ઇસ્રાએલી પ્રજા યાઝેર અને ગિલયાદના પ્રદેશમાં આવી, રૂબેન અને ગાદના કુળસમૂહો પાસે ઘેટાનાં મોટાં મોટાં ઘણ હતા. તેમણે જોયું કે આ પ્રદેશ ઢોરઢાંખરના ઉછેર માંટે ઉત્તમ અને અનુકુળ છે.
(8-9) જ્યારે મેં તમાંરા પિતૃઓને કાદેશ બાર્નેઆથી દેશની જાસૂસી કરવા મોકલ્યા હતા, ત્યારે તેઓએ આવુ જ વર્તન કર્યુ હતું, તે લોકો એશ્કોલ ખીણ સુધી ગયા. પ્રદેશ જોયો અને જે પ્રદેશ યહોવાએ ઇસ્રાએલીઓને આપ્યો હતો ત્યાં જવાનો તેમનો ઉત્સાહ તોડી પાડયો.
‘તે લોકો મને વિશ્વાસુ રહ્યા નથી તેથી મિસરમાંથી આવેલા એમાંના 20 વર્ષ અને તેથી વધારે ઉમરના ઇસ્રાએલીઓ ઈબ્રાહિમ, ઈસહાક અને યાકૂબને જે ભૂમિ આપવાનું વચન આપ્યુ હતું તેમાં તે પ્રવેશ કરશે નહિ.
ત્યાર બાદ અમે જાતે શસ્ત્રસજજ થઈને ઇસ્રાએલી પ્રજાની આગળ રહી તેમને તેમની ભૂમિમાં પહોંચાડતા સુધી લડીશું, એ સમય દરમ્યાન અમાંરાં સ્ત્રી બાળકો એ ગામોમાં દેશના મૂળ વતનીઓના હુમલાથી સુરક્ષિત રહી શકશે.
વળી અમે યર્દન નદીને પેલે પારના પ્રદેશમાં તેમની સાથે જમીનમાં ભાગ માંગીશું નહિ, કારણ કે, તેના બદલે અમને યર્દન નદીને પૂર્વકાંઠે અમાંરા ભાગની જમીન મળેલી છે ત્યાં રહેવાનું અમે પસંદ કરીશું.”
પછી તે ભૂમિ યહોવાના તાબામાં આવી જાય ત્યાર બાદ જ તમે પાછા ફરો તો, તમે યહોવા અને ઇસ્રાએલ પ્રત્યેના કર્તવ્યથી મુકત થશો અને આ ભૂમિ યહોવાની દ્રષ્ટિએ તમાંરી માંલિકીની થશે.
“જો ગાદના અને રૂબેનના વંશજો હથિયાર ધારણ કરીને તમાંરી સાથે યહોવા સમક્ષ લડવાને યર્દન ઓળંગીને આવે, અને જો તે પ્રદેશ તમાંરા તાબામાં આવી જાય તો તમાંરે તેમને ગિલયાદનો પ્રદેશ તેમાં ભાગ તરીકે આપવો.
આથી મૂસાએ ગાદના અને રૂબેનના વંશજોને તથા યૂસફના પુત્ર મનાશ્શાના અર્ધકુળસમૂહને અમોરીઓના રાજા સીહોનનું રાજ્ય અને બાશાનના રાજા ઓગનું રાજ્ય, એ સમગ્ર પ્રદેશ અને તેમાંના શહેરો તથા આજુબાજુની જમીન બધું આપી દીધું.
મનાશ્શાના કુળસમૂહમાંથી યાઈરના ગોત્રના માંણસોએ ગિલયાદના અનેક નગરો પર ચઢાઈ કરી તેમનાં ગામડાં કબજે કરી લીધાં અને તેઓના પ્રદેશનું નામ બદલીને હાવ્વોથ-યાઈર નામ આપ્યું.