1
|
હે પ્રેમાળ દયાળુ દેવ! મારા પર દયા કરો. તમારી મહાન સહાનુભૂતિથી મારા પાપો ભૂંસી નાખો. |
2
|
હે યહોવા, મારા અપરાધ અને પાપોથી મને ધુઓ અને મને પરિશુદ્ધ કરો. |
3
|
હું મારા શરમજનક કૃત્યોની કબૂલાત કરું છું, હું હંમેશા મારા પાપો વિશે વિચારું છું. |
4
|
મેં તમારી વિરુદ્ધ પાપ કર્યાં છે, હા તમારી વિરુદ્ધ; જે ભયંકર કૃત્યો મેં કર્યા છે તે તમે જોયા છે. તેથી તમે તમારા નિર્ણયો અને મારી વિરુદ્ધ લીધેલા ઠરાવોમાં સાચા અને ન્યાયી છો. |
5
|
હું પાપમાં જન્મ્યો હતો, મારી માતાએ પાપમાં મારો ગર્ભ ધારણ કર્યો. |
6
|
તમે માંગો છો અંત:કરણની સત્યતા અને પ્રામાણિકતા, મારામાના ઊંડાણમાં સાચું જ્ઞાન મૂકો. |
7
|
મારા પાપો ઝુફાથી દૂર કરો, જેથી હું શુદ્ધ થઇશ; અને તેથી મને હિમથી પણ શ્વેત બનાવવા માટે ધુઓ. |
8
|
મને સુખ અને આનંદ આપો, અને ભલે મારા હાડકાં, જે તમે કચડી નાંખ્યા હતાં તે ફરીથી આનંદ પામે. |
9
|
મારા પાપો તરફ જોશો નહિ, ભૂંસી નાખો મારા સર્વ પાપ. |
10
|
હે દેવ, મારામાં નવું શુદ્ધ હૃદય ઉત્પન્ન કરો, અને મારા આત્માને મજબૂત કરો! |
11
|
મને તમારી સંમુખથી સદાકાળ માટે દૂર કરશો નહિ, અને તમે મારી પાસેથી તમારો પવિત્ર આત્મા છીનવી ન લેશો. |
12
|
જ્યારે તમે મને બચાવતા જે આનંદ આપ્યો હતો તે મને પાછો આપો. મારા આત્માને મજબૂત, તૈયાર અને તમને અનુસરવા તત્પર બનાવો. |
13
|
ત્યારે હું ઉલ્લંધન કરનારાઓને તમારા માગોર્ શીખવીશ, અને પાપીઓ તમારા તરફ ફરશે. |
14
|
હે મારા દેવ, મારા તારણહાર; મને મૃત્યુદંડથી બચાવો; હું આનંદથી તમારી સ્તુતિ ગાઇશ, અને હું તમારી નિષ્પક્ષતા વિષે બોલીશ. |
15
|
હે યહોવા, તમે મારા હોઠ ઉધાડો; એટલે મારું મુખ સ્તુતિ પ્રગટ કરશે. |
16
|
તમે યજ્ઞોથી રીઝતા નથી, નહિ તો હું તે અર્પણ કરત; તમને વેદી પર અર્પણ કરેલાં દહનાર્પણ પસંદ નથી. |
17
|
દેવને જે અર્પણ જોઇએ છે તે છે ભંગિત, ખેદિત, પશ્ચાતાપી આત્મા. હે દેવ, નમ્ર અને આજ્ઞાંકિત હૃદયના વ્યકિતનો અસ્વીકાર તમે કરશો નહિ. |
18
|
દેવ, તમે સિયોનનું ભલું કરો, અને યરૂશાલેમની આજુબાજુ તમે ફરી દિવાલ બાંધો. |
19
|
અને પછી તમારી વેદી પર, ગોધાઓનું અર્પણ થશે, અને તમને ન્યાયીપણાના યજ્ઞોથી, દહનાર્પણ તથા અખંડ દહનાર્પણોથી પ્રસન્ન કરાશે. |
Psalms 51:14 Kannada Language Bible Words basic statistical display
COMING SOON ...