1
|
સમગ્ર ઇસ્રાએલ પર રાજા સુલેમાંન રાજય કરતો હતો. |
2
|
તેના અમલદારો નીચે પ્રમાંણે હતા:સાદોકનો પુત્ર અઝાર્યા યાજક હતો. |
3
|
શીશાના પુત્રો અલીહોરેફ તથા અહીયાલ પત્રકારો હતા. અહીલૂદનો પુત્ર યહોશાફાટ ઇતિહાસકાર હતો. |
4
|
યહોયાદાનો પુત્ર બનાયા લશ્કરનો સરસેનાધિપતિ હતો. સાદોક તથા અબ્યાથાર યાજકો હતા. |
5
|
નાથાનનો પુત્ર અઝાર્યા રાજયપાલોનો વડો હતો. યાજક નાથાનનો પુત્ર ઝાબૂદ રાજાનો મિત્ર હતો. |
6
|
રાજમહેલની બાબતોનો વ્યવસ્થાપક અહીશાર હતો; અને આબ્દાનો પુત્ર અદોનીરામ વેઠ મજૂરોનો અધિકારી હતો. |
7
|
ઇસ્રાએલમાં બાર પ્રશાશક હતા અને દરેક જણ રાજાના પરિવાર માંટે અનાજ પુરું પાડતા હતા. દર વષેર્ દરેક પ્રશાશક એક મહિનાનું અનાજ પૂરું પાડતા હતાં. |
8
|
એ બાર પ્રશાશકનાં નામ નીચે પ્રમાંણે છે;બેનહૂર એફ્રાઈમના પહાડી પ્રદેશનો પ્રશાશક હતો. |
9
|
બેન-દેકેર માંકાશ, શાઆલ્બીમ, બેથશેમેશ અને એલોન બેથહાનાનનો પ્રશાશક હતો. |
10
|
બેન-હેશેદ અરૂબ્બોથ, સોખોહ અને હેફેરના બધાં પ્રદેશોનો પ્રશાશક હતો. |
11
|
નાફોથ પહાડી પ્રદેશ પર બેન-અબીનાદાબ પ્રશાશક હતો. તે સુલેમાંનની પુત્રી, રાજકુંવરી ટાફાથને પરણ્યો હતો. |
12
|
અહીલૂદના પુત્ર બાઅનાએ તાઅનાખ તથા મગિદ્દો, અને સારથાનની બાજુમાં યિઝએલ તળે આખા બેથશઆનમાં પ્રશાશક હતો, તેણે બેથશઆનથી છેક આબેલ મહોલાહ અને યોકમઆમની પેલી પાર સુધી શાસન કર્યું. |
13
|
બેનગેબેર રામોથ ગિલયાદ, મનાશ્શાના પુત્ર યાઈરના ગિલયાદમાં આવેલ ગામો તથા બાશાનમાંનો આગોર્બ પ્રદેશ પર પ્રશાશક હતો. આમાં કાંસાના સળીયાં અને દીવાલો વાળા સાંઇઠ મોટાઁ નગરો પણ સમાંયેલા હતા. |
14
|
ઇદ્દોના પુત્ર અહીનાદાબ માંહનાઇમનો પ્રશાશક હતો. |
15
|
અહીમાંઆસ નફતાલીનો પ્રશાશક હતો અને તે સુલેમાંનની પુત્રી બાસમાંથને પરણ્યો હતો. |
16
|
હૂશાયના પુત્ર બાઅનાઅ આશેર અને બઆલોથનો પ્રશાશક હતો. |
17
|
પારૂઆહના પુત્ર યહોશાફાટ ઇસ્સાખારનો પ્રશાશક હતો. |
18
|
એલાના પુત્ર શિમઇ બિન્યામીનનો પ્રશાશક હતો. |
19
|
ઉરીના પુત્ર ગેબેર ગિલયાદનો પ્રશાશક હતો, એ ભૂમિનો જેના પર અમોરીઓનો રાજા સીહોન અને બાશાનનો રાજા ઓગ એક સમયે રાજ્ય કરતાં હતાં યહૂદામાં ત્યારે એક જ પ્રશાશક હતો. |
20
|
યહૂદા અને ઇસ્રાએલ સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ લોકોથી ભરેલા હતાં અને તેઓ પાસે ખાવાપીવાનું પુષ્કળ હતું અને સુખી હતાં. |
21
|
સુલેમાંન રાજા યુફ્રેતિસ નદીથી પલિસ્તીઓના દેશ સુધી તથા દક્ષિણે મિસર સરહદ સુધીના સમગ્ર પ્રદેશ પર શાસન કરતો હતો. આ પ્રદેશના તાબેદાર લોકો સુલેમાંનને ઉપહાર આપતા હતા. સુલેમાંનના જીવનકાળ દરમ્યાન તેઓ તેમને આધીન રહેતા હતા. |
22
|
રાજમહેલમાં વસનારાં રાજવી કુટુંબીના રોજીંદા ખોરાક માંટે 30 માંપ મેંદો, 60 માંપ લોટ, |
23
|
તબેલામાં ચરાવેલા દસ ગોધા, અને ચરાણમાં ચરાવેલા 20 ગોધા, 100 ઘેટાં અને અવારનવાર હરણ, સાબર, કાળિયાર અને પુષ્ટ પક્ષીઓ રાજાના રસોડામાં પૂરાં પાડવામાં આવતાં હતા. |
24
|
રાજા સુલેમાંને ફ્રાંત નદી પેલે પારના વિસ્તારમાં છેક તિફસાહથી તે ગાઝા સુધી શાસન કર્યું. ત્યાંના બધા રાજાઓ પર તેણે રાજ કર્યું, અને તેના રાજયમાં સર્વત્ર શાંતિ હતી. |
25
|
સુલેમાંનના સર્વ દિવસો સુરક્ષા ભરેલાં હતાં જે બધાંને, દાનથી તે બેરશેબા સુધી યહૂદિયા તથા ઇસ્રાએલના બધાં લોકો જેઓ પોતપોતાના દ્રાક્ષાવેલા નીચે તથા પોતપોતાની અંજીરી નીચે રહેતાં તે લોકોને અપાઇ હતી. |
26
|
સુલેમાંન પાસે રથોના ઘોડાઓ માંટે 40,000 તબેલા હતા અને 12,000 રથ ચાલકો હતા. |
27
|
પોતાને ભાગે આવેલા માંસમાં સુલેમાંન રાજાને તથા સુલેમાંનને ત્યાં જમવા આવનાર સઘળાંને ખોરાક પૂરો પાડતો હતો; દરેક અધિકારી એક મહિના માંટે ખોરાક પૂરો પાડતો હતો. તેઓ કોઇપણ વસ્તુ છોડી મૂકવા માંગતાં નથી. |
28
|
તેઓ, પ્રત્યેક પોતપોતાને સોંપેલી ફરજ પ્રમાંણે, પોતાના ઘોડાઓને માંટે તથા રાજાના ઘોડાઓ માંટે જવ તથા સુકુ ઘાસ મોકલતા હતા. |
29
|
દેવે સુલેમાંનને ઘણું ડહાપણ તથા વિવેકબુદ્ધિ તથા સમુદ્ર કિનારે રહેલી રેતીની જેમ વિશાળ સમજણશકિત આપ્યાં હતાં. |
30
|
મિસર તથા પૂર્વના દેશોના મહાન જ્ઞાનીઓને ઘણું જ્ઞાન હતું પરંતુ તે સુલેમાંનના ડહાપણથી ઓછું હતું. |
31
|
એથામ એઝ્હી તથા માંહોલના પુત્રો હેમાંન, કાલ્કોલ, અને દાર્દા જ્ઞાનીઓ હતાં પરંતુ તેમના કરતાં સુલેમાંન અધિક જ્ઞાની હતો. આજુબાજુની પ્રજાઓમાં તેની કીતિર્ પ્રસરેલી હતી. |
32
|
તેણે 3,000 કહેવતો અને 1,005 ગીતોની રચના કરી હતી. |
33
|
સુલેમાંને લબાનોનના દેવદાર વૃક્ષથી માંડીને દીવાલોમાંથી ઉગતા ઝુફાના વૃક્ષો બાબત જ્ઞાન આપ્યું. સુલેમાંને પશુઓ, પક્ષીઓ, પેટે ચાલનારા પ્રાણીઓ તથા માંછલીઓ વિષે જ્ઞાન આપ્યું. |
34
|
જે સર્વ લોકોએ તથા પૃથ્વી પરના જે સર્વ રાજાઓએ સુલેમાંનના જ્ઞાન વિષે સાંભળ્યું હતું, તેઓ તેની જ્ઞાનની વાતો સાંભળવા આવતા હતા. |
1-Kings 4:21 English Language Bible Words basic statistical display
COMING SOON ...