2
|
યહોવાના નિયમશાસ્ત્રથી તેઓ આનંદ માણે છે, રાત દિવસ યહોવાનાં વચનોનું જે મનન કરે છે; અને યહોવામય જીવન જીવવાં વિચાર્યા કરે છે, |
3
|
તેઓ નદી કિનારે રોપાયેલાં વૃક્ષો જેવા છે, એ વૃક્ષો ઋતુ પ્રમાણે ઉત્તમ ફળો આપે છે; તેઓનાં પાંદડા કદી કરમાતાં નથી. તેઓ જે કાઇ કામ કરે છે, તેમાં સફળ થાય છે . |
4
|
પણ દુષ્ટો એવા નથી હોતા, તેઓની વાત જુદી છે. તેઓ ખરેખર પવનમાં ઉડતાં ફોતરાં જેવા છે. |
5
|
તેથી દુષ્ટો ન્યાયાસન આગળ ટકશે નહિ; ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહિ. |
6
|
યહોવા ન્યાયીઓની સંભાળ રાખે છે; પરંતુ તે દુષ્ટ લોકોનો વિનાશ કરે છે. |
Psalms 1:4 Gujarati Language Bible Words basic statistical display
COMING SOON ...