અત્યારે તું આ જ દેશમાં રહે; હું તારી સાથે રહીશ અને તને આશીર્વાદ આપીશ. હું તને અને તારા વંશજોને બધા પ્રદેશો આપીશ. અને તારા પિતા ઇબ્રાહિમ આગળ મેં જે સમ ખાધા હતા તે પૂરા કરીશ.
આ હું એટલા માંટે કરીશ, કારણ કે તારા પિતા ઇબ્રાહિમે માંરી આજ્ઞાનું પાલન કર્યું અને મેં જે કહ્યું તે તેણે કર્યુ છે, માંરા આદેશો માંરા વિધિઓ અને માંરા નિયમોનું પાલન કર્યુ છે.”
અબીમેલેખે ઇસહાકને બોલાવ્યો અને કહ્યું, “આ સ્ત્રી તારી પત્ની છે, તેં અમને લોકોને એમ શા માંટે કહ્યું કે, એ માંરી બહેન છે?”ઇસહાકે તેમને કહ્યું, “હું ડરતો હતો, કદાચ તમે તેણીને મેળવવા માંટે મને માંરી નાખશો.”
અબીમેલેખે કહ્યું, “તેં અમાંરા લોકો માંટે આ બહુ જ ખરાબ કર્યુ છે. અમાંરામાંનો કોઈ વ્યકિત તારી પત્ની સાથે સહેજે સૂઈ ગયો હોત અને તેં અમને પાપના દોષમાં નાખ્યા હોત.”
ઇસહાકે તેના પિતા ઇબ્રાહિમના સમયમાં જે કૂવાઓ ખોદાવ્યા હતા તે ફરીથી ખોદાવ્યા. કારણ કે ઇબ્રાહિમના મૃત્યુ પછી પલિસ્તીઓએ તે કૂવાઓ માંટીથી પૂરી દીધા હતા. અને ઇસહાકે તે કૂવાઓનાં નામ તેના પિતાએ જે પાડયાં હતાં તે જ રાખ્યાં.
ત્યારે ત્યાં ગેરારના ગોવાળોએ ઇસહાકના ગોવાળો સાથે ઝઘડો કર્યો અને કહેવા લાગ્યા, “આ પાણી અમાંરું છે.” તેથી ઇસહાકે તે કૂવાનું નામ એસેક પાડયું. કારણ કે તે જગ્યા પર તે લોકોએ ઝઘડો કર્યો હતો.
પછી ત્યાંથી દૂર જઈને બીજો કૂવો ખોધ્યો, તે કૂવા માંટે કોઈ ઝગડો કરવા આવ્યું નહિ તેથી તેણે તેનું નામ ‘રહોબોથ’ રાખ્યું અને કહ્યું, “યહોવાએ અમાંરા માંટે આ જગ્યા નક્કી કરી છે. અમે પ્રગતિ કરીશું. અને આ ભૂમિમાં અમને લાભ મળશે.”
ત્યાં તે જ રાત્રે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું તારા પિતા ઇબ્રાહિમનો દેવ છું. ડરીશ નહિ, હું તારી સાથે જ છું અને હું તને આશીર્વાદ આપીશ. હું તારા વંશજોની વૃદ્વિ કરીશ. હું માંરા સેવક ઇબ્રાહિમના માંટે આ બધું કરીશ.”
અમે લોકોએ તમાંરું કોઈ નુકસાન કર્યુ નહોતું, હવે તમાંરે સમ ખાવા જોઈએ કે, અમને લોકોને કોઈ નુકસાન કરશો નહિ. અમે લોકોએ તમને શાંતિથી સહીસલામત રીતે વિદાય કર્યા છે. અને હવે એ સ્પષ્ટ છે કે, યહોવાએ તમને આશીર્વાદ આપ્યાં છે.”