સુલેમાનનાં અદ્ભૂત ડહાપણ અને તેની કીતિર્ સાંભળીને શેબાની રાણી, તેની કસોટી કરવા માટે અઘરા પ્રશ્ર્નો લઇને યરૂશાલેમ આવી, તે પોતાની સાથે અંગરક્ષકો અને અમલદારોનો મોટો રસાલો અને ઊંટ ઉપર લાદીને અત્તરો, પુષ્કળ સોનું અને ઝવેરાત લઇને આવી હતી.
યહોવા તમારા દેવની સ્તુતિ થાઓ! એ તમારા પર પ્રસન્ન છે. ઇસ્રાએલ પર તે એટલો બધો પ્રેમ કરે છે કે, તેમણે તમારા જેવો ન્યાયી રાજા તેઓને આપ્યો છે. દેવ ઇચ્છે છે કે, સદાને માટે ઇસ્રાએલ મહાન અને બળવાન રાજ્ય બને.”
એ ચંદનના લાકડામાંથી રાજાએ યહોવાના મંદિરના અને મહેલના પગથિયા, અને ગાયકગણ માટે સિતાર, અને વીણા બનાવડાવ્યાં. આવાં સુંદર વાજિંત્રો યહૂદીયા દેશમાં અગાઉ કદી હતા નહિ.
રાજા સુલેમાને શેબાની રાણીને તેણે જે જે માંગ્યું હતું તે બધું આપ્યું. ઉપરાંત, રાણી સુલેમાન માટે જે ભેટસોગાદ લઇ આવી હતી તેટલી ભેટસોગાદો રાજાએ તેને આપી હતી તે જુદી, ત્યારબાદ તે પોતાના રસાલા સાથે પોતાને દેશ પાછી ફરી.
વળી તેણે ટીપેલાં સોનાની 300 નાની ઢાલો ઘડાવી અને એવી દરેક ઢાલો આશરે પોણાચાર પૌન્ડ સોનાની બનેલી હતી. એ ઢાલો તેણે લબાનોનના ‘વનગૃહ’ કહેવાતા મહેલમાં મૂકાવી.
એ સિંહાસનના છ પગથિયાં અને પગ મૂકવાનો બાજઠ પણ સોને મઢેલા હતા. સિંહાસનની દરેક બાજુએ હાથ ટેકવાના હાથા હતા અને તેના દરેક હાથાની બાજુમાં એક સિંહનું પૂતળું હતું.
સુલેમાને યરૂશાલેમમાં ચાંદીનો જથ્થો એટલા વિપુલ પ્રમાણમાં વધારી દીધો કે તે રસ્તા પરના પથ્થરો જેવી સામાન્ય થઇ ગઇ. વળી દેવદારવૃક્ષોનું મુલ્યવાન લાકડું નીચાણ જમીનના ગુલ્લરકાષ્ટ વૃક્ષ જેવું સામાન્ય થઇ ગયું હતું.