Bible Languages

Indian Language Bible Word Collections

Bible Versions

Books

Genesis Chapters

Genesis 17 Verses

Bible Versions

Books

Genesis Chapters

Genesis 17 Verses

1 જયારે ઇબ્રામ 99 વર્ષનો થયો, ત્યારે યહોવાએ તેને દર્શન આપીને કહ્યું, “હું સર્વસમર્થ દેવ છું. માંરા માંટે આ કામ કર. માંરી આજ્ઞા માંથે ચઢાવી કોઈ પણ દોષમાં પડયા વિના ચાલ.
2 જો તું આમ કરીશ, તો હું તારી અને માંરી વચ્ચે કરાર કરીશ. હું તમાંરા લોકોનું એક મોટું રાષ્ટ બનાવવાનું વચન આપીશ.”
3 ઇબ્રામે પોતાનું મસ્તક જમીન તરફ નમાંવ્યું, સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા. ત્યારે દેવે તેની સાથે વાતચીત કરી અને કહ્યું,
4 “જો, હું તારી સાથે આ કરાર કરું છું; તું અનેક પ્રજાઓનો પિતા થઈશ.
5 હવેથી તારું નામ ઇબ્રામ નહિ રહે. તારું નામ ઇબ્રાહિમ રહેશે, કારણ મેં તને અનેક દેશનો પૂર્વજ બનાવ્યો છે.
6 હું તારા વંશજો ખૂબ ખૂબ વધારીશ, તારા વંશજોમાંથી હું પ્રજાઓનું નિર્માંણ કરીશ. અને તારા વંશમાં રાજાઓ થશે.
7 હું માંરી અને તારી વચ્ચે તથા પેઢી-દરપેઢી તારા વંશજો વચ્ચે કાયમનો કરારા કરીશ કે, તારો અને તારા પછી તારા બધા વંશજોનો હું દેવ થઈશ.
8 અને હું તને અને તારા વંશજોને જે ભૂમિમાં તું પ્રવાસ કરી રહ્યો છેતે કનાનની ભૂમિ કાયમને માંટે આપીશ અને હું તમાંરો દેવ રહીશ.”
9 દેવે ઇબ્રાહિમને કહ્યું, “તું અને તારા પછી તારા વંશજો પેઢી દરપેઢી માંરો આ કરાર પાળશો.
10 માંરી અને તારી વચ્ચેનો તથા તારા પછી તારા વંશજો સાથેનો તમાંરે પાળવાનો કરાર આ છે:
11 તમાંરામાંના એકે એેક વ્યકિતની સુન્નત કરવી. તમાંરે તમાંરી ચામડીની સુન્નત કરવી.
12 જયારે બાળક 8 દિવસનું થાય ત્યારે તેની સુન્નત કરાવવી, પછી તે તમાંરા ઘરમાં જન્મેલો હોય કે, કોઈ પરદેશી પાસેથી પૈસા આપીને ખરીદેલો ગુલામ હોય. તેની સુન્નત અવશ્ય કરવાની રહેશે.
13 તમાંરા ઘરમાં જન્મેલો ગુલામ હોય, તેની તેમજ પૈસાથી જેને ખરીદવામાં આવ્યો હોય, તેની બંન્નેની સુન્નત કરાવવી જ જોઈએ. આ રીતે તમાંરા રાષ્ટમાં પ્રત્યેક બાળકની સુન્નત થશે.
14 આ માંરો નિયમ છે. અને તે માંરા અને તમાંરા વચ્ચે છે. જે કોઈની સુન્નત થયેલી ના હોય તેનો સમાંજમાંથી બહિષ્કાર કરવો, કારણ, તેણે માંરા કરારનો ભંગ કર્યો છે.”
15 દેવે ઇબ્રાહિમને કહ્યું, “સારાય જે તારી પત્ની છે એને હું નામ આપીશ. તેનું નામ સારા રહેશે.
16 હું તેને આશીર્વાદ આપીશ. હું તેને પુત્ર આપીશ અને તું પિતા બનીશ. તે ઘણી નવી દેશજાતિઓની માંતા થશે. એને પેટે પ્રજાઓના રાજા જન્મ ધારણ કરશે.”
17 પછી ઇબ્રાહિમે સાષ્ટાંગ નમસ્કાર કરીને દેવની ભકિત દર્શાવી. અને મનમાં હસ્યો. તે મનોમન વિચારવા લાગ્યો, “હું તો 100 વર્ષનો વૃદ્વ છું. હું પુત્ર કેવી રીતે ઉત્પન્ન કરી શકું? અને સારા 90 વર્ષની વૃદ્વા છે, તે બાળકને જન્મ આપી શકે નહિ.”
18 પછી ઇબ્રાહિમે દેવને તેના કહેવાનો હેતુ પૂછયો, “શું ઇશ્માંએલ જીવતો રહે અને તારી સેવા કરે?”
19 દેવે કહ્યું, “ના, મેં કહ્યુંને કે, તારી પત્ની સારાને તારાથી એક પુત્ર જરૂર અવતરશે. અને તારે તેનું નામ ઇસહાક પાડવું. હું તેની સાથે માંરો કરાર કરીશ અને તે તેના વંશજો માંટે પણ કાયમનો રહેશે.
20 “તેં મને ઇશ્માંએલની બાબતમાં પૂછયું, અને મેં તારી વાત સાંભળી. હું તેને આશીર્વાદ આપીશ, તેને ઘણાં સંતાનો થશે. તે મોટા બાર સરદારોનો પિતા થશે. અને હું તેનાથી એક મોટી પ્રજાનું નિર્માંણ કરીશ.
21 પરંતુ હું માંરો કરાર તો આવતે વષેર્ ઠરાવેલ સમયે સારા ઇસહાકને જન્મ આપશે તેની સાથે કરીશ.”
22 દેવે જયારે ઇબ્રાહિમ સાથે વાત કરવાની બંધ કરી ત્યારે તે એકલો જ રહ્યો કારણ કે દેવ તેની પાસેથી આકાશ તરફ ચાલ્યા ગયા.
23 દેવે કહ્યું હતું કે, તું તારા કુટુંબના બધા પુત્રોની તથા પુરુષોની સુન્નત કરાવજે. તેથી ઇબ્રાહિમે ઇશ્માંએલ તથા પોતાના ઘરમાં જન્મેલાં બધા તથા પૈસાથી ખરીદેલા બધા ગુલામોને એક સાથે બોલાવ્યા અને દેવના કહ્યા પ્રમાંણે બધા ગુલામોની સુન્નત કરાવી.
24 ઇબ્રાહિમની સુન્નત થઈ, ત્યારે તેની ઉંમર 99 વર્ષની થઈ હતી.
25 અને તેના પુત્ર ઇશ્માંએલની સુન્નત થઈ ત્યારે તે 13 વર્ષનો થયો હતો.
26 ઇબ્રાહિમ તથા તેના પુત્ર ઇશ્માંએલની સુન્નત એક જ દિવસે થઈ હતી.
27 તે જ દિવસે ઇબ્રાહિમના ઘરના તમાંમ પુરુષોની સુન્નત કરવામાં આવી હતી. તેના ઘરમાં જન્મેલા અને પરદેશીઓ પાસેથી પૈસા આપીને ખરીદેલા ઘરના બધા ગુલામોની સુન્નત પણ તેની સાથે કરવામાં આવી હતી.

Genesis 17:1 Kannada Language Bible Words basic statistical display

COMING SOON ...

×

Alert

×