પૂર્વમાં અને પશ્ચિમમાં કનાનીઓને, અમોરીઓને, હિત્તીઓને, પરિઝઝીઓને અને પર્વતીય પ્રદેશમાં રહેતા યબૂસીઓ અને હિવ્વીઓ જે મિસ્પાહ ક્ષેત્રમાં હેર્મોન પર્વતના ચરણ પાસે રહ્યાં તે બધાને, તેણે સંદેશો મોકલ્યો.
આ સર્વ રાજાઓ ઇસ્રાએલને કચડી નાખવાના હેતુ સાથે પોતપોતાના આખા સૈન્યો સાથે નીકળી પડયા. એમાં સાગરકાંઠાની રેતીના કણોની જેમ ગણ્યા ગણાય નહિં એવા અસંખ્ય ઘોડા અને રથ હતા. વ્યૂહરચના કરીને અસંખ્ય લોકો મેરોમ સરોવરની આસપાસ એકત્ર થયા,
યહોવાએ એ લોકોને ઇસ્રાએલીઓના હાથમાં સોંપી દીધા અને તેઓએ તેમને હરાવ્યા અને ઉત્તર તરફ છેક મહાનગર સિદોન અને પૂર્વમાં મિસ્રેફોથ-માંઈમ સુધી અને પૂર્વ તરફ ઠેઠ મિસ્પેહની ખીણ સુધી તેમને ભાગતાં કર્યાં બધાં શત્રુઓ મરી ગયાં ત્યાં સુધી ઇસ્રાએલીઓએ લડવાનું ચાલું રાખ્યું.
ઇસ્રાએલી લોકોને શહેરોમાંથી જે બધી વસ્તુઓ મળી તે પોતાનાં માંટે રાખી. તેઓએ શહેરમાં જે પ્રાણીઓ મળ્યાં તે રાખ્યાં. પણ તેઓએ ત્યાંના બધા માંણસોને માંરી નાખ્યાં. તેઓએ કોઈ લોકોને જીવતા ન છોડ્યાં.
જેમ યહોવાએ તેના સેવક મૂસાને આજ્ઞાંકિત કર્યો, ફક્ત તેમજ મૂસાએ યહોશુઆને આજ્ઞાંકિત કર્યો અને યહોશુઆએ તે પાળ્યું. તેણે તે બધું કર્યું જેના માંટે યહોવાએ મૂસાને આજ્ઞાંકિત કર્યો હતો:
આ રીતે યહોશુઆએ સમગ્ર ભૂમિ ડુંગરાળ પ્રદેશ, નીચાણનો પ્રદેશ, સમગ્ર દક્ષિણનો પ્રદેશ, ગોશેનનો સમગ્ર પ્રદેશ, પશ્ચિમી ટેકરીઓ, યર્દનની ખીણ, ઇસ્રાએલનો પર્વતીય પ્રદેશ અને તેની ટેકરીઓ કબજે કરી.
યહોશુઆએ બધા અનાકીઓનો તેમના નગરો સાથે નાશ કર્યો હતો. તેથી તેઓમાંનું કોઈ પણ ઇસ્રાએલીઓની ભૂમિમાં વચ્યું નહિં. બસ થોડા જ ગાજા, ગાથ અને આશ્દોદમાં બાકી રહ્યાં.
જેમ યહોવાએ મૂસાને જણાવ્યુ હતું તે મુજબ યહોશુઆએ સમગ્ર પ્રદેશ કબજે કરી લીધો. તે તેણે ઇસ્રાએલીઓને આપ્યો યહોશુઆએ બધા કુળસમૂહોને તેમનો ભાગ આપ્યો પછી દેશમાં શાંતિ પ્રસરી રહી.