તમારી મહાનતા અને તમારા મહિમા વિષે બોલીશ; હું તમારા અદ્ભૂત ચમત્કારો વિષે ચર્ચા કરીશ. |
6
|
લોકો તમારાં પરાક્રમી કૃત્યોનું સાર્મથ્ય પ્રગટ કરશે; હું તમારી મહાનતા વર્ણવીશ. |
7
|
તેઓ તમારા અનહદ પરોપકારનું સ્મરણ કરીને તમારી કીતિર્ ગજાવશે; અને તમારા ન્યાયીપણા વિષે ગીતો ગાશે. |
8
|
યહોવા દયાળુ અને કૃપાળુ છે; તે ક્રોધ કરવામાં ધીમા અને પ્રેમથી ભરપૂર છે. |
9
|
તેઓ પ્રત્યેક સાથે ભલા છે; અને તે જે કરે છે, તેમાં તેમની દયાની પ્રતીતિ થાય છે. |
10
|
હે યહોવા, જે બધાં તમારું સર્જન છે તે બધાં તમારો આભાર માનો, અને તમારા ભકતો તમારી સ્તુતિ કરે. |
11
|
તેઓ ભેગા મળીને તમારા રાજ્યના મહિમા વિષે વાત કરશે; અને તમારું પરાક્રમ પ્રગટ કરશે. |
12
|
જેથી સર્વ લોકો તમારા ચમત્કાર વિષે, તથા તમારા રાજ્યના મહિમા વિષે અને પ્રતાપ વિષે જાણે. |
13
|
કારણકે તમારા રાજ્યનો અંત કદી આવતો નથી; અને તમારું શાસન પેઢી દરપેઢી ચાલું રહે છે. |
14
|
ભંગિત થયેલ સૌનો આધાર યહોવા પોતે છે; બોજા તળે કચડાયેલાઓને તે બળવાન કરે છે. |
15
|
સર્વ કોઇ તમને આતુરતાથી જોઇ રહ્યાં છે. અને તેઓની જરૂરિયાત પ્રમાણે તમે અન્ન પૂરું પાડો છો. |
16
|
પ્રત્યેક સજીવોની ભૂખ અને તરસ તમે સતત સંતોષો છો. |
17
|
યહોવા જે કઇ કરે છે તે સર્વમાં પ્રામાણિક અને દયાથી ભરપૂર છે. |
18
|
જેઓ પ્રામાણિકપણે તેમને મદદ માટે પોકારે છે; તેઓની સાથે યહોવાની આત્મીયતા રહે છે. |
19
|
યહોવાનો ભય રાખનારા, અને તેમના પર ભરોસો રાખનારાઓની મનોકામનાઓ પૂર્ણ કરે છે; સદાય માટેની તેમની વિનંતીઓ સાંભળીને તેઓને છોડાવે છે. |
20
|
તેમના પર પ્રેમ રાખનારા સર્વ કોઇનું તે રક્ષણ કરે છે; પણ દુષ્ટોનો નાશ કરે છે. |
21
|
હું મારા મુખે યહોવાની સ્તુતિ કરીશ; તેમના પવિત્ર નામની સ્તુતિ દરેક જણ સદાકાળ કરતો રહેશે! |
Psalms 145:6 English Language Bible Words basic statistical display
COMING SOON ...