એલિયા ગિલયાદના તિશ્બેનો હતો, તેણે આહાબને કહ્યું કે, “ઇસ્રાએલના દેવ યહોવા જેની સંમુખ ઊભો રહું છું તેનો હું સેવક છું, અને હું માંરા જીવના સમ ખાઈને કહું છું કે હવેનાં વષોર્માં હું કહું નહિ ત્યાં સુધી ઝાકળ કે વરસાદ પડવાના નથી.”
આથી તે સારફત ચાલ્યો ગયો, જયારે તે ગામની ભાગોળે પહોંચ્યો ત્યારે, તેણે એક વિધવા સ્ત્રીને લાકડાં વીણતી જોઈ, તેણે તેનું અભિવાદન કર્યુ અને કહ્યું, “જરા મને કૂંજામાં થોડું પાણી પીવા લાવી આપોને.”
પણ તે વિધવા બોલી, “તમાંરા દેવ યહોવાના સમ માંરી બરણીમાં મુઠ્ઠી લોટ અને કૂજામાં થોડું તેલ છે; એ સિવાય માંરી પાસે કશું ખાવાનું નથી. હું અહીં આ થોડા લાકડાં ભેગાં કરવા આવી છું, જેથી જઈને મરતાં પહેલાં માંરે માંટે ને માંરા પુત્રના છેલ્લા ભોજન માંટે કંઈ રાંધી શકું.”
એલિયાએ કહ્યું, “ગભરાઈશ નહિ, જા ને હું કહું છું એ પ્રમાંણે કર. પહેલાં માંરા માંટે એક નાની રોટલી બનાવજે, પછી એક તારા માંટે બનાવ,અને ત્યાર પછી એક તારા પુત્ર માંટે બનાવ.
એલિયાએ તેને કહ્યું, “તારા પુત્રને માંરી પાસે લાવ.” એમ કહીને એલિયાએ તેના ખોળામાંથી બાળકને લઈ લીધો અને પોતે રહેતો હતો તે માંળ ઉપરની ઓરડીમાં લઈ જઈ તેને પોતાની પથારીમાં નીચે મૂક્યો.
પછી તેણે યહોવાને પ્રાર્થના કરતાં કહ્યું, “ઓ માંરા યહોવા દેવ, હું જેને ત્યાં ઊતર્યો છું, તે વિધવાને તમાંરે સાચેજ નુકસાન પહોંચાડવું છે? એના પુત્રને તમે શા માંટે માંરી નાખ્યો?”
એલિયાએ તેને ઉપાડી લઈ ઘરના પરના માંળપરની ઓરડીમાંથી તેને તેની માંતા પાસે લઇ આવ્યો. તે બાળકને તેની માંતાને સુપ્રત કરીને તેણે કહ્યું, “જો, તારો પુત્ર તો જીવે છે.”