નગરથી 2000 હાથ પૂર્વ સુધીનો, 2000 હાથ દક્ષિણ સુધીનો, 2000 હાથ પશ્ચિમ સુધીનો અને 2000 હાથ ઉત્તર સુધીની બધી ભૂમિ લેવીઓની થશે. નગર તે સમગ્ર ભૂમિની મધ્યમાં આવેલું હશે.
તમાંરે લેવીઓને એકંદરે 48 ગામો ગૌચર જમીન સાથે સોંપવાના છે, તેમાંથી 6 આશ્રયનગરો તરીકે આપવાના છે. અજાણતા જેનાથી માંનવહત્યા થઈ ગઈ હોય તેમાંના એક આશ્રયનગરમાં નાસી જઈને ત્યા આશ્રય મેળવી શકે.
આ નગરો દેશના વિવિધ ભાગોમાં આવેલા હોય, મોટાં કુળસમૂહો પાસે વધુ નગરો છે, તેથી તેઓ વધુ નગરો આપે અને નાનાં કુળસમૂહો પાસે ઓછાં નગરો છે તેથી તેઓ લેવીઓને થોડાં નગરો આપે.”
સમાંજે એ માંરનારનું મરનારના બદલો લેવા ઈચ્છતા સોથી નજીકના સગાના હાથથી રક્ષણ કરવું અને તેને એણે જે શહેરમાં આશ્રય લીધો હોય ત્યાં પાછો લાવવો, પ્રમુખ યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી તેણે એ નગરમાં રહેવું.
કારણ કે મુખ્ય યાજકનું મૃત્યુ થાય ત્યાં સુધી મોત નીપજાવનારે આશ્રયનગરમાં જ રહેવું જોઈતું હતું. મુખ્ય યાજકના મૃત્યુ પછી તે વ્યક્તિ પોતાના પ્રદેશમાં અને પોતાને ઘરે પાછો ફરી શકે છે.
“મનુષ્યવધ કરનારને એકથી વધુ સાક્ષીઓના પુરાવાને આધારે જ ખૂની ઠરાવીને દેહાતદંડની સજા કરી શકાય. ફકત એક જ સાક્ષીનો પુરાવો દેહાંતદંડ આપવા માંટે પૂરતો ગણાય નહિ.
“તમે જે ભૂમિમાં વસો છો તેને ભ્રષ્ટ ન કરશો. ખૂનથી ભૂમિ ભ્રષ્ટ થાય છે. જે ભૂમિ પર ખૂન થયું છે તેનું પ્રાયશ્ચિત બીજી કોઈ રીતે થઈ શકે નહિ, ખૂનીને દેહાતદડંની સજા થવી જ જોઈએ. પ્રાયશ્ચિત કરવા માંટે ખૂનીના લોહી સિવાય બીજો કોઈ રસ્તો નથી.
તમે જે દેશમાં વસવા માંટે જાઓ છો, તેને તમે અપવિત્ર ન કરો, કારણ કે હું યહોવા તમાંરી મધ્યે નિવાસ કરનાર છું. તમે જે ભૂમિમાં વસો છો, જેમાં હું વસુ છું તેને તમાંરે ભ્રષ્ટ ન કરવી, કારણ હું યહોવા ઇસ્રાએલીઓ વચ્ચે વસુ છું.”