‘તે દિવસથી મારા નિવાસ માટે મંદિર બાંધવા ઇસ્રાએલના કોઇ કુળસમૂહના પ્રદેશમાંથી કોઇ શહેર પસંદ કર્યુ નહોતું, તેમ મારા લોકો ઇસ્રાએલીઓ ઉપર શાસન કરવા માટે મેં કોઇ માણસની પસંદગી કરી નહોતી, જ્યારથી મેં ઇસ્રાએલના લોકોને મિસરમાંથી બહાર કાઢયા ત્યારથી.
સુલેમાને એક મોટો મંચ બનાવ્યો હતો, આ મંચ કાંસાનો બનાવેલો હતો અને તે 5 હાથ લાંબો, 5 હાથ પહોળો અને 3 હાથ ઊંચો હતો; અને તેને ચોકની વચ્ચે મૂક્યો હતો, સુલેમાન તેના ઉપર ઊભો રહ્યો. સર્વ લોકોની હાજરીમાં સુલેમાને ઘૂંટણ ટેકવી આકાશ તરફ હાથ પ્રસારીને પ્રાર્થના કરી.
“હે યહોવા, ઇસ્રાએલના દેવ, આકાશમાં કે પૃથ્વી પર તારા જેવો બીજો કોઇ દેવ નથી. તારા સર્વ કરારો તેઁ પૂર્ણ કર્યા છે. અને જેઓ તારી શરણે આવવા ઇચ્છે છે અને તારી ઇચ્છા પૂર્ણ કરવા આતુર છે, તેના પ્રત્યે તું કૃપાળુ છે.
અને હવે, હે યહોવા, ઇસ્રાએલના દેવ, તેઁ તારા સેવક દાઉદને જે બીજું વચન આપ્યું હતું તે પૂરું કર. તેઁ એને એમ કહ્યું હતું કે, ‘જો તારા વંશજો સંભાળીને ચાલશે અને તારી જેમ મારા નિયમોનું સદા પાલન કરશે તો મારી નજર હેઠળ ઇસ્રાએલની ગાદી પર સદા તારો વંશજ બેસશે.’
“જ્યારે પાપ કરવાને કારણે તારા લોકો ઇસ્રાએલીઓ દુશ્મનો સામે હારી જાય, અને જો તેઓ પાછા તારા તરફ વળે, તારું નામ લે અને આ મંદિરમાં તને પ્રાર્થના અને વિનવણી કરે,
“તારા ઇસ્રાએલી લોકો, તારી વિરૂદ્ધ પાપ કરવાને કારણે અને આકાશમાંથી વરસાદ ન વરસે અને જો તેઓ આ મંદિરમાં આવીને પ્રાર્થના કરે, તારું નામ લે, અને તારી સજા પામીને પશ્ચાતાપ કરે,
“જો દેશમાં દુષ્કાળ પડે, જીવલેણ રોગ ફેલાય, ખેતરના પાકમાં રોગ આવે, ઇયળો પડે કે તીડ પાકનો નાશ કરે અથવા શત્રુઓ તારા લોકના નગરોને ઘેરો ઘાલે, કોઇ પણ મુશ્કેલી આવી પડે,
“અને કોઇ વ્યકિત જે ઇસ્રાએલીઓમાંનો નથી એવો કોઇ વ્યકિત દૂર દેશથી તારા મહાન નામની અને પ્રચંડ શકિતની કીતિર્ સાંભળીને આવે અને આ મંદિર તરફ જોઇને પ્રાર્થના કરે,
તો તારા નિવાસસ્થાન આકાશમાંથી તે સાંભળીને તેઓની વિનંતી માન્ય કરજે. ત્યારે પૃથ્વીની સર્વ પ્રજાઓ તારી ખ્યાતિ વિષે સાંભળશે અને તારા ઇસ્રાએલી લોકોની જેમ તારો ડર રાખશે અને તેઓ જાણશે કે મેં જે મંદિર બાંધ્યું છે, તે સાચે જ તારું છે.
“જો તારા લોકોને તું જે કોઇ માગેર્ મોકલે તે માગેર્ તેઓ પોતાના શત્રુઓની સામે યુદ્ધ કરવા જાય, ને આ નગર જે તે પસંદ કર્યુ છે, ને મેં જે મંદિર તારા નામને માટે બાંધ્યું છે, તેની તરફ મુખ ફેરવીને તેઓ તારી પ્રાર્થના કરે;
“જો તેઓ તારી વિરૂદ્ધ પાપ કરે, કોણ નથી કરતું? અને તું રોષે ભરાઇને તેઓને દુશ્મનોના હાથમાં સોંપી દે. અને તેઓ તેમને કેદ કરીને પોતાના દેશમાં લઇ જાય પછી એ દૂર હોય કે નજીક હોય,
અને જો તેઓ પૂરા મનથી તારી તરફ પાછા વળે અને તેં તેમના પિતૃઓને આપેલી ભૂમિ અને તે પસંદ કરેલા શહેર તથા તારા નામ માટે મેં બાંધેલા આ મંદિર તરફ મોં કરીને પ્રાર્થના કરે.
તો તું તારા ધામ આકાશમાંથી તેમની પ્રાર્થના અને વિનવણી સાંભળજે અને તેમને ન્યાય મેળવવા માટે મદદ કરજે, અને તારા લોકોને તેમણે તારી વિરૂદ્ધ કરેલાં બધાં પાપો માટે ક્ષમા કરજે.