1
|
દેવ જે આપણું સાર્મથ્ય છે તેમની સમક્ષ મોટેથી સ્તુતિ ગાઓ, યાકૂબના દેવ સમક્ષ હર્ષનાદ કરો. |
2
|
ઢોલક અને સિતાર અને મધુર વીણા સાથે તેમના સ્તુતિ-ગાન ગાઓ. |
3
|
રણશિંગડું વગાડો! આવો અને પૂનમનો દિવસ ઉજવો, નૂતન ચંદ્રનો પવિત્ર દિવસ અને અન્ય સર્વ પવિત્રપવોર્; ઉમંગે ઊજવો. |
4
|
એમ કરવુંએ ઇસ્રાએલનાં લોકો માટે તે વિધિ છે, દેવે યાકૂબને તે હુકમ આપ્યો છે. |
5
|
જ્યારે તે મિસરમાંથી ઇસ્રાએલીઓને લાવ્યાં ત્યારે દેવે યૂસફસાથે કરાર કર્યો; જ્યાં અમે એક ભાષા સાંભળી જે અમે સમજ્યાં નથી. |
6
|
દેવ કહે છે, “મેં તમારા ખભાને બોજથી મુકત કર્યા, મેં તમારા હાથોને વજનદાર ટોપલાંથી મુકત કર્યા. |
7
|
સંકટમાં તમે મને પોકાર કર્યો, તેથી મેં તમને છોડાવ્યાં; ગુપ્તસ્થાનમાંથી ગર્જના દ્વારા મેં તમને પ્રત્યુતર આપ્યો; મરીબાહનાં પાણી આગળ મેં તમારી પરીક્ષા કરી.” |
8
|
“હે મારા લોકો, સાંભળો; હે ઇસ્રાએલ માત્ર મારું સાંભળો; હું તમને” કડક ચેતવણી આપું છું. |
9
|
અન્ય દેવતાઓની આરાધના તમારે કદાપિ કરવી નહિ, અને ઘરમાં મૂર્તિ રાખવી નહિ. |
10
|
કારણ, મિસર દેશમાંથી તમને બહાર કાઢી લાવનાર હું ‘યહોવા’ તમારો દેવ છું! તમારું મુખ ઉઘાડો અને હું તેને ભરી દઇશ. હું તમને ખવડાવીશ. |
11
|
પણ ના! મારા લોકોએ મને સાંભળી નહિ; ઇસ્રાએલ મારી ચેતવણી સ્વીકારવા ઇચ્છતુ નથી. |
12
|
તેથી તેઓને મેં જવા દીધા તેમના અંધારિયાં તથા હઠીલા માગેર્; અને તેઓની ઇચ્છા પ્રમાણે જીવવા દીધા. |
13
|
મારા લોકો મારું સાંભળે તો કેવું સારું! અરે, ઇસ્રાએલ મારું અનુસરણ કરો અને મારા માગોર્ પર ચાલે તો કેવું સારું! |
14
|
તો હું તેઓના શત્રુઓને પરાજીત કરું અને વહેલા નમાવું; અને તેઓના વેરીની વિરુદ્ધ, મારો હાથ ઝડપથી ઉપાડું! |
15
|
જેઓ યહોવાને ધિક્કારે છે તેઓ તેમની સામે ભયથી ૂજશે; પણ તેમની સજા તો સદાને માટે રહેશે. |
16
|
પરંતુ તમને હું, શ્રેષ્ઠ ઘઉંથી તૃપ્ત કરીશ; અને તમને, ખડકમાંના મધથી સંતોષ આપીશ.” |
Psalms 81:4 Kannada Language Bible Words basic statistical display
COMING SOON ...