1
|
હે રાજકુંવરી, ચંપલોમાં તારા પગ કેવા સુંદર દેખાય છે! તારા પગ કુશળ કારીગરે કંડારેલા ઝવેરાત જેવા છે! |
2
|
તારી નાભિ જાણે સુંદર ગોળાકાર પ્યાલો, જેમા દ્રાક્ષારસ કદી ખૂટતો નથી. તારું પેટ ખીલેલા ફૂલોથી શણગારેલી ઘઉંની ઢગલીના જેવું છે. |
3
|
તારાં બે સ્તન જાણે હરણીના મનોહર જોડિયા બચ્ચાં જેવા છે! |
4
|
હાથીદાંતના બુરજ જેવી છે તારી ગરદન; તારી આંખો જાણે બાથ-રાબ્બીમના નગર દરવાજા પાસે આવેલા હેશ્બોનના ઝરા! તાંરુ નાક જાણે દમસ્કની ચોકી કરતો લબાનોનનો બુરજ! |
5
|
તારું મસ્તક કામેર્લ પર્વત સમું છે. તારા કેશ ઘનઘોર ઘટાં જેવા છે. તારા વળાંકોમાં રાજા પોતે બંદીવાન બની ગયો છે. |
6
|
અહા! મારી પ્રીતમા, તું કેવી સુંદર છે! તથા વિનોદ કરવા લાયક અને આનંદદાયક છે! |
7
|
તાડના વૃક્ષ જેવી તું ઊંચી અને સુડોળ છે; અને તારા સ્તનો તેના ફળો જેવાઁ છે! |
8
|
મેં કહ્યું, “હું તાડના વૃક્ષ પર ચઢી જાઉં; તેના ફળો હું લઉં, તારા સ્તન દ્રાક્ષની લૂમો જેવાઁ થાય! તારા શ્વાસની સુગંધ સફરજન જેવી થાય! |
9
|
તારું મુખ ઉત્તમ દ્રાક્ષારસ જેવું થાય! તે દ્રાક્ષારસ સીધો મારા પ્રીતમ પાસે જાય, અને તેના હોઠો તથા દાંત ઉપર સરળતાથી પેટમાં ઊતરી જાય.” |
10
|
હું તેની પ્રીતમા છું અને તે મારા માટે તીવ્ર ઝંખના રાખે છે. |
11
|
હે મારા પ્રીતમ! ચાલ, આપણે ખેતરમાં જઇએ; અને આપણે ગામડાંમાં ઉતારો કરીએ. |
12
|
આપણે વહેલાઁ ઊઠીને દ્રાક્ષાવાડીઓમાં જઇએ; દ્રાક્ષાવેલાને મોર આવ્યો છે તેનાં ફૂલ ખીલ્યાં છે કે નહિ, ને દાડમડીઓને ફૂલ બેઠાં છે કે નહિ, તે આપણે જોઇએ; ત્યાં હું તને મારી પ્રીતિનો અનુભવ કરાવીશ. |
13
|
ત્યાં મદનવેલ તેની સુગંધ પ્રસરાવે છે; વળી આપણાં આંગણામાં સર્વ પ્રકારના જૂના અને નવા તરેહ તરેહનાં ફળો છે, મારા પ્રીતમ, મેં તેને કાળજી પૂર્વક તારા માટે સાચવી રાખ્યા છે. |
Song-of-Solomon 7:5 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...