તેણે કહ્યું, “યિઝએલીના નાબોથ સાથે માંરે વાત થઈ. મેં કહ્યું, “તું તારી દ્રાક્ષની વાડી મને આપ. હું તને ચાંદી આપીશ, જો તે ઇચ્છે તો અથવા; તો એના બદલામાં બીજો બગીચો અપાવીશ. પણ તેણે કહ્યું, “હું માંરી દ્રાક્ષવાડી તમને નહિ આપુ.”
સભાની આગળમાં બે બદમાંશોને પણ બેસાડો અને તેમની પાસે કહેવડાવો કે “નાબોથે યહોવાને અને રાજાને શ્રાપ આપ્યો છે. તો તેને બહાર લઇ જાવ અને તેના પર પથ્થરો ફેંકીને તેને માંરી નાખો.”
અને પેલા બે બદમાંશો આવીને તેની સામે બેઠા અને તેના વિષે લોકો સમક્ષ જુબાની આપી અને કહ્યું તેણે (નાબોથ) દેવને અને રાજાને શ્રાપ આપીને ખોટું કર્યુ છે. પછી તેઓ તેને શહેરની બહાર લઈ ગયા અને પથ્થરો ફેકીને માંરી નાખ્યો.
જયારે ઈઝેબેલને ખબર પડી કે, નાબોથ પર પથ્થરો ફેકીને માંરી નાખવામાં આવ્યો છે ત્યારે તેણે આહાબને કહ્યું, “ઊઠો, અને યિઝએલના નાબોથે જે દ્રાક્ષનીવાડી તમને વેંચવાનો ઇન્કાર કર્યો હતો તેનો કબજો લઈ લો; કારણ નાબોથ હવે જીવતો નથી, મરી ગયો છે.”
તારે તેને આ પ્રમાંણે કહેવું, આ યહોવાનાં વચન છે; ‘તેં તારા વેરીનું ખૂન તો કર્યુ છે અને હવે તું તેની મિલકત પચાવી પાડે છે? આ યહોવાનાં વચન છે: જયાં કૂતરાંઓએ નાબોથનું લોહી ચાટયું હતું ત્યાં જ કૂતરાંઓ તારું લોહી પણ ચાટશે.”‘
મેં નાબોથના પુત્ર યરોબઆમ અને અહિયાના પુત્ર બાઅશાના કુટુંબોનો નાશ કર્યો છે, હું તેવું જ તારા કુટુંબ સાથે કરીશ. કારણ તેઁ ઇસ્રાએલના લોકો પાસે પાપ કરાવ્યા છે અને તેં માંરો રોષ વહોરી લીધો છે.’
આહાબ જેવું બીજું કોઈ નહોતું. દેવની દૃષ્ટિમાં જે પાપ હતું તે કરવા માંટે સંપૂર્ણ રીતે તે સમપિર્ત થઈ ગયો હતો, કેમકે તેની પત્ની ઈઝેબેલ સર્વ પ્રકારની દુષ્ટતા કરવા તેને ઉત્તેજન આપતી હતી.
“આહાબ માંરી સમક્ષ નમ્ર બની ગયો છે તે તેં જોયું? તે આમ નમ્ર બન્યો છે એટલે હું એ જીવશે ત્યાં સુધી એના કુટુંબ પર આફત નહિ ઊતારું, પણ જ્યારે તેનો પુત્ર રાજા બનશે ત્યારે ઊતારીશ.”