પછી દાઉદ શાઉલની છાવણી પર ગયો. તેણે શાઉલ અને તેનો સેનાપતિ નેરનો પુત્ર આબ્નેર કયાં સૂતેલા છે તે જોઈ લીંધુ. શાઉલ છાવણીની વચ્ચે સૂતેલો હતો અને લશ્કર શાઉલની આસપાસ હતું.
દાઉદે હિત્તી અહીમેલેખ અને સરૂયાનો પુત્ર અબીશાય સાથે વાત કરી (અબીશાય યોઆબનો ભાઇ હતો) અને કહ્યું, “માંરી સાથે સેનાની છાવણીમાં શાઉલને મળવા માંટે કોણ આવે છે?”અબીશાયે કહ્યું, “હું તૈયાર છું.”
આથી દાઉદ અને અબીશાય રાત્રે છાવણીમાં ગયા. તેમણે શાઉલને સૈનિકોની વચ્ચે છાવણીની મધ્યે સૂતેલો જોયો. તેનો ભાલો તેના માંથા આગળ જમીનમાં ખોસેલો હતો. આબ્નેર અને લશ્કર તેની ફરતે સૂતેલા હતા.
પણ યહોવાને હું પ્રાર્થના કરું છું કે તેમને અભિષેક કર્યો છે તે રાજા ઉપર મને ઇજા ન કરવા દે! હવે તું એના માંથા આગળથી ભાલો અને પાણીનો કૂજો લઈ લે અને આપણે અહીંથી ચાલતા થઈએ.”
આથી દાઉદે શાઉલના માંથા પાસે રહેલો ભાલો અને પાણીનો કૂંજો લીધો અને ચાલ્યો ગયો. પણ કોઇએ દાઉદ અને અબીશાયને શાઉલના માંથા પાસે રહેલો ભાલો અને કૂંજો લઇ જતા જોયા નહિ. કોઇએ કઇજ જોયું નહિ. છાવણી માં બધાં ઊંઘતા હતા અને યહોવાએ તેમને બધાને ગાઢ નિદ્રામાં નાખ્યા હતા.
દાઉદે આબ્નેરને કહ્યું, “બધા ઇસ્રાએલીઓમાં તું એમ સમજે છે કે તું બીજા માંણસ કરતા સારો છે, તે એમ છે? તો તે તારા ધણી રાજાને માંરી નાખવા એક સામાંન્ય માંણસ આવ્યો ત્યારે શા માંટે રક્ષણ કર્યુ નહિ?
જે તે કર્યુ છે તે સારુ ન હતુ, કારણ તેઁ તારા ધણીનું રક્ષણ નથી કર્યુ, આપણા યહોવાએ તેને રાજા બનાવ્યો છે અને તે એની રક્ષા નથી કરી, તું અને તારા માંણસો મરવાને લાયક છો! રાજાના માંથા પાસે હતો તે ભાલો અને કૂંજો ક્યાં છે તે જુઓ.”
માંરા ધણી અને રાજા, માંરુ સાંભળો, તમાંરા સેવકને વાત કરતા: જો યહોવાએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય, તો તેઓ માંરા અર્પણો સ્વીકારે, પણ જો માંણસોએ આપને માંરી વિરુદ્ધ ઉશ્કેર્યો હોય તો ભલે દેવથી એમના માંટે ખરાબ થાય. યહોવાએ આપણને આપેલ ભૂમિમાંથી લોકોએ મને બહાર હાંકી કાઢયો. તેઓએ કહ્યું “ચાલ્યો જા, અને બીજા વિદેશી દેવોની સેવા કર.’
ભલે યહોવા માંણસને તેના સાચા કાર્યો અને વિશ્વાસુપણા પ્રમાંણે બદલો આપે. આજે યહોવાએ તને માંરા હાથમાં સોપી દીધો હતો પરંતુ યહોવાએ તને રાજા બનાવ્યો છે. તેથી હું એમના પસંદ કરેલા માંણસને ઇજા ન કરી શકું.