1
|
હું મોટા સાદે યહોવાને આજીજી કરું છું; અને દયા માટે ઊંચા સ્વરે વિનંતી કરું છું. |
2
|
હું તેમની આગળ મારી ફરિયાદો વરસાવું છું અને મારી મુશ્કેલીઓ વિષે હું તેમને જણાવું છું. |
3
|
હું બેહોશ થવાનો હોઉં, ત્યારે મને શું થાય છે તે તમે જાણો છો પણ; જે રસ્તે હું ચાલું છું; તેમા તેઓએ ફંદા ગોઠવ્યા છે. |
4
|
જ્યારે હું આજુબાજુ જોઉં છું, હું કોઇ મિત્રને જોતો નથી, જે મને મદદ કરી શકે, અથવા મારી સંભાળ રાખી શકે અથવા મારો બચાવ કરી શકે. |
5
|
હે યહોવા, મારી પ્રાર્થનામાં મે તમને પોકાર કર્યો અને કહ્યું, “યહોવા, મારી સંતાવાની જગા માત્ર તમે જ છો. આ જીવનમાં મારી પાસે જે બધું છે તે તમે છો.” |
6
|
ખી છું; જેઓ મારી પાછળ પડ્યાં છે તેમનાથી મને બચાવો; કારણકે તેઓ મારા કરતાં વધુ બળવાન છે. |
7
|
મને બંદીવાસમાંથી બહાર લાવો, જેથી હું તમારો આભાર માની શકું. તમારી સર્વ મદદને માટે દેવનો ભય રાખનારા મારી સાથે આનંદ કરશે તમે મારા માટે ઉદાર છો. |
Psalms 142:3 English Language Bible Words basic statistical display
COMING SOON ...