જો તું મારી માએ ધવડાવેલો મારો સગો ભાઇ હોત તો કેવું સારું થાત! હું તો કોઇની ચિંતા કર્યા વિના જાહેરમાં તને ચુંબન કરું, અને છતાં આના માટે મને કોઇએ ધિક્કારી ન હોત.
પોતાના પ્રીતમ સાથે રણમાંથી આ સ્ત્રી કોણ આવે છે?સફરજનના વૃક્ષ નીચે તારી માતા પ્રસુતિપીડા અનુભવતી હતી અને તેણે ત્યાં જન્મ આપ્યો’ હતો એ વૃક્ષ નીચે જ મેં તારા પ્રેમને જાગૃત કર્યો છે.”
મને તારા હૃદયની મુદ્રા તરીકે અથવા તારા હાથ પરની વીંટી તરીકે મને સ્થાપન કર. કારણકે પ્રેમ મૃત્યુ સમાન બળવાન છે અને ઇર્ષા કબર જેવી ક્રૂર છે, અતિ પ્રજવલિત આગની જેમ તે ભડકે બળે છે અને તેની જવાળા ઘણી પ્રબળ છે.
ધસમસતાં પાણીનો પ્રવાહ પ્રેમજવાલાને હોલવી શકે નહિ, જળપ્રલયના પાણી એને ખેંચી જતાં નથી! જે વ્યકિત પ્રેમને ખરીદવાનો પ્રયત્ન કરે છે તેને લોકો ધિક્કારે છે. પછી ભલેને તેણે પોતાની સઘળી સંપતિ આપી દીધી હોય તો પણ.